android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: તરણેતરની પવિત્ર ભૂમિ પર મર્યાદા લોપાઈ, એક કાર્યક્રમમાં ક્લબ ડાન્સરના ઠુમકા થયા વાયરલ
calendar_today January 16, 2026

Surendranagar News: તરણેતરની પવિત્ર ભૂમિ પર મર્યાદા લોપાઈ, એક કાર્યક્રમમાં ક્લબ ડાન્સરના ઠુમકા થયા વાયરલ

સુરેન્દ્રનગર: વિશ્વવિખ્યાત મેળા માટે જાણીતી અને આધ્યાત્મિક રીતે અત્યંત પવિત્ર ગણાતી તરણેતરની ધરતી પર ફરી એકવાર વિવાદ સર્જાયો છે. અહીં કૃષ્ણ ગૌશાળા અને અનસૂયા આશ્રમના લાભાર્થે આયોજિત એક ઇનામી ડ્રોના કાર્યક્રમમાં ક્લબ ડાન્સરોના ડાન્સ રાખવામાં આવતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ભક્તિ અને સેવાના નામે અશ્લીલતા? ગૌશાળા અને આશ્રમ માટે ફંડ એકઠું કરવાના હેતુથી ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સેવાકીય કાર્યક્રમમાં મર્યાદાઓ ઓળંગીને સ્ટેજ પર ક્લબ ડાન્સરો પાસે હિન્દી ફિલ્મોના ગીતો પર ઠુમકા લગાવવામાં આવ્યા હતા. ગ્રામજનોની હાજરીમાં જાહેર સ્ટેજ પર આ પ્રકારે થયેલા ડાન્સના કારણે પવિત્ર ભૂમિની ગરિમાને લાંછન લાગ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વારંવાર થતી ઘટનાઓથી રોષ નોંધનીય છે કે અગાઉ પણ તરણેતરના મેળા દરમિયાન આ પ્રકારના ડાન્સના વીડિયો વાયરલ થયા હતા અને વિવાદ થયો હતો. પાવનભૂમિ પર ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોના ઓઠા હેઠળ આ પ્રકારના મનોરંજનના કાર્યક્રમો યોજવા તે સંસ્કૃતિનું અપમાન હોવાનું લોકો માની રહ્યા છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ આયોજકો સામે સવાલો ઉઠી રહ્યા છે કે શું ગૌસેવા માટે આવા ડાન્સ કરાવવા અનિવાર્ય છે? આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને લોકો આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જે ધર્મના નામે મર્યાદાઓ ભૂલી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: પાટીદાર સમાજના સંમેલનમાં રૂપાલના આકરા વેણ
calendar_today January 16, 2026

Surat News: પાટીદાર સમાજના સંમેલનમાં રૂપાલના આકરા વેણ

રાજકોટના ભાજપના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા વર્ણવી બંધારણ ઘડવા પર ભાર મુક્યો હતો. તેમણે સુરતમાં યોજાયેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના સંમેલનમાં સમાજના આગેવાનોને આકરી ટકોર કરી હતી. રૂપાલાએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે ભવનો બનાવવાના છે અને સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાનું છે. તેમણે સમાજને સવાલ કર્યો હતો કે આપણે કોઈ નિયમો રાખ્યા છે આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે ચાલવું છે? આપણે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયાં છે. પાંચ પચીસ વર્ષ પહેલા એવું હતું કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજા સમાજ એને ફોલો કરતાં. આજે બીજા સમાજે નિર્ણય કરી નાંખ્યા પણ આપણે તો હજી વિચારણા પણ શરૂ નથી કરી. આપણા વ્યવહારો અનેક ગણા વધી ગયાં છે તેમણે કહ્યું હતું કે, એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના આપવાના જ નહીં. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નના નિર્ણય થઈ ગયાં છે. માત્ર લગ્ન પૂરતાં જ નહીં પણ આપણા વ્યવહારો અનેક ગણા વધી ગયાં છે. એમાં જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો છે એ સામાજિક સગવડ વધારશે પણ જે સામાજિક પોત આપણું હતું તે ઘસાતુ જાય છે. મારા મતે છૂટાછેડા મહત્વની બાબત નથી પણ છુટા છેડા બાદ બાપા પૈસા ગણવા બેસે છે તે આપણા માટે શરમજનક બાબત છે. આપણા સમાજની અંદર દીકરીના પૈસાની લેતી દેતીનો સમય આવે? તમે માંની સામે એમ બોલો કે અમે માંના ઉપાસકો છીએ.એટલે માં મંદિર વાળી છે એમ નહીં માં ઘરવાળીએ છે. ઘરની અંદર જે બેઠી છેને એને રાજી રાખવાની આવશ્યકતા છે.

Read Full Story arrow_forward
Khedaમાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 1.90 લાખથી વધુના મુદ્દામાલ સાથે રીઢો ચોર ઝડપાયો
calendar_today January 16, 2026

Khedaમાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 1.90 લાખથી વધુના મુદ્દામાલ સાથે રીઢો ચોર ઝડપાયો

ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી ચોર ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખેડા એલ.સી.બી. અને નડિયાદ ટાઉન પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં મોટા કુંભનાથ મહાદેવ મંદિર અને સલુણના અંબે માતાજી મંદિરની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.પોલીસે 12 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર વિનોદને ઝડપ્યો મળતી માહિતી અનુસાર, પોલીસે 12 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ગત 14 જાન્યુઆરીના રોજ મોટા કુંભનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહના તાળા તોડીને ચોરી થવાથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી 7 ટીમો બનાવાઈ હતી. પોલિસે 150થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા પોલિસે 150થી વધુ CCTV ફૂટેજ અને ટેકનિકલ ડેટાની તપાસ કર્યા પછી બાતમી મળી કે વિનોદ તળપદા ચોરીના મુદ્દામાલ સાથે સલુણથી નડિયાદ તરફ આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો.  તેણે જ બંને મંદિરોમાં ચોરી કરી હતી પોલીસની પૂછપરછમાં વિનોદ તળપદાએ કબૂલાત કરી હતી કે તેણે જ બંને મંદિરોમાં ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે 13 કિલો ચાંદી અને સોનાના ઘરેણાં રિકવર કર્યા છે. ઉપરાંત, તેણે 12 જાન્યુઆરીએ નડિયાદ ટાઉનમાંથી ચોરેલી સફેદ એક્ટિવા પણ કબજે કરવામાં આવી છે. કુલ રિકવરીની કિંમત આશરે રૂ. 1.90 લાખથી વધુ છે. આ પણ વાંચો------    Valsad News: જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા

Read Full Story arrow_forward