Surat: ગોડાદરામાં જૂની અદાવતમાં મોડી રાત્રે ફાયરિંગ, યુવકની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. અગાઉ થયેલી એક હત્યાની રંજીશમાં બે જૂથો વચ્ચેની અદાવત ફરી સપાટી પર આવી હતી, જેમાં એક યુવક પર ફાયરિંગ કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયોમળતી માહિતી મુજબ, ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે જ્યારે શાંતિ હતી ત્યારે અચાનક ફાયરિંગના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. અગાઉ થયેલી એક હત્યાના બનાવની અદાવત રાખીને આરોપીએ યુવકને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. હુમલાખોરનો ઈરાદો યુવકને મોતને ઘાટ ઉતારવાનો હતો, પરંતુ સદનસીબે યુવકનો બચાવ થયો છે.ફાયરિંગની ઘટનામાં યુવકને ગોળી વાગીફાયરિંગની ઘટનામાં યુવકને ગોળી વાગતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોની ટીમ દ્વારા યુવકનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેના શરીરમાં ખૂંપી ગયેલી ગોળીને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી છે. હાલ ભોગ બનનાર યુવકની સ્થિતિ સ્થિર અને તે સહી-સલામત હોવાનું જાણવા મળ્યું છે.પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતા જોઈને અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીના કલાકોમાં જ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ (IPC 307) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: સાપકડામાં પ્રેમ પ્રકરણમાં શ્રમિક યુવાનનો આપઘાત, 18 વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Read Full Story arrow_forward