android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : સેક્ટર 1 પાસે ગમખ્વાર અકસ્માત, કારચાલકે મોપેડ સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધા
calendar_today January 16, 2026

Gandhinagar News : સેક્ટર 1 પાસે ગમખ્વાર અકસ્માત, કારચાલકે મોપેડ સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધા

ગાંધીનગર શહેરના સેક્ટર 1 વિસ્તાર પાસે આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મોપેડ પર જઈ રહેલા એક વૃદ્ધ દંપતીને પુરપાટ ઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારચાલકે પોતાની ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલા મોપેડને પાછળના ભાગેથી જોરથી ઠોકર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ પર સવાર વૃદ્ધ દંપતી રોડ પર પટકાયા હતા, જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ગાંધીનગરમાં અકસ્માત અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલમાં ડોક્ટરો દ્વારા મહિલાની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, અકસ્માત સર્જીને કારચાલક નાસી છૂટ્યો હતો કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર નંબરના આધારે તપાસ તેજ કરી છે. પાટનગરમાં વધતા જતા માર્ગ અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ પણ વાંચો : Surat News : મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતને સુરતના ઉધનામાં ફટાકડા ફોડી વધાવાઈ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું
calendar_today January 16, 2026

Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી નીતિઓના પરિણામે ગુજરાતને નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટનો દરજ્જો મળ્યો છે.આ એવોર્ડ વર્ષ ૨૦૨૪માં સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું આ અગાઉ પણ ગુજરાતને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT), ભારત સરકાર દ્વારા આયોજિત સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨ માટે એમ કુલ ચાર વાર “બેસ્ટ પરફોર્મર સ્ટેટ” તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. આજે એ જ અનુક્રમને જાળવી રાખતા ગુજરાતે ફરી એકવાર વર્ષ ૨૦૨૪ના ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની માન્યતા પ્રાપ્ત કરી છે. ગુજરાતની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટે આજે રાજ્યના ઉદ્યોગ સાહસિકો તથા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણ પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સને વેગ આપવા વિશેષ પહેલ કરીને રાજ્યમાં ‘સ્ટાર્ટઅપ પોલિસી’ અમલમાં મૂકી હતી. દેશના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણ માટે મોદીએ ગુજરાતની જ તર્જ પર સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનનો વર્ષ 2016માં પ્રારંભ કરાવ્યો હતો.આ મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા યુવાઓના વિચારોને ઉદ્યોગોમાં પરિવર્તિત કરવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ રાજ્ય સરકારે 430થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂ.65 કરોડની નાણાકીય સહાય આપી છે. આજે ગુજરાતમાં ૧૬ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. જેમાં 200થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, 850થી વધુ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ તથા શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં ૩૫૦થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.આ ઉપરાંત નવા વિચારોને પ્રોડક્ટમાં રૂપાંતરિત કરવા માટે રાજ્યમાં 180થી વધુ ઇન્ક્યુબેટર્સ અને નોડલ સંસ્થાઓ પણ કાર્યરત છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં ઇનોવેશનને પ્રોત્સાહન પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) હેઠળ 5 વર્ષ માટે રૂ.300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.આ યોજના સ્કૂલથી લઈને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓને આર્થિક મદદ પૂરી પાડશે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં,પણ સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર જેવા શહેરો પણ હવે સ્ટાર્ટઅપના મુખ્ય કેન્દ્રો બન્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ નવા i-Hub કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરી રહી છે. આ પણ વાંચોઃ Gandhinagar News: સોમનાથના શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે, એક વર્ષ સુધી ઉજવાશે સ્વાભિમાન પર્વ

Read Full Story arrow_forward
Rajkot: ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ શરુ થતાં ખેડૂતોમાં રોષ
calendar_today January 16, 2026

Rajkot: ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ શરુ થતાં ખેડૂતોમાં રોષ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ ઉનાળા સમય દરમિયાન થવું જોઈએ તે અત્યારે થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ  ધોરાજી ના હડમતીયા ગામે ભાદર એક ની કેનાલ મારફતે પાણી હજુ સુધી છોડવામાં આવ્યું નથી અને ઉનાળામાં જે રીપેરીંગ કામ કેનાલ નું કરવામાં આવુ જોઈએ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેથી ફરી રીપેરીંગ કામ અને સાફસફાઈ ફરી કરવામાં આવી રહ્યું છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે. કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી રવિ પાક માટે ખેડૂતો‌નો પાકોમાં સિંચાઈની તાતી જરૂરિયાત હોય છે પણ અત્યાર સુધી હડમતીયા કે પછી આખા વિસ્તારમાં ક્યાંય કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતોના ખેતરમાં સિંચાઈનું પાણી પોતાના કુવા કે બોરમાંથી લઈ પોતાના ખેતરમાં પાકો ને પાણી આપી રહયા છે. ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની વેઠવી પડી હતી ચોમાસું દરમિયાન ભારે વરસાદ બાદ શિયાળું સત્રમાં કમોસમી વરસાદ થી ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની વેઠવી પડી હતી અને હવે રવિ પાક નું વાવેતર કર્યું હોય અને ભાદર એક કેનાલ મારફત અત્યાર સુધી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું નથી અને ઘણા ખેડૂતો એ પોતાના ખેતરે માં દાર‌ કે કુવો હોય અને પોતાના પાકો ને પાણી પાવું પડે તેમ છે. કેનાલ અધિકારી ખેડૂતો ધમકાવી ને ફોજદારી ફરીયાદ નોંધવામાં આવશે તેમ જણાવી રહ્યા છે.  રામધુન બોલાવી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો આજે હડમતીયા ગામે ભાદર એક કેનાલ નજીક ખેડૂતો એકત્રીત થઈ ને રામધુન બોલાવી ને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર આવા અધિકારો અને કોન્ટ્રાકટર ઉપર યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા અને કેનાલ જે સમયે રીપેરીંગ કામ કરવું જોઈએ ત્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ અને ફરી રીપેરીંગ કામ ની આડમાં ખેડૂતો ને હેરાન કરી રહ્યા છે. હજુ સુધી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતો ને પોતાના પાકોને ભારે નુકસાની થઈ શકે તેમ છે તેથી સરકારે યોગ્ય સમયે કેનાલ માંથી પાણી છોડવું જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા હતા. આ પણ વાંચો-----Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward