android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: ટોકરીયા ગામે ઝટકા મશીનના કરંટથી ખેડૂત અને શ્વાનનું કરુણ મોત, બે ખેડૂતો સામે ગુનો દાખલ
calendar_today January 16, 2026

Banaskantha: ટોકરીયા ગામે ઝટકા મશીનના કરંટથી ખેડૂત અને શ્વાનનું કરુણ મોત, બે ખેડૂતો સામે ગુનો દાખલ

પાલનપુરના ટોકરીયા ગામે ખેતરમાં લગાવેલી તારની વાડમાં વીજ કરંટના કારણે એક ખેડૂત અને એક શ્વાનનું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. ખેતરના રક્ષણ માટે ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ મુકવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વીજ કરંટના કારણે એક ખેડૂત અને એક શ્વાનનું મોતમળતી માહિતી મુજબ, ટોકરીયા ગામમાં રહેતા એક ખેડૂત પોતાના ખેતરમાં વાવેલી વરિયાળીના પાકની દેખરેખ રાખવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાડોશી ખેડૂતો રામા પ્રજાપતિ અને રમેશ પ્રજાપતિના ખેતર પાસેથી પસાર થતી વખતે ત્યાં લગાવેલી તારની વાડને તે ભૂલથી અડકી ગયા હતા. આ વાડમાં ઝટકા મશીનનો જોરદાર વીજ કરંટ વહેતો હોવાથી ખેડૂતને જોરદાર આંચકો લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.વીજ પ્રવાહની ઝપેટે અન્ય બે વ્યક્તિઓ ઘાયલઆ કરુણ દુર્ઘટનામાં માત્ર ખેડૂત જ નહીં, પરંતુ એક અબોલ શ્વાનનું પણ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઉપરાંત, આ જ વીજ પ્રવાહની ઝપેટે આવતા અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ખેતરમાં પશુઓ કે જંગલી જાનવરોથી રક્ષણ મેળવવા માટે મુકવામાં આવેલો આ કરંટ નિર્દોષ માનવી માટે જીવલેણ સાબિત થયો છે.બે ખેડૂતો સામે પોલીસ ફરિયાદઆ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઢ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રામા પ્રજાપતિ અને રમેશ પ્રજાપતિ સામે બેદરકારી દાખવી જીવલેણ કરંટ ગોઠવવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો: ગોડાદરામાં જૂની અદાવતમાં મોડી રાત્રે ફાયરિંગ, યુવકની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો

Read Full Story arrow_forward
Gandhinagar : પ્રાકૃતિક કૃષિ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાથી જ રાષ્ટ્રનું સમગ્ર કલ્યાણ શક્ય છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
calendar_today January 16, 2026

Gandhinagar : પ્રાકૃતિક કૃષિ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાથી જ રાષ્ટ્રનું સમગ્ર કલ્યાણ શક્ય છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ, મ્યુનિસિપલ કમિશનર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધીને પ્રાકૃતિક કૃષિ, વૃક્ષારોપણ, ઉર્જા સંરક્ષણ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.શુદ્ધ હવા, પાણી અને ફળદ્રુપ જમીન સુરક્ષિત રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસનો સાચો અર્થ આર્થિક પ્રગતિની સાથે આવનારી પેઢીઓ માટે શુદ્ધ હવા, પાણી અને ફળદ્રુપ જમીન સુરક્ષિત કરવાનો છે. પ્રાકૃતિક ખેતી હવે રાષ્ટ્રીય મિશન બની ચૂકી છે રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી હવે રાષ્ટ્રીય મિશન બની ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત આ ક્ષેત્રે અગ્રેસર છે. એક પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર હોવું જોઈએ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, દરેક તાલુકામાં ઓછામાં ઓછું એક પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર હોવું જોઈએ. આ ઉપરાંત મોટા શહેરોમાં તેની સંખ્યા 4 થી 5 રાખવી જોઈએ જેથી નાગરિકોને ઝેરમુક્ત પ્રાકૃતિક ઉત્પાદનો સરળતાથી મળી રહે. એક એકર જમીન પર સઘન વૃક્ષારોપણ  રાજ્યપાલે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સંબંધિત ગામમાં ઓછામાં ઓછી એક એકર જમીન પર સઘન વૃક્ષારોપણ કરીને 'મિની જંગલ' વિકસાવવા સૂચવ્યું હતું. તેમજ રોપાયેલા વૃક્ષોની જવાબદારી ગામના જ એક-એક પરિવારને સોંપવામાં આવે, જેથી વૃક્ષો પ્રત્યે ભાવનાત્મક જોડાણ કેળવાય અને તેમનું જતન સુનિશ્ચિત થાય. 16 કરોડની વીજળીની બચત થઈ રાજ્યપાલે કહ્યું કે, લોકભવન અને અન્ય વિભાગોના પ્રયાસોથી ગત એપ્રિલ માસથી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 16 કરોડની વીજળીની બચત થઈ છે. તેમણે સ્ટ્રીટ લાઈટોમાં 'સેન્સર' ને બદલે 'ટાઈમર' લગાવવાનું સૂચન કર્યું, જેનાથી દરરોજ લગભગ દોઢ કલાકની વીજળી બચાવી શકાય છે. જો આપણે પ્રામાણિકતાથી આ કાર્ય નહીં કરીએ, તો આવનારી પેઢીઓ આપણને માફ નહીં કરે. ધરતી માતા, ગૌ માતા અને પર્યાવરણને બચાવવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ પણ વાંચો-----   Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Surendranagar News: હથિયાર સાથે 'ગજની' સ્ટાઈલમાં રોફ જમાવવો પડ્યો ભારે, SOGએ બે શખ્સોને દબોચ્યા
calendar_today January 16, 2026

Surendranagar News: હથિયાર સાથે 'ગજની' સ્ટાઈલમાં રોફ જમાવવો પડ્યો ભારે, SOGએ બે શખ્સોને દબોચ્યા

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયારો સાથે ફોટા અને વીડિયો અપલોડ કરી સોશિયલ મીડિયા પર ભય કે પ્રભાવ ઊભો કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમો પર હથિયાર સાથે પ્રદર્શન કરતા ફોટા અપલોડ કરનાર શખ્સ અને હથિયારના પરવાનેદાર વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.શું છે સમગ્ર મામલો? સુરેન્દ્રનગર SOG પોલીસને બાતમી મળી હતી કે, ઈમરાનખાન ગજનીખાન નામના શખ્સે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે પ્રદર્શન કરતો ફોટો અપલોડ કર્યો છે. આ બાબત જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આ હથિયાર આમિરખાન કેશરખાનના નામે પરવાનો ધરાવે છે. પરવાનેદાર અને ફોટો અપલોડ કરનાર બંનેની ધરપકડ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ફોટો અપલોડ કરનાર ઈમરાનખાન ગજનીખાન અને હથિયારના અસલી માલિક એટલે કે પરવાનેદાર આમિરખાન કેશરખાન બંનેની અટકાયત કરી છે. લાયસન્સવાળા હથિયારનો દુરૂપયોગ કરવા બદલ અને સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરી ભય ફેલાવવા બદલ પોલીસે બંને સામે ગુનો નોંધી હથિયાર કબ્જે કર્યું છે. સુરેન્દ્રનગર SOG ની આ કાર્યવાહીએ સોશિયલ મીડિયામાં હથિયાર બતાવી 'ડોન' બનવાનો પ્રયાસ કરતા યુવાનોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ પણ વાંચો - Surendranagar ના તરણેતરમાં ટિકિટ ડ્રોના નામે ખેલ, ઉશ્કેરાયેલા ટોળાએ આયોજકોને મેથીપાક ચખાડ્યો

Read Full Story arrow_forward