android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટમાં પાવર અને ઓઈલ ક્ષેત્રમાં 4.55 લાખ કરોડના MoU થયા
calendar_today January 16, 2026

Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટમાં પાવર અને ઓઈલ ક્ષેત્રમાં 4.55 લાખ કરોડના MoU થયા

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,બે દિવસીય રીજનલ સમિટ દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રમાં રૂ. 5,78,330 કરોડના સંભવિત રોકાણના લક્ષ્યાંક સાથે કુલ 5492 પ્રોજેક્ટસ માટે MoU સંપન્ન કરવામાં આવ્યા છે.આ સમિટ અંતર્ગત કરવામાં આવેલા MoU થકી રાજ્યભરમાં 6,26,253 જેટલી રોજગારીની નવી તકો ઊભી થશે. 306 પ્રોજેક્ટ્સ માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,આ સમિટમાં કચ્છ જિલ્લો રોકાણ ક્ષેત્રે મોખરે રહ્યો છે.કચ્છમાં સૌથી વધુ રૂ.1,25,017 કરોડના રોકાણ માટે કુલ 458 પ્રોજેક્ટ્સના MoU થયા છે.જેના માધ્યમથી કચ્છમાં 48419 નાગરીકોને રોજગારીની તક પ્રાપ્ત થશે.રોકાણની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લો બીજા ક્રમે રહ્યો છે,જ્યાં રૂ. 60 હજાર કરોડના રોકાણ સાથે 306 પ્રોજેક્ટ્સ માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 181143 જેટલા નાગરીકો માટે રોજગારીનું સર્જન આ ઉપરાંત અમરેલી જિલ્લામાં રૂ. 36 હજાર કરોડના સંભવિત રોકાણ સાથે 62 પ્રોજેક્ટ્સ માટે MoU અને રાજકોટ જિલ્લામાં રૂ. 23 હજાર કરોડના માતબર રોકાણ સાથે સૌથી વધુ 2921 પ્રોજેક્ટ્સ માટે MoU કરવામાં આવ્યા છે.આ સમગ્ર સમિટ દરમિયાન પાવર, ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ રૂ. 455065 કરોડના સંભવિત રોકાણ માટે MoU હસ્તાક્ષરિત કરવામાં આવ્યા છે. આ પ્રાદેશિક રોકાણો ઉપરાંત વિવિધ સ્થળોએ કુલ 262293 કરોડના રોકાણના અન્ય 29 MoU સમિટ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યમાં અંદાજે 181143 જેટલા નાગરીકો માટે રોજગારીનું સર્જન થશે. આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું

Read Full Story arrow_forward
Ahmedabad:  અમદાવાદ સિવિલ હોસ્પિટલની વર્ષ 2025ની કામગીરી, 11.60 લાખ OPDના કેસ નોંધાયા
calendar_today January 16, 2026

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલની વર્ષ 2025ની કામગીરી, 11.60 લાખ OPDના કેસ નોંધાયા

અમદાવાદની એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલે વર્ષ 2025માં સેવાનો એક નવો અધ્યાય લખ્યો છે. જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ, આ વર્ષ દરમિયાન હોસ્પિટલે લાખો જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાયુક્ત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડીને રાજ્યની આરોગ્ય ક્ષમતાનો પરિચય આપ્યો છે. OPDમાં કુલ 11.60 લાખથી વધુ દર્દીઓ નોંધાયા વર્ષ 2025માં સિવિલ હોસ્પિટલની OPD (આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) માં કુલ 11.60 લાખથી વધુ દર્દીઓ નોંધાયા હતા. આ આંકડો સ્પષ્ટ કરે છે કે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ પ્રથમ પસંદગી બની રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્દીઓને યોગ્ય નિદાન અને દવાઓ પૂરી પાડવા માટે હોસ્પિટલનું તંત્ર રાત-દિવસ કાર્યરત રહ્યું છે.  54,000 થી વધુ નાના-મોટા ઓપરેશન્સ સફળતાપૂર્વક કરાયા તબીબી સારવારના ક્ષેત્રમાં સર્જરી સૌથી મહત્વનું પાસું છે. વર્ષ 2025માં સિવિલમાં 54,000 થી વધુ નાના-મોટા ઓપરેશન્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. આ સાથે જ, સચોટ નિદાન માટે હોસ્પિટલની લેબોરેટરીમાં 34 લાખથી વધુ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ટેસ્ટ અને ઓપરેશન્સ હોસ્પિટલની અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત તબીબોની ટીમની ક્ષમતા દર્શાવે છે. વર્ષ દરમિયાન અંદાજે 3.98 લાખ એક્સ-રે કરાયા નિદાન પ્રક્રિયાને વેગ આપવા માટે એક્સ-રે અને સીટી સ્કેન જેવી સુવિધાઓનો પણ મહત્તમ ઉપયોગ થયો છે. આંકડા મુજબ, વર્ષ દરમિયાન અંદાજે 3.98 લાખ એક્સ-રે અને 24,000 જેટલા સીટી સ્કેન કરવામાં આવ્યા હતા. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આ મોંઘી તપાસો સિવિલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ થતા લાખો લોકોને આર્થિક રાહત મળી છે. આમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ માત્ર એક હોસ્પિટલ તરીકે નહીં, પરંતુ લાખો પરિવારો માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે.વધુ વાંચોઃ Panchmahal : બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન, બાળ અત્યાચાર અને સગીરાઓની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ 

Read Full Story arrow_forward
Vadodara: ઓપરેશન પરાક્રમ હેઠળ ભાજપ કાર્યકર 12.34 લાખના દારૂ સાથે ઝડપાયો, ફાર્મ હાઉસ પર પોલીસની રેડ
calendar_today January 16, 2026

Vadodara: ઓપરેશન પરાક્રમ હેઠળ ભાજપ કાર્યકર 12.34 લાખના દારૂ સાથે ઝડપાયો, ફાર્મ હાઉસ પર પોલીસની રેડ

વડોદરામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે શાસક પક્ષના જ એક કાર્યકરની ધરપકડથી રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરા તાલુકા પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં ભાજપ કાર્યકર દીપેન ભટ્ટ સહિત ત્રણ શખ્સોને લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.ફિલ્મી ઢબે પીછો કરીને પકડ્યો જથ્થોઘટનાની વિગત એવી છે કે, વડોદરા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે એક બલેનો ગાડીમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓ ગાડી લઈને એક ફાર્મ હાઉસમાં ઘૂસી ગયા હતા. પોલીસે તુરંત જ ફાર્મ હાઉસને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ભાજપ કાર્યકર સહિત 3ની ધરપકડફાર્મ હાઉસ પર પાડવામાં આવેલી આ રેડમાં પોલીસને વિદેશી દારૂની પેટીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વડોદરા ભાજપના કાર્યકર દીપેન ભટ્ટ સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી 'ઓપરેશન પરાક્રમ' હેઠળ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.17.93 લાખનો મુદ્દામાલ કબજેપોલીસે ફાર્મ હાઉસમાંથી અને ગાડીમાંથી કુલ મળીને ₹12.34 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલી બલેનો ગાડી અને અન્ય સાધનો મળીને કુલ ₹17.93 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. સત્તાધારી પક્ષનો કાર્યકર જ આટલી મોટી માત્રામાં દારૂના હેરાફેરીમાં પકડાતા અનેક સવાલો ઉભા થયા છે.આ પણ વાંચો: ટોકરીયા ગામે ઝટકા મશીનના કરંટથી ખેડૂત અને શ્વાનનું કરુણ મોત, બે ખેડૂતો સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward