android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: પાન્છાનો પાંજરા પ્રયોગ, દારૂડિયાઓ માટે ગામ વચ્ચે જેલ જેવી સજા!
calendar_today January 16, 2026

Mehsana: પાન્છાનો પાંજરા પ્રયોગ, દારૂડિયાઓ માટે ગામ વચ્ચે જેલ જેવી સજા!

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું પાન્છા ગામ આજે સમગ્ર રાજ્યમાં આદર્શ બનીને ઉભર્યું છે. દારૂના દૂષણને કારણે ગામના આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવતા, ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સામાજિક બદીને જડમૂળથી ઉખાડવા માટે સરપંચ શાંતાબેન ચૌધરીની આગેવાનીમાં એક વિશેષ રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઐતિહાસિક અને કડક નિર્ણયો લેવાયા છે.દારૂડિયાઓ માટે અનોખી સજા ગામમાં દારૂ ગાળવા, વેચવા કે પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર માટે ગ્રામજનોએ એક અનોખો રસ્તો અપનાવ્યો છે. ગામની વચ્ચે એક ખાસ 'પાંજરું' બનાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે, તો તેને ૧૨ કલાક સુધી આ પાંજરામાં પૂરી રાખવામાં આવશે જેથી તેને સામાજિક ક્ષોભનો સામનો કરવો પડે. ત્યારબાદ તેને પોલીસને હવાલે કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, આ પાંજરું બનાવવા માટેનો ખર્ચ પણ ગ્રામજનોએ લોકફાળા દ્વારા એકત્ર કર્યો છે. વિકાસ તરફ હરણફાળ પાન્છા ગામ માત્ર વ્યસનમુક્તિ જ નહીં, પણ માળખાગત સુવિધાઓમાં પણ બદલાવ લાવી રહ્યું છે. ગામમાં ૨૪ કલાક પાણી મળી રહે તે હેતુથી પંચાયત દ્વારા મીટર પ્રથા દાખલ કરવાનો પ્રગતિશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટમાં પારદર્શિતા લાવવા માટે વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. કડક પગલાં પરિવારોને બરબાદ થતા અટકાવશે સરપંચ શાંતાબેન અને સામાજિક આગેવાનોના મતે, આ કડક પગલાં પરિવારોને બરબાદ થતા અટકાવશે. મહિલાઓ અને વડીલોએ આ નિર્ણયને હર્ષભેર વધાવી લીધો છે. પાન્છા ગામનો આ 'દેશી નુસખો' અને વિકાસ પ્રત્યેની સજ્જતા આજે ગુજરાતના અન્ય ગામડાઓ માટે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડી રહી છે.આ પણ વાંચોઃ Ahmedabada MD: ડ્રગ્સ કેસમાં આરેપી મનીષ તિવારી દોષિત જાહેર, કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

Read Full Story arrow_forward
Rajkot : જેતપુરના ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ, સંમતિ વિના રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વિવાદ
calendar_today January 16, 2026

Rajkot : જેતપુરના ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ, સંમતિ વિના રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વિવાદ

જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. PGVCL દ્વારા વેપારીઓની કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે સંમતિ વિના રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખી વેપારીઓએ PGVCLને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે,30 થી વધુ દુકાનોમાં રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા  જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે 300 જેટલી દુકાનો આવેલી છે. જેમાંથી PGVCL દ્વારા આશરે 30 થી વધુ દુકાનોમાં રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે,. વેપારીઓને કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના અને તેમની સંમતિ લીધા વગર જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અચાનક ભારે વધારો થયો ચાર માળના કોમ્પ્લેક્સમાં તમામ દુકાનોના મીટર નીચે એક જ જગ્યાએ હોવાથી વેપારીઓને સમયસર જાણ પણ થઈ નહોતી,વેપારીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અચાનક ભારે વધારો થયો છે, આથી વેપારીઓ દ્વારા જુના મીટર ફરીથી લગાવી આપવા માગ ઉઠાવવામાં આવી છે,  ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનો આક્ષેપ  ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સંમતિ વગર મીટર લગાવવાની સાથે જૂના મીટર જે લઈ જવામાં આવ્યા તેની પણ કોઈ જાણ કરવામાં આવી નથી,. જો જુના મીટરમાં કોઈ પ્રકારની ખામી કે દંડ લાગશે તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ વેપારીઓએ ઉઠાવ્યો છે. વીજ કનેક્શન રદ કરી દેવાની ધમકી આપી મીટર લગાવવામાં આવ્યા વેપારીઓનો દાવો છે કે લગભગ 15 દિવસ બાદ તેમને ખબર પડી કે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે,જ્યારે આ બાબતે PGVCLમાં સંપર્ક કરતા ત્યાંથી પણ સ્માર્ટ મીટર બાબતે અજાણ હોવાનો જવાબ મળ્યો હોવાનો વેપારીઓનો દાવો છે,. વધુમાં કેટલાક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ મીટર ન લગાવીએ તો વીજ કનેક્શન રદ કરી દેવાની ધમકી આપી મીટર લગાવવામાં આવ્યા હતા, PGVCLમાં વેપારીઓની સાથે સંયુક્ત રજૂઆત કરવામાં આવી  ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.ડી. પટેલે જણાવ્યું હતું કે, વેપારીઓ તરફથી મોટી સંખ્યામાં ફરિયાદો મળ્યા બાદ PGVCLમાં વેપારીઓની સાથે સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે, વેપારીઓની જાણ કે સંમતિ વિના રાતોરાત લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરી ફરીથી જુના મીટર લગાવવા અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે,તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં વેપારીઓ પર બળજબરીથી લગાવવામાં આવ્યા છે. સંબંધીત કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને જરૂરી પગલાં ભરવામાં આવશે સ્માર્ટ મીટર બાબતે PGVCLના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવવાની ફરિયાદ મળતાં સંબંધીત કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને જરૂરી પગલાં ભરવામાં આવશે,જોકે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાલ જુના મીટર ફરીથી લગાવવું શક્ય નથી સાથે જ વેપારીઓને સંતોષ મળે તે માટે સ્માર્ટ મીટરની બાજુમાં ચેક મીટર મૂકીને બિલમાં વધારા અંગે સરખામણી કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે,. જોકે અધિકારીના નિવેદન પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે સ્માર્ટ મીટર હટાવવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી, PGVCL સામે અનેક સવાલો ઊભા થયા મહત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી, છતાં વેપારીઓની જાણ અને સંમતિ વિના મીટર લગાવવામાં આવતા PGVCL સામે અનેક સવાલો ઊભા થયા છે, હવે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી જુના મીટર ફરી લગાવવાની માંગ સામે PGVCL શું પગલાં લે છે તે જોવું મહત્વનું રહેશે. આ પણ વાંચો-----  Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Ahmedabad News: સારંગપુરમાં પાણીની ટાંકી પર JCB કેવી રીતે ચડાવાયું, શું કહે છે તંત્રના અધિકારી?
calendar_today January 16, 2026

Ahmedabad News: સારંગપુરમાં પાણીની ટાંકી પર JCB કેવી રીતે ચડાવાયું, શું કહે છે તંત્રના અધિકારી?

અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવાની કામગીરી કરવામાં આવી છે. વર્ષો જૂની જર્જરીત હાલતમાં રહેલી ટાંકીને તોડવા માટે ટાંકી પર JCB ચડાવવામાં આવ્યું હતું. આ JCB કેવી રીતે પાણીની ટાંકી પર ચડાવાયું તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. સારંગપુરમાં ગીચ અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પાણીની ટાંકી હોવાથી તેને તોડવા માટે કામગીરી ધીમી ગતિએ ચાલતી હતી. છેલ્લા દોઢ માસથી આ કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીને લઈને નાયબ મ્યુનિસિપલ કમિશ્નરે નિવેદન આપ્યું હતું. સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા મુદ્દે DYMCનું નિવેદન અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા મુદ્દે નાયબ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કહ્યું હતું કે, પાણીની ટાંકી જેસીબીની મદદથી તોડાઈ છે. પહેલા આસપાસની દિવાલો તોડવામાં આવી હતી. આ ટાંકી 15 ટન પાણીનું વજન સહન કરી શકે તેમ નહોતુ. 7 થી 8 ટનનું JCB ક્રેનની મદદથી ઉપર ચડાવાયું હતું. સતત ટ્રાફિક હોવાથી પિલ્લર તોડવું શક્ય નહોતુ. સામાન્ય રીતે પીલ્લર તોડી પાણીની ટાંકી ને નીચે બેસાડી દેવામાં આવે છે. આ પણ વાંચોઃ BJP President Election: બીજેપીને 20 જાન્યુઆરીએ મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, પાર્ટીએ નોટિફિકેશન કર્યુ જાહેર

Read Full Story arrow_forward