android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: પતિની ઉશ્કેરણીથી પરિણીતાનું અગ્નિસ્નાન, બચાવવાને બદલે મોબાઈલમાં કેદ કરી વેદના
calendar_today January 16, 2026

Surat: પતિની ઉશ્કેરણીથી પરિણીતાનું અગ્નિસ્નાન, બચાવવાને બદલે મોબાઈલમાં કેદ કરી વેદના

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં માનવાને કંપાવી દેતી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પોતાના પિતાના સતત ત્રાસ અને અપમાનથી કંટાળીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના માત્ર આત્મહત્યાનો કિસ્સો નથી. પરંતુ એક પતિની રાક્ષસી વૃત્તિ અને સંવેદનહીનતાનો પુરાવો પણ છે. પતિએ આત્મહત્યા કરવા ઉશ્કેરી મળતી માહિતી પ્રમાણે મૃતક પરિણીતા અને તેના પતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. પતિ દ્વારા તેને અવારનવાર માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. ઘટનાના દિવસે પણ પતિએ પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેને મારઝૂડ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પતિએ પત્નીને મરવા માટે ઉશ્કેરતા કહ્યું કે, ઘરમાં તેલ પડ્યું છે, જઈને મરી જા. પતિના આવા કડવા શબ્દો અને સતત થતા અપમાનથી અત્યંત આવેશમાં આવી જઈને પરિણીતાએ ઘરના ડીઝલનો ઉપયોગ કરી પોતાના શરીરે આગ ચાંપી દીધી હતી. રુંવાડા ઉભા કરી દે તેવી સંવેદનહીનતા જ્યારે પત્ની આગની જ્વાળાઓમાં લપેટાયેલી હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી, ત્યારે તેને બચાવવાને બદલે તેના પતિએ પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. એક પત્ની મૃત્યુ સામે ઝઝૂમી રહી હતી અને પતિ તે વેદનાને કેમેરામાં કેદ કરી રહ્યો હતો, જે દર્શાવે છે કે સંબંધોમાં કેટલી હદે વિકૃતિ આવી ગઈ છે. પોલીસે પતિની કરી ધરપકડ આ ચકચારી ઘટનાની જાણ થતા જ ઈચ્છાપોર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે મૃતક પરિણીતાના પરિવારની ફરિયાદના આધારે આરોપી પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ પણ વાંચોઃ Mehsana: પાન્છાનો પાંજરા પ્રયોગ, દારૂડિયાઓ માટે ગામ વચ્ચે જેલ જેવી સજા!

Read Full Story arrow_forward
Gandhinagar: મહારાષ્ટ્રમાં BMCમાં ભાજપની મોટી જીત, કમલમ ખાતે ઢોલ નગારા સાથે જીતની ઉજવણી
calendar_today January 16, 2026

Gandhinagar: મહારાષ્ટ્રમાં BMCમાં ભાજપની મોટી જીત, કમલમ ખાતે ઢોલ નગારા સાથે જીતની ઉજવણી

મહારાષ્ટ્રમાં BMC અને અન્ય નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને જીત મળતા ભાજપ અને કેન્દ્ર સરકાર માટે મહત્વપૂર્ણ સંદેશ મળ્યો છે. BMCમાં જીતને “ડબલ એન્જિનની જીત” ગણાવવામાં આવી રહી છે, જે રાજ્યમાં વિકાસ અને સુવ્યવસ્થિત સરકારને જોરદાર ટેકો છે.અનેક આગેવાનો ગાંધીનગર કમલમ ખાતે એકઠા થયા પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને ભાજપના કાર્યકરો સહિત અનેક આગેવાનો ગાંધીનગર કમલમ ખાતે એકઠા થયા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી.  PM નરેન્દ્ર મોદી અને CM દેવેન્દ્રભાઈ ફડણવીસના સંકલ્પને સમર્થન આગેવાનોએ જણાવ્યું કે મહારાષ્ટ્રની જનતાએ PM નરેન્દ્ર મોદી અને CM દેવેન્દ્રભાઈ ફડણવીસના સંકલ્પને સમર્થન આપ્યું છે. ઉદ્ધવ સેના અને કોંગ્રેસની નકારાત્મક માનસિકતાની હાર ભાજપ તરફથી આ જીત ઉદ્ધવ સેના અને કોંગ્રેસની નકારાત્મક માનસિકતાની હાર ગણાવાઇ છે. કાર્યકરો અને સમર્થકો દ્વારા જીતનો ઉત્સાહ ઉત્સવમાં બદલાયો હતો. નેતાઓએ તમામ કાર્યકરો અને સમર્થકોને અભિનંદન આપ્યા પાર્ટી નેતાઓએ તમામ કાર્યકરો અને સમર્થકોને અભિનંદન આપ્યા અને મહારાષ્ટ્રમાં વિકાસની નવી યાત્રા માટે જનતા સાથે જોડાવાની અપીલ કરી.આ પણ વાંચો-----   Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Suratના વરાછાની ગંગેશ્વર સોસાયટીમાં તંત્રની લાલ આંખ, રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી કોમર્શિયલ એક્ટિવિટી
calendar_today January 16, 2026

Suratના વરાછાની ગંગેશ્વર સોસાયટીમાં તંત્રની લાલ આંખ, રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી કોમર્શિયલ એક્ટિવિટી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામે પાલિકા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વરાછા ઝોન દ્વારા ગંગેશ્વર સોસાયટીમાં લાંબા સમયથી ચાલતી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ પર ત્રાટકીને દુકાનો, ગોડાઉન અને એક નર્સરીને સીલ મારી દેવામાં આવ્યા છે.સ્થાનિકોની ફરિયાદ બાદ એક્શન ગંગેશ્વર સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી કે રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીં મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ કામગીરી અને ગોડાઉન ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હતી. આ ફરિયાદને આધારે વરાછા ઝોનના અધિકારીઓએ સ્થળ તપાસ કરી તાત્કાલિક અસરથી સીલિંગની કામગીરી હાથ ધરી હતી. નર્સરીની મંજૂરી સામે સવાલ આ કાર્યવાહી દરમિયાન 'કિંગ પ્લે નર્સરી' સહિતના એકમોને સીલ કરવામાં આવ્યા છે. જોકે, આ નર્સરી સીલ થતાં તંત્રની કામગીરી અને નીતિઓ સામે અનેક સવાલો ઊભા થયા છે, જો આ નર્સરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી, તો તેને અત્યાર સુધી મંજૂરી કોણે આપી? રહેણાંક વિસ્તારમાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટેના નિયમોનું ઉલ્લંઘન કોની રહેમનજર હેઠળ થયું? હવે સૌની નજર શિક્ષણ વિભાગ પર છે. નર્સરી જેવી શૈક્ષણિક સંસ્થાઓ સામેના આ કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) આગામી સમયમાં શું પગલાં લે છે અને જવાબદાર અધિકારીઓ સામે તપાસ થશે કે નહીં, તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward