android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: સોમનાથના શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે, એક વર્ષ સુધી ઉજવાશે સ્વાભિમાન પર્વ
calendar_today January 16, 2026

Gandhinagar News: સોમનાથના શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે, એક વર્ષ સુધી ઉજવાશે સ્વાભિમાન પર્વ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી.આ બેઠકમાં વડાપ્રધાન મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વ રાષ્ટ્રવાદનો મહોત્સવ બન્યો પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો મહોત્સવ બન્યો છે.ઓમકારના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠેલા એક અલૌકિક વાતાવરણ વચ્ચે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા વિશાળ જનમેદની ઉમટી પડી હતી. મંદિરના પટાંગણ, શહેરના માર્ગો, શૌર્ય યાત્રા અને જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનતાએ વડાપ્રધાન પ્રત્યેના અતૂટ પ્રેમ અને વિશ્વાસની પ્રતીતિ કરાવી હતી. નાગરિકોના આ અભૂતપૂર્વ ઉત્સાહની આજે કેબિનેટે ગૌરવભેર નોંધ લીધી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય આ પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું કે, સોમનાથ મંદિરની દિવ્યતા તથા તેના રક્ષણ માટે બલિદાન આપનાર શૂરવીરોનું ગૌરવગાન અને મંદિરના સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે વડાપ્રધાને આગામી એક વર્ષ સુધી સમગ્ર દેશમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.આ સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં ભક્તિમય અને દેશભક્તિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.રાજ્યના વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ખાતે માત્ર 4 થી 5 દિવસના અત્યંત ટૂંકા સમયગાળામાં ચોકસાઈથી સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતેથી મેટ્રોના નવા રૂટના શુભારંભ રાજ્ય સરકારની ગતિશીલતા અને કાર્યક્ષમતામાં થયેલો વધારો આ સફળ આયોજન દ્વારા સાબિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર કેબિનેટે આ ભવ્ય સફળતા પાછળ દિવસ-રાત મહેનત કરનાર વહીવટી તંત્રની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ગીર સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ, રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ, અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને સાબરમતી આશ્રમ તેમજ ગાંધીનગર ખાતે જર્મનીના ફેડરલ ચાન્સેલર સાથે દ્વિપક્ષીય બેઠક અને મહાત્મા મંદિર ખાતેથી મેટ્રોના નવા રૂટના શુભારંભ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.આ પણ વાંચોઃ Halvad: સાપકડામાં પ્રેમ પ્રકરણમાં શ્રમિક યુવાનનો આપઘાત, 18 વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Mehsana News: મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે 17 અને 18 જાન્યુઆરીએ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે
calendar_today January 16, 2026

Mehsana News: મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે 17 અને 18 જાન્યુઆરીએ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આગામી 17અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે. આ મહોત્સવ બંને દિવસ સાંજે ૦૬:૩૦ વાગ્યાથી શરૂ થશે અને કલા રસિકોને શાસ્ત્રીય નૃત્યરસનું પાન કરાવશે. મોઢેરાના પ્રાંગણમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યોનું આયોજન ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે ઓડીસી, ભરતનાટ્યમ, કથ્થક, મણીપુરી, કુચિપુડી, કથકલી અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્ય પ્રકારના વિશ્વવિખ્યાત કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરાશે. મહોત્સવના પ્રથમ દિવસે, એટલે કે તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ, કલાકાર રમીન્દર ખુરાના (ઓડીસી), મીનાક્ષી શ્રીયન (ભરતનાટ્યમ), માયા કુલશ્રેષ્ઠા (કથ્થક), પેરી કૃષ્ણ હર્ષિતા (ભરતનાટ્યમ), ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય (મણીપુરી) અને બીના મહેતા (કુચિપુડી) દ્વારા તેમની કલા રજૂ કરવામાં આવશે. ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિતીય દિવસે ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિતીય દિવસે, તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કલાકાર મનિકંદન એ. (કથકલી), ખુશ્બુ પંચાલ (કથ્થક), જુગનુ કીરણ કપાડીયા (ભરતનાટ્યમ), ડૉ. માધુરી મજમુદાર (કુચિપુડી), ડૉ.ડિમ્પલ સાઇકિયા (સતરીયા), પુષ્પિતા મિશ્રા (ઓડીસી) અને આર્યા નંદે (ઓડીસી) દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરીને કલા રસિકોને નૃત્યરસ પાન કરાવશે. સૂર્યમંદિરની પ્રાચીન પરંપરાને જીવંત રાખતો ઉત્સવ ઉત્તરાયણના ઉત્સવ પછી જ્યારે સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો થવાની શરૂઆત થતી હોય, તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ભવ્ય પ્રાંગણની પૃષ્ઠભૂમિમાં આ મહોત્સવની ઉજવણી ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને દર્શાવે છે. આ પણ વાંચોઃ Gandhinagar News: સોમનાથના શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે, એક વર્ષ સુધી ઉજવાશે સ્વાભિમાન પર્વ

Read Full Story arrow_forward
Panchmahal : બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન, બાળ અત્યાચાર અને સગીરાઓની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ
calendar_today January 16, 2026

Panchmahal : બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન, બાળ અત્યાચાર અને સગીરાઓની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ‘બાળ અધિકાર અને બાળ વિવાહ મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ગોધરા ખાતે ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, સાંસદ રાજપાલ સિંહ જાદવ, અને ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ વર્કશોપ માત્ર ચર્ચાનું કેન્દ્ર બનવાને બદલે અધિકારીઓની કાર્યશૈલી પરના સવાલોને કારણે ગાજ્યો હતો.અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા વર્કશોપ દરમિયાન મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે જાહેરમાં અધિકારીઓને આડે હાથે લેતા જણાવ્યું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વહીવટી તંત્ર ઉદાસીન છે. ખાસ કરીને મોરવા હડફના ગામડાઓમાં બાળ પોષણની યોજનાઓનો લાભ મળતો નથી તેવી ફરિયાદોનો ઉલ્લેખ કરી તેમણે અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ, સાંસદ રાજપાલ સિંહ જાદવે સૂચન કર્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો માત્ર એસી હોલ કે શહેરો પૂરતા મર્યાદિત ન રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં યોજવા જોઈએ, જ્યાં તેની ખરેખર જરૂર છે. બાળ અત્યાચાર અને સગીરાઓની સુરક્ષા પર સવાલ જ્યારે રાજ્યમાં વધી રહેલા બાળ અત્યાચારના બનાવો અને પંચમહાલમાં સગીરાઓના ગર્ભવતી થવાના ચિંતાજનક આંકડાઓ અંગે 'સંદેશ' દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે બચાવની મુદ્રામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે આયોગ દરેક જિલ્લામાં સતર્ક છે, પરંતુ આવા બનાવો રોકવા માટે માત્ર આયોગ નહીં, પણ સામાજિક જવાબદારી અને સામાજિક સંગઠનોનો સાથ અનિવાર્ય છે. સગીરાઓના ગર્ભવતી થવાના ગંભીર મુદ્દે પણ તેમણે સામાજિક સુધારા પર ભાર મૂક્યો હતો. આમ, આ વર્કશોપ બાળ સુરક્ષાના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈને ઉજાગર કરનારો બની રહ્યો હતો. આ પણ વાંચોઃ Surat: પતિની ઉશ્કેરણીથી પરિણીતાનું અગ્નિસ્નાન, બચાવવાને બદલે મોબાઈલમાં કેદ કરી વેદના

Read Full Story arrow_forward