android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, સેન્ટેરિયન વિસ્ટાના ધાબા પર હજુ પણ બિયરની ખાલી બોટલોનો ખડકલો
calendar_today January 16, 2026

Ahmedabad News : સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, સેન્ટેરિયન વિસ્ટાના ધાબા પર હજુ પણ બિયરની ખાલી બોટલોનો ખડકલો

અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગમાં યોજાયેલી દારૂની મહેફિલ મામલે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસની તપાસ પૂર્ણ થઈ હોવાના દાવા છતાં, બિલ્ડિંગના ધાબા પર હજુ પણ બિયરની ખાલી બોટલો, ખાલી પેટીઓ અને દારૂના બોક્સના ખડકલા જોવા મળ્યા હતા. આ પુરાવાઓ સ્પષ્ટ કરે છે કે અહીં મોટા પાયે નશાની મહેફિલ જામી હતી, જે સંદેશના કેમેરામાં કેદ થઈ ગઈ છે.ખાખીની બેવડી નીતિ આ કેસમાં પોલીસની બેવડી નીતિ પણ ખુલ્લી પડી છે. મહેફિલ પર દરોડા દરમિયાન પોલીસ માત્ર પુરુષો વિરુદ્ધ કાર્યવાહી કરતી જોવા મળી હતી. વાયરલ થયેલા વીડિયોમાં અનેક મહિલાઓ પણ આ પાર્ટીમાં હાજર હોવાનું સ્પષ્ટ દેખાય છે, તેમ છતાં પોલીસે એક પણ મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો નથી કે તેમની અટકાયત કરી નથી. સામાન્ય રીતે નિયમ મુજબ સ્થળ પર હાજર તમામ વ્યક્તિઓની મેડિકલ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ અહીં પોલીસે મહિલાઓને કયા આધારે છોડી મૂકી તે મોટો પ્રશ્ન છે.પોલીસ તપાસના દાવા પોકળ? સામાન્ય સંજોગોમાં પોલીસ મેડિકલ તપાસ બાદ જો કોઈએ દારૂ ન પીધો હોય તેને છોડતી હોય છે, પરંતુ આ કિસ્સામાં મહિલાઓને મેડિકલ પ્રોસેસ વિના જ જવા દેવાતા પોલીસની નિષ્પક્ષતા પર સવાલો ઉઠી રહ્યા છે. હાઈ-પ્રોફાઈલ નબીરાઓની આ પાર્ટીમાં પોલીસ કોઈ દબાણ હેઠળ કામ કરી રહી છે કે કેમ, તે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થળ પર હજુ પણ પડી રહેલા પુરાવાઓ પોલીસની તપાસની ગુણવત્તા પર પણ સવાલિયા નિશાન ઉભા કરે છે.આ પણ વાંચો : Porbanadar માં શિક્ષણ જગતની મોટી બેદરકારી, કોલેજની ભૂલને કારણે 42 MBA વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત

Read Full Story arrow_forward
Junagadh News: મગફળી પલળી જતા જગતના તાતે જીવન ટૂંકાવ્યું
calendar_today January 16, 2026

Junagadh News: મગફળી પલળી જતા જગતના તાતે જીવન ટૂંકાવ્યું

જગતનો તાત ગણાતો ખેડૂત આજે ફરી એકવાર કુદરતી આફત અને આર્થિક ચિંતા સામે હારી ગયો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામમાં એક ખેડૂતે ખેતીમાં થયેલા નુકસાનથી હતાશ થઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.નુકસાન સહન ન કરી શક્યા ધરતી પુત્ર ઘટનાની મળતી માહિતી અનુસાર, લોએજ ગામના ખેડૂતે ચાલુ સિઝનમાં ભારે મહેનત કરીને મગફળીનો પાક તૈયાર કર્યો હતો. જોકે, કમોસમી વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર ખેતરમાં રહેલી મગફળીનો જથ્થો પલળી ગયો હતો. વર્ષભરની મહેનત પાણીમાં જતી જોઈ ખેડૂત ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. લાખો રૂપિયાનું નુકસાન અને માથે દેવું થવાની ભીતિએ તેમને માનસિક રીતે તોડી નાખ્યા હતા. ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું મગફળી પલળી જવાની ચિંતામાં ને ચિંતામાં આ ખેડૂતે અંતે આત્યંતિક પગલું ભર્યું હતું. તેમણે પોતાના ઘરે જ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ગળી લીધા હતા. જેની જાણ થતા જ પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.https://x.com/sandeshnews/status/2012058952004223372 પરિવારમાં શોકનું મોજું એક હસતા-રમતા પરિવારનો મોભી ચાલ્યો જતાં લોએજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ખેડૂતોની સુરક્ષા અને ખેત પેદાશોના વીમા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Junagadh News: સગા મામાએ લૂંટી સગીર ભાણીની લાજ

Read Full Story arrow_forward
Gandhinagar News : જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ, વાંચો Inside Story
calendar_today January 16, 2026

Gandhinagar News : જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ, વાંચો Inside Story

જીવાણુઓ ઉપર અદ્યતન સંશોધન, અસરકારક સારવારના વિકાસ, રોગચાળા સામે ઝડપી પ્રતિક્રિયા આપી રાજ્ય અને રાષ્ટ્રની બાયો સિક્યુરિટીને બનાવશે મજબૂત, છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોના સમયે તમામ લોકોના સેમ્પલની તપાસ કરવા માટે આપણે ભારતની એકમાત્ર પૂણે સ્થિત બી.એસ.એલ.-4 લેબનો ઉપયોગ કર્યો હતો. જોખમી વાયરસ પર સંશોધન કરવા માટે દેશમાં અદ્યતન લેબોરેટરીની વિશેષ જરૂરિયાત COVID-19 મહામારી દરમિયાન, દેશને વિવિધ પ્રકારના એવા રોગકારક સંક્રામક સૂક્ષ્મજીવોને સમજવા માટે બાયોસેફ્ટી કન્ટેઇનમેન્ટ સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાતનો સામનો કરવો પડયો હતો,જેમના માટે કોઈ રસી અથવા સારવાર ઉપલબ્ધ ન હતી. COVID-19 ઉપરાંત, ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ (માનવમાં) અને લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ (પશુઓમાં) જેવા રોગો જોવા મળ્યા છે, જે બંને માટે બાયોસેફ્ટી લેવલ - 3 (BSL-3) અને તેથી ઉપરની સુવિધાઓ જરૂરી છે. અત્યંત જોખમી વાયરસ પર સંશોધન થઈ શકે છે ક્રિમિયન-કોન્ગો હેમરેજિક ફીવર (CCHF),લમ્પી, ચાંદીપુરા અને નિપાહ જેવા વાયરસના ખતરાને જોતા, અત્યંત જોખમી વાયરસ પર સંશોધન કરવા માટે દેશમાં અદ્યતન લેબોરેટરીની વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે. આ દિશામાં ગુજરાતે દેશમાં અગ્રેસર થઈ રાષ્ટ્રની દ્વિતીય અને ગુજરાતની પ્રથમ બી.એસ.એલ.-4 ફેસીલીટીના નિર્માણની દિશામાં વેગ પકડયો છે. ગુજરાતમાં આગામી સમયમાં પ્રથમ અદ્યતન બાયો કન્ટેનમેન્ટ ફેસીલીટી અંતર્ગત એનિમલ બાયોસેફ્ટી લેવલ ફેસીલીટી (ABSL)તેમજ બાયોસેફ્ટી લેવલ-4(BSL-4) લેબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમજીએ BSL-4 શું છે? બાયોસેફ્ટી લેવલ-4 (BSL-4) એ જૈવિક સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર છે. આ લેબમાં અત્યંત ચેપી અને જીવલેણ, હવા દ્વારા સરળતાથી ફેલાઈ શકે તેવા વાયરસ અથવા બેક્ટેરિયા પર કામ કરવામાં આવે છે, જેની કોઈ રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ ન હોય. ગુજરાતમાં સરકાર હસ્તકના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા ગાંધીનગર ખાતે સેક્ટર -28 માં સ્થિત એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની બાજુમાં 14.21 એકર જમીનમાં આ અત્યાધુનિક લેબ વિકસાવવામાં આવી રહી છે. આ ફેસિલિટીમાં 271.90 ચો.મીમાં BSL-4 અને ABSL-4 પ્રયોગશાળા, 304.63 ચો.મીમાં BSL-3 અને BSL-3 ISO7 પ્રયોગશાળા તથા 407.91 ચો.મીમાં ABSL-3 તથા 898.19 ચો.મીમાં BSL-2 અને BSL-2 ISO7 પ્રયોગશાળા તથા ઇફ્લુએન્ટ ડી કન્ટમીનેશન અને અન્ય સપોર્ટ ફેસીલીટીસનુ નિર્માણ કરવામાં આવશે. લેબની મુખ્ય વિશેષતાઓ BSL-4 લેબમાં સુરક્ષાના અનેક સ્તરો હોય છે. આ લેબમાં વીજળી, પાણી અને હવાના નિકાલ માટે બેકઅપ સિસ્ટમ હોય છે જેથી કોઈ પણ સંજોગોમાં વાયરસ બહાર ન જઈ શકે. 01-સંપૂર્ણ એરટાઈટ સિસ્ટમ: આ લેબમાંથી હવા બહાર નીકળતા પહેલા અનેક ફિલ્ટર્સ (HEPA Filters) માંથી પસાર થાય છે, જેથી વાયરસ પર્યાવરણમાં ન ફેલાય. 02-પોઝિટિવ પ્રેશર સૂટ: અહીં કામ કરતા વૈજ્ઞાનિકો ખાસ પ્રકારના 'સ્પેસ સૂટ' જેવા પોશાક પહેરે છે, જેમાં ઓક્સિજનનો સપ્લાય અલગથી હોય છે. 03-ડિકન્ટેમિનેશન શાવર: લેબમાં પ્રવેશતા અને બહાર નીકળતી વખતે વૈજ્ઞાનિકોએ ખાસ કેમિકલ શાવરમાંથી પસાર થવું પડે છે. 04-લેબમાંથી નીકળતો કોઈપણ કચરો (પ્રવાહી કે ઘન) સીધો ગટરમાં જઈ શકતો નથી. આ માટે Effluent Decontamination System (EDS)નો‌ ઉપયોગ કરવામાં આવે છે. લેબના સિંક કે શાવરમાંથી નીકળતું પાણી મોટા ટેન્કમાં જાય છે જ્યાં તેને ઊંચા તાપમાને ઉકાળીને નિર્જંતુક કરવામાં આવે છે. તો ઘન કચરાને ડબલ-ડોર ઓટોક્લેવ મશીનમાં અત્યંત ઊંચા દબાણ અને વરાળ (Steam) દ્વારા સાફ કરવામાં આવે છે. લેબ દ્વારા આઇસોલેશન, સિકવન્સીગ, ટેસ્ટીગ અને વેક્સિનના સ્તરે સંશોધનો કરવામાં આવશે આ લેબ કાર્યરત થતાં ઝડપી નિદાન શક્ય બનશે. અજાણ્યા વાયરસના હુમલા સમયે નમૂનાઓને પુણે (NIV) મોકલવાને બદલે ગુજરાતમાં જ ઝડપથી તપાસી શકાશે. નવા વાયરસ સામેની રસી અને એન્ટી-વાયરલ દવાઓ બનાવવા માટે આ લેબ પાયાની જરૂરિયાત તરીકે કાર્ય કરશે. આ સાથે પશુઓમાંથી માણસોમાં ફેલાતા (Zoonotic) રોગો પર દેખરેખ રાખી શકાશે. ગુજરાતમાં BSL-4 લેબની સુવિધા મળવાથી રાજ્ય માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બાયો-મેડિકલ રિસર્ચનું હબ બનશે. આ લેબ ભવિષ્યના સંભવિત રોગચાળા સામે લડવા માટે આપણું સૌથી મોટું શસ્ત્ર સાબિત થશે. આ લેબ માત્ર વાયરસ જ નહીં, પણ 'બાયો-ટેરરિઝમ' (જૈવિક હુમલા) જેવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ભારતની બાયોસિક્યુરિટીમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પણ વાંચો : Navsari News : નવસારીના સ્થાનિકોને મળી ભેટ, રૂ.112 કરોડના ખર્ચે નવા ડ્રેનેજ નેટવર્કથી 25 હજારથી વધુ લોકોને લાભ થશે

Read Full Story arrow_forward