android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad:ગુજરાતના 1 લાખ જેટલા ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં મળ્યા નથી
calendar_today January 14, 2026

Ahmedabad:ગુજરાતના 1 લાખ જેટલા ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં મળ્યા નથી

ગુજરાતના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે પરંતુ એકથી દોઢ મહિનો થવા આવ્યો તેમ છતાં એક લાખ જેટલા ખેડૂતોને નાણાં મળ્યા નથી, રાજ્ય સરકારના કૃષિ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તેના સાતમા દિવસે મગફળીના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે, પરંતુ ખેડૂતોને હજુ નાણાં મળ્યા નથી, આ સંદર્ભે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સાત દિવસમાં ખેડૂતોને નાણાં નહિ મળે તો લડત લડવામાં આવશે.ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર ખેડૂતો સાથે રમત રમી રહી હોવાના આક્ષેપ કરાયા છે, ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 200 મણ મગફળી ખરીદી કરવામાં આવતી હતી, તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે, ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તેના સાતમા દિવસે મગફળીના નાણાં ખેડૂતના ખાતામાં જમા થઈ જશે તેવો વાયદો કરાયો હતો પરંતુ અત્યારે રાજ્યના એક લાખ કરતા વધારે ખેડૂતોને દોઢેક મહિના પછીયે નાણાં મળ્યા નથી. ખેડૂતો ટેકાના કેન્દ્ર પર પાંચ પાંચ વખત આંટા મારી આવ્યા છે, બેંકમાં ધક્કા ખાઈને થાકી ગયા છે તેમ છતાં એવા જવાબ મળે છે કે, ઉપરથી નાણાં જમા થાય ત્યારે તમારા ખાતામાં આવી જશે. કિસાન કોંગ્રેસે દાવો કર્યો છે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, નાફેડનું પોર્ટલ કામ કરતું નથી એટલે મોડું થાય છે. સાત દિવસમાં ખેડૂતના ખાતામાં નાણાં જમા થાય તેની જવાબદારી સરકારની છે, પોર્ટલ કામ કરતું નથી તેનાથી ખેડૂતોને કોઈ લેવાદેવા નથી, સરકારના કૃષિમંત્રી સાત દિવસમાં નાણાં આપવાની વાત કરે ત્યારે દોઢ મહિને પણ નાણાં મળ્યા નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:રહેણાંક-વ્યાપારી હેતુના 11 પ્લોટના વેચાણથી 916 કરોડ એકત્રિત થયા
calendar_today January 14, 2026

Ahmedabad:રહેણાંક-વ્યાપારી હેતુના 11 પ્લોટના વેચાણથી 916 કરોડ એકત્રિત થયા

શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસીડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ ધરાવતા 11 પ્લોટની હરાજીથી વેચાણ કરવાને પરિણામે AMCને રૂ. 916 કરોડ, 32 લાખની આવક થઈ છે. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા તા. 6 ડિસેમ્બર, 2025ના રોજ 15 પ્લોટ ઈ- ઓક્શનથી વેચાણ કરવા માટે ટેન્ડર જારી કરીને ઓફર મંગાવાઈ હતી અને તે પૈકી તા.12 જાન્યુઆરી, 2026 સુધીમાં 11 પ્લોટનું વેચાણ કરાયું છે.AMC દ્વારા 15 પ્લોટના વેચાણ મારફતે રૂ. 811 કરોડ, 87 લાખની આવક થવાની ધારણા રાખવામાં આવી હતી અને તેની સરખામણીએ રૂ. 916 કરોડ, 32 લાખની આવક થવાને પરિણામે AMCને રૂ. 104 કરોડ, 45 લાખની વધુ આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા હરાજી કરાયેલા પ્લોટો પૈકી બોડકદેવના પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,80,000ની અપસેટ વેલ્યુની સરખામણીએ રૂ. 3,10,000નો ભાવ આવ્યો છે. સરખેજ- મકરબા- ઓકાફના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 1,10,000ની અપસેટ વેલ્યૂની તુલનાએ રૂ. 2,18,000ની બોલી બોલાઈ છે. આમ, સરખેજ- મકરબા-ઓકાફના પ્લોટ માટે બમણો ભાવવધારો મળ્યો છે. AMC દ્વારા સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં પ્લોટોના વેચાણ મારફતે પ્રાપ્ત થતી આવકનો શહેરીજનોને પાણી, ડ્રેનેજ , સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, રસ્તા, ફ્લાયઓવર, ગાર્ડન, જાહેર પરિવહન સહિતની સુવિધાઓ પૂરી પાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:રાજ્યમાં ટ્રાન્સપોર્ટ પોર્ટલ બંધ રહેતા 13મીએ આખી રાત નવા વાહનોનું રજિસ્ટ્રેશન ચાલ્યું
calendar_today January 14, 2026

Ahmedabad:રાજ્યમાં ટ્રાન્સપોર્ટ પોર્ટલ બંધ રહેતા 13મીએ આખી રાત નવા વાહનોનું રજિસ્ટ્રેશન ચાલ્યું

રાજ્યના વાહનવ્યવહાર વિભાગના પોર્ટલમાં છેલ્લા બે દિવસથી નવા વાહનનો RTO ટેક્સ નહીં ભરાવવાના લીધે 15મી જાન્યુઆરથી વાહનની ડિલિવર અટકી જવાની વાહન ડિલરોમાં ચિંતા જોવા મળી હતી. વાહનવ્યવહાર વિભાગની ઘોર બેદરકારીના પાપે રાજ્યમાં 275 કરોડની કિંમતના 14000થી વધુ વાહનોની ડિલિવરી અટકવાનો અંદાજ હતો. પરંતુ 13મી જાન્યુઆરી સાંજે પોર્ટલ ફરી એક્ટિવ થતાં આખી રાત નવા વાહનના રજિસ્ટ્રેશની કામગીરી ચાલી હતી. જેના લીધે વાહન ડિલરોના કર્મચારીઓની ઉતરાયણમાં અવરોધ જોવા મળી રહ્યો હતો. વાહન ડીલરો પણ કંટાળી ગયા હતાં અને રજામાં બહારગામ જવાના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડયો હતો.રાજ્યમાં કમૂળતાના એક મહિના પછી ડિલિવરીના મુહૂર્ત સમયે ટ્રાન્સ્પોર્ટ વિભાગના પોર્ટલમાં છેલ્લા બે દિવસથી ખામી સર્જાઇ હોવા છતાં તંત્ર કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગતું હતું. ઉતરાયણના પર્વના લીધે વાહન ડિલરો અને તેઓનો સ્ટાફ 13મી સાંજ સુધીમાં કામગીરી પૂરી કરીને વહેલા ઘરે જવાના મુડમાં હતાં. પરંતુ છેલ્લા બે દિવસથી બંધ પોર્ટલથી કર્મચારીઓની રજાના મૂડમાં પાણી ફરી વળ્યું હતું. 13મી જાન્યુઆરીના રોજ સાંજે પોર્ટલ શરૂ થતાં કર્મચારીઓ કામે લાગી ગયા હતાં. ઘણાં મોટા વાહન ડીલરોના ત્યાં આખી રાત રજિસ્ટ્રેશનથી લઇ ટેક્સ ભરવાની કામગીરી ચાલી હતી. જેના લીધે વાહન ડીલરો અને તેઓના સ્ટાફ પણ અકળાઇ ગયો હતો. વાહન ડીલરોએ કહ્યું કે, છેલ્લા બે દિવસથી વાહનવ્યવહારનું પોર્ટલ બંધ રહેતા RTO ટેક્સ ભરી શકાતો નથી. ટેક્સ નહીં ભરાવાના કારણે વાહન રજિસ્ટ્રેશન થતું નહતું, રેગ્યુલર નંબર પડી શકતો નહતો અને તેના લીધે HSRP પણ બની શક્તી નહતી. આવી સ્થિતિમાં સમયસર મુર્હતમાં ડિલિવરી કરવી અસંભવ હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward