android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad:આજે પતંગરસિયાઓ ધાબે પતંગ ઉડાડશે, પેચ લડાવી ઊંધિયું-જલેબીની જ્યાફત પણ માણશે
calendar_today January 14, 2026

Ahmedabad:આજે પતંગરસિયાઓ ધાબે પતંગ ઉડાડશે, પેચ લડાવી ઊંધિયું-જલેબીની જ્યાફત પણ માણશે

આવતીકાલે 14 જાન્યુઆરી...ઉત્તરાયણ...સમગ્ર ગાંધીનગર શહેર અને જિલ્લો પતંગની મજા માણશે. સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. પતંગ ઊડશે, કપાશે અને લૂંટાશે..આ ત્રણેયની મજા ગાંધીનગરના નાગરિકો ઊઠાવશે. સાથે સાથે ઊંધિયું-જલેબીની જ્યાફત પણ માણશે.પતંગ-દોરી મોંઘા છે. એટલે ઘણા લોકો પોતાના ખિસ્સા પ્રમાણે પણ ખરીદી કરી રહ્યા છે. મકાનના ધાબા આવતીકાલે પતંગ રસિયાઓથી ઊભરાશે. વર્ષમાં 363 દિવસ ફ્લેટ, મકાનના ધાબા સૂમસામ રહેતા હોય છે. માત્ર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આ બે જ દિવસ લોકો પોતાના મકાનના ધાબા પર પસાર કરતા હોય છે. લોકોએ ઉત્તરાયણના પર્વને લઈને પોતાના મકાનના ધાબાની સાફસફાઈ પણ કરાવી લીધી છે. આજે મોડી રાત સુધી પતંગ-દોરી ઉપરાંત ગોગલ્સ, ગુંદરપટ્ટી, પીપૂડા સહિતની એસેસરિઝની ખરીદી બજારમાં જોવા મળી હતી. જે પતંગ બજારમાં અત્યારસુધી ખરીદી નહોતી, ત્યાં મોડીરાત સુધી ચહલપહલ રહી હતી. આજે કતલની રાત... પતંગની કિન્ના બાંધવામાં પસાર થશે. ધાબા પર ડીજે મ્યુઝિક સિસ્ટમ ગોઠવવાથી લઈને અન્ય તૈયારીઓમાં રાત પસાર કરવાની પદ્ધતિમાં હજુપણ કોઈ બદલાવ નથી આવ્યો. આવતીકાલે દિવસભર એય કાપ્યો છે, લૂંટયો છે...લપેટ..લપેટ જેવી ચિચીયારીઓ સાંભળવા મળશે. પતંગને ઢીલ દેવાના સૂર સાંભળવા મળશે. ઉત્તરાયણ-મકરસંક્રાતિના પર્વમાં દાન-પૂણ્યનો પણ મહિમા હોય છે. ગાયને લીલો ચારો નીરશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa:મેફેડ્રોનના સપ્લાયર અને પેડલર મળીને ચારની ધરપકડ કરાઈ
calendar_today January 14, 2026

Modasa:મેફેડ્રોનના સપ્લાયર અને પેડલર મળીને ચારની ધરપકડ કરાઈ

અરવલ્લી જિલ્લા પોલીસે થોડા દિવસ પહેલાં મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં કારમાંથી બે શખ્સોને મેફેડ્રોન માદક પદાર્થ સાથે ઝડપી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછમાં કડીઓ મળ્યા બાદ જિલ્લા પોલીસે મેફેડ્રોનના સપ્લાયર અને પેડલર મળી વધુ ચાર શખ્સોને ઝડપીને તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સોમાં ત્રણ મોડાસાના અને એક અમદાવાદના જુહાપુરાનો રહીશ હોવાનો ખુલાસો થયો છે.મોડાસા ગ્રામ્યમાં તાજેતરમાં કારમાં આવતા બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે તેમની પૂછપરછ કરતાં બન્ને આરોપીઓ આ માદક પદાર્થ મોડાસા અને અમદાવાદથી લાવ્યાનો ખુલાસો થયો હતો. આ માદક પદાર્થ મેફેડ્રોનના સપ્લાયર અને પેડલર મળી વધુ ચારને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જુહાપુરાના મોહંમદ અટવારીઅકીબ હનીફ મોડાસાના અબ્દુલકરીમ ભાઇલા ફિરોજ સુથાર એમ ફૈઝાન યુનુસ સાબલીયાનો સમાવેશ થાય છે. તમામ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana:મનપાએ ગુમાસ્તાધારા લાઇસન્સ અને કર્મીઓની નોંધણી અંગે સરવે હાથ ધર્યો
calendar_today January 14, 2026

Mehsana:મનપાએ ગુમાસ્તાધારા લાઇસન્સ અને કર્મીઓની નોંધણી અંગે સરવે હાથ ધર્યો

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પાલિકાની આવકમાં વધારો કરવા તેમજ તંત્રના ચોપડે અધિકૃત વ્યવસાય કે ધંધો કરતા અને કર્મચારીઓની નોંધણી ન કરાવનાર એકમોને શોધી કાઢી કાર્યવાહી કરવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પહેલા તંત્રના ચોપડે ન નોધાયેલા ભૂતિયા કોમર્શિયલ એકમોને શોધી તેમને નોટિસ આપવામાં આવી હતી. તો હવે વિવિધ પેઢી પર રાખવામાં આવેલ નોકરિયાત માણસોની તંત્રમાં નોંધણી ન કરાવી કર્મચારી કર ન ભરતા એકમોને શોધી તેમની સામે કાર્યવાહી કરવા પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી સમગ્ર શહેરમાં આ પ્રકારે સર્વે કે તપાસની કામગીરી ન થઈ હોઈ એકાએક આ કામગીરી કરવા માટે ગુમાસ્તાધારા શાખા દ્વારા સેનેટરી શાખાના કાર્મચારીઓનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. જેમાં સેનેટરી શાખાના કર્મચારીઓ દ્વારા શહેરમાં ઠેર ઠેર ફરીને વિવિધ દુકાનો અને પેઢીઓ પર જઈને પેઢીનું નામ, તેમની પાસે ગુમાસ્તાધારાનું લાયસન્સ છે કે નહિ અને હોય તો તેનો નોંધણી નમ્બર તેમજ તે વ્યસવાય સાથે જોડાયેલ કર્મચારીઓની સંખ્યા અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward