android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad:વટવામાં સામાન્ય બાબતે યુવકે પત્ની સાથે મળી પાડોશી મિત્ર પર ચપ્પાથી હુમલો કર્યો
calendar_today January 14, 2026

Ahmedabad:વટવામાં સામાન્ય બાબતે યુવકે પત્ની સાથે મળી પાડોશી મિત્ર પર ચપ્પાથી હુમલો કર્યો

વટવા વિસ્તારમાં એક યુવકને તેના મિત્ર અને પત્નીએ સાથે મળી ચપ્પાના ઘા મારતા યુવકે પોલીસ સ્ટેશનમાં દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે.વટવાના ઇન્સાનિયતનગરમાં 31 વર્ષીય તસ્લીમહુસેન શેખ ઈલેક્ટ્રિક રિપેરિંગનું કામકાજ કરે છે. તસ્લીમની બાજુમાં તેનો મિત્ર અકરમબેગ રહે છે. અકરમબેગ ભંગારનું કામકાજ કરતો હોવાથી તેણે લોડિંગ ટેમ્પાની જરૂરીયાત રહેતી હોવાથી તસ્લીમને કહ્યું હતું. તસ્લીમનો અન્ય મિત્ર લોડીંગ રિક્ષા, ટેમ્પો જેવા વ્હીકલો સસ્તા ભાડે આપતો હોય છે. જેથી તસ્લીમે અકરમબેગને ભાડેથી લોંડીગ ટેમ્પો લઇ અપાવ્યો હતો. અકરમબેગ ભંગાર ભરીને કામ અર્થે નિકળ્યા હતા, તે સમયે પોલીસે રોકીને ડોક્યુમેન્ટ માંગતા જરૂરી પુરાવા મળી ન આવતા ટેમ્પો ડિટેઇન કર્યો હતો. તસ્લીમે તેને રિક્ષા છોડાવી આપવા અને દંડની રકમ ભરવા માટે કહ્યુ તો અકરમબેગે ઝઘડો કર્યો હતો. ગત. 7 જાન્યુઆરીએ તસ્લીમ અને તેની પત્ની બન્ને ચાલવા નિકળ્યા હતા ત્યારે અકરમબેગ અને તેની પત્નીએ શેના પૈસા માટે ઝઘડો કરો છો તેમ કહીને તસ્લીમ સાથે બબાલ કરીને ચપ્પાનો ઘા માર્યો હતો. લોકોનું ટોળું ભેગુ થઇ જતા બન્ને ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે તસ્લીમે વટવા પોલીસ સ્ટેશનમાં અકરમબેગ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ મહાત્મા મંદિર ખાતે કચરો ખડકી દેતાં રૂ. 40 હજારનો દંડ
calendar_today January 14, 2026

Ahmedabad:ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ મહાત્મા મંદિર ખાતે કચરો ખડકી દેતાં રૂ. 40 હજારનો દંડ

મહાત્મા મંદિર ખાતે ગઈકાલે PM અને જર્મન ફેડરલ ચાન્સેલરના કાર્યક્રમને લઈને ડેકોરેશનની જવાબદારી જે એજન્સીને સોંપાઈ હતી, તે ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ કાર્યક્રમ બાદ ડેકોરેશનમાં ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી અને ફૂલ સહિત તમામ કચરાનો જાહેરમાં અયોગ્ય રીતે નિકાલ કરીને મહાત્મા મંદિર ખાતે જ ગંદકીનું સામ્રાજ્ય સર્જી દીધું હતું. જેને લઈ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા એજન્સી પાસેથી 40 હજારનો દંડ તાત્કાલિક અસરથી વસૂલાયો હતો.મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ સંપન્ન થઈ ગયા બાદ ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ કોઈપણ જાતની પરવા કર્યા વિના કચરાનો જાહેરમાં નિકાલ કરીને ગંદકી ફેલાવતા કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. ડેકોરેશન સહિતની જવાબદારી ઈવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી સંભાળતી આઈવી ઑરા સંસ્થાને સોંપવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થવા સાથે આ એજન્સીએ કોઈપણ જાતનો વિચાર કર્યા વિના મહાત્મા મંદિરમાં ડેકોરેશનમાં વપરાયેલો તમામ સામાન અને ફુલોના કચરાનો નિકાલ નિયમ મુજબ કરવાના બદલે મહાત્મા મંદિર જેવા પ્રતિષ્ઠિત સ્થળે જ જાહેરમાં ખડકી દઈને ગંદકીનો ગંજ ઉભો કરી દીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar:ફ્લેટમાં ઘરકામ કરતી મહિલાએ રૂ.4.80 લાખના દાગીના ચોર્યા
calendar_today January 14, 2026

Bhavnagar:ફ્લેટમાં ઘરકામ કરતી મહિલાએ રૂ.4.80 લાખના દાગીના ચોર્યા

ભાવનગર શહેરના હિમાલિયા મોલની બાજુમાં આવેલા હિમાલિયા સ્કાય ફ્લેટમાં ઘરકામ માટે આવતી મહિલાએ ફ્લેટમાં 32 દિવસ દરમિયાન જુદા જુદા સમય દરમિયાન કસબ અજમાવી સોનાના દાગીના અને રોકડ રૂા. 2.60 લાખ મળી રૂા. 4.80 લાખના દર દાગીનાની ચોરી કરી લીધી હતી. ઘરમાં રૂપિયા ઓછા થતા મકાન માલિકને શંકા જતા તપાસ દરમિયાન સમગ્ર ઘટના સામે આવતા મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.હિમાલિયા સ્કાય ફ્લેટમાં રહેતા હાર્દિકભાઈ કારેલિયાએ છાયાબેન સોલંકી નામના મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પત્નીના પગના સાંધાનું રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવેલ હોવાથી ઘર કામ માટે છાયાબેન સોલંકીને ઘરકામ કરવા માટે રાખ્યા હતા. પરંતુ છાયાબેનના આવ્યા બાદ ઘરમાંથી રૂપિયા ઓછા થતા હોવાની શંકા જાગી હતી. ઉક્ત મહિલાએ તેઓના ઘરે ઘરકામ દરમિયાન ઘરમાંથી રૂા. 2.60 લાખ રોકડ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂા. 2.20 લાખના દાગીના મળી રૂા. 4.80 લાખના દરદાગીના મળી ન આવતા છાયાબેને જ ચોરી કર્યાની શંકા ગયી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward