android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dholka: બજારોમાં મકરસંક્રાંતિ પર્વની રોનક છવાઈ
calendar_today January 13, 2026

Dholka: બજારોમાં મકરસંક્રાંતિ પર્વની રોનક છવાઈ

ધોળકા શહેર મકરસંક્રાંતિના પાવન પર્વને લઈ દોરી-પતંગના રંગોમાં રંગાઈ ગયું છે. શહેરની બજારો દોરી અને પતંગના રંગોથી ભરચક બની ગઈ છે. ધોળકા મેન બજાર, મધિયા વિસ્તાર સહિત કલિકુંડ વિસ્તારમાં પતંગ અને દોરીનું જોરદાર વેચાણ જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ધોળકાની બજારોમાં પતંગ-દોરી ખરીદવા ઉમટી પડયા છે. માંગ વધતા પતંગ અને દોરીના ભાવોમાં પણ વધારો નોંધાયો છે. છતાં ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. મકરસંક્રાંતિના દિવસે ધાબાઓ પર ખાસ રોનક જામવાની છે. આજે ઊંધિયા અને જલેબીની સુગંધ સાથે લોકો ધાબા પર પતંગ ચગાવી આનંદ માણશે. ધોળકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઊંધિયા-જલેબીની દુકાનો પર ગ્રાહકોની લાંબી લાઈનો લાગવાની શક્યતા છે. આ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે શેરડીને અમૃત સમાન માનવામાં આવતી હોવાથી લોકો શેરડીની અને બોરની ખરીદી કરશે. તલ ચીકી સહિતની પરંપરાગત વાનગીઓ ઘરેજ બનાવવાની સાથે બજારમાંથી પણ ખરીદી કરી ઉત્સવની મોજ માણશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મેરાથી નાવિયાણી ગામનો રોડ 1 વર્ષમાં જ તૂટતા ગ્રામજનોમાં રોષ
calendar_today January 13, 2026

Surendranagar: મેરાથી નાવિયાણી ગામનો રોડ 1 વર્ષમાં જ તૂટતા ગ્રામજનોમાં રોષ

પાટડીના મેરા ગામથી નાવીયાણીનો એક વર્ષ પહેલા જ બનાવેલો પાકો ડામર રોડ અતી બિસ્માર થઇ જવા છતાય માર્ગમકાન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરતા ગ્રામજનોએ તાત્કાલીક રીપેર કરવાની માંગ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકાના છેવાડાના મેરા ગામથી નાવીયાણી ગામ સુધીનો પાકો ડામર રોડ વર્ષોની માંગણી બાદ એક વર્ષ પહેલા જ બનાવાયો હતો.ત્યારે આ રોડ હાલ અતી બિસ્માર અને અનેક જગ્યાએથી રોડનું નામો નિશાન જ નીકળી ગયેલુ દેખાતા રોડ બનતા સમયે કોન્ટ્રાકટર દ્વારા ગુણવતા વાળુ કામ નહી થયાનું ગામના સરપંચ વિનુભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ.અને વધુમાં મેરા ગામથી યાત્રાધામ બહુચરાજી માત્ર 8 કિ.મી અને શંખેસ્વર માત્ર 14 કિ.મી.જ અંતરે આવેલુ હોવાથી અહીથી પસાર થતા લોકો અને આજુબાજુના ગામડાના અહીથી પસાર થતા વાહનચાલકોને પણ ભારે મુસ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.આ બાબતે સરપંચે વારંવાર માર્ગમકાન વિભાગ સહિતના તંત્રને રજૂઆત કરવા છતાય હજી સુધી રોડ રીપેર કરવાની યોગ્ય કાર્યવાહી નહી કરાતી હોવાથી ગ્રામજનોએ ભારે રોષ વ્યકત કરી કાર્યવાહીની માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: નિવૃત્ત આરોગ્ય કર્મીએ 67 લાખ ગુમાવ્યા
calendar_today January 13, 2026

Patan: નિવૃત્ત આરોગ્ય કર્મીએ 67 લાખ ગુમાવ્યા

પાટણ શહેરમાં રહેતા નિવૃત્ત આરોગ્ય કર્મીના મોબાઈલ ફોન પર ટેલીકોમ કંપનીમાંથી વાત કરતો હોવાનો ડોળ કરીને અજાણ્યા સાઈબર ઠગે અને અધિકારી સહિત પોલીસ અધિકારીઓ સાથે વાત કરાવી નિવૃત્ત કર્મીને તેમના મોબાઈલ ફોન પરથી મહિલાઓના પોર્ન વીડિયો મોકલો છો તથા હેરાન કરો છો કહી તમારી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે તેમજ કેસની કાર્યવાહી દરમિયાન નકલી કોર્ટ ઉભી કરી બીક બતાવી સતત 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી અલગ અલગ ખાતાઓમાં રૂપિયા 67 લાખ જમા કરાવી ફરોડ આચરતા નિવૃત્ત આરોગ્ય કર્મીએ પાટણ સાઈબર પોલીસ સ્ટેશનમાં કુલ 5 વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.પાટણ શહેરમાં અંબાજી નગર ચોકડી પાસે રહેતા નિવૃત્ત આરોગ્ય કર્મી હરેશભાઈ પટેલે પાટણ સાઈબર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના ફોનમાં ગત 2 જાન્યુઆરીએ ફોન કરી ટેલિકોમ ડિપાર્ટમેન્ટ માંથી રવિ કુમાર શર્મા વાત કરતો હોવાની ઓળખ આપી તમારા મોબાઈલ ફોન પરથી મહિલાઓના પોર્ન વીડિયો મોકલો છો અને હેરાન કરો છો જેથી તમારા વિરુદ્ધ મુંબઈ ખાતે ફરીયાદ દાખલ થઈ છે.અને તમારા નંબર પરથી ફરોડ થઈ શકે છે જે બંધ કરાવવો હોય તો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં જાણ કરવાનું કહેતા નિવૃત્ત કર્મીએ આવું ન આવડતું હોવાનું કહેતાં રવિ શર્માએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના IPS જય પ્રભાકર ચુગલે નામના શખ્સ સાથે વાત કરાવતાં તેણે તમારા પર બીજી કોઈ ફરીયાદ તો નથી થઈને તે બાબતે પુછવા માટે તેના સિનિયર અધિકારીને લાઈન પર જોડી હરેશ પટેલ વિશે પુછતાં સિનિયર અધિકારી બનેલા ઠગે નરેશ ગોહિલના મની લોન્ડરીંગના કેસમાં 538 કરોડનું ફરોડ થયેલ છે જેમાં મળેલા ATM મળેલ છે તેમા તમારા નામનું ATM મળેલ છે જેમાં 2 કરોડ આવેલા છે અને પકડાયેલ નરેશ ગોહિલે કોર્ટમાં તમારી પાસેથી 5 લાખમાં ભાડે લીધેલ હોવાની કબૂલાત કરી છે.તમારા ખાતામાં 24 પરિવારના નાણાં આવેલા છે અને 47 લોકોએ કોર્ટમાં અરજી કરેલ છે જેની પાવતીઓ અમારી પાસે છે તેવી બીક બતાવી એક અરજી લખાવી હતી. ત્યારબાદ બીજા દિવસે IPS જય પ્રભાકર ચુગલેએ ફોન કરીને તમારો કેસ લઈને કોર્ટમાં જઈયે છીએ અને કોર્ટમાં તમે વૃધ્ધ છો તેથી એરેસ્ટ ન કરે તેવી વિનંતી કરીશું તેમ કહી ઉભી કરેલ કોર્ટમાં જજ સમક્ષ વિડિયો કોલ મારફ્તે જોડી IPS જય પ્રભાકર ચુગલેએ કહ્યું હતું કે કોર્ટે જણાવ્યું છે કે તમારે સાત દિવસમાં કેસ પુરો કરવાનો છે પરંતુ ફાઈનાન્સીયલ મેટર છે એટલે તમારે અમારા ફાઈનાન્સીયલ ડાયરેક્ટર સાથે વાત કરવી પડશે જણાવી વાત કરાવતા ડાયરેક્ટરે વાતચીત દરમિયાન નિવૃત્ત કર્મીની તમામ બેંક ડિટેલ જાણી લીધી હતી અને ત્યારબાદ તેણે તમારા બેંકના નાણાં કોર્ટના કહ્યા મુજબ ચેક કરવા પડશે અમે જે બેંકમાં કહીયે તેમાં તમારે નાણાં ટ્રાન્સફર કરવા પડશે કહી અલગ અલગ ખાતાઓમાં રૂપિયા 67 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ એક દિવસ નિવૃત્ત કર્મીએ મોબાઈલ ફોન પર સોશિયલ મીડિયામાં વિડિયો જોતાં જ તેમના જેવો કેસ હોવાનું અને ફરોડ થતું હોવાનું જાણવા મળતાં તેમણે તુરંત જ સાઈબર હેલ્પ લાઈન નંબર પર ફોન કરી કમ્પલેન કર્યા બાદ પાટણ સાઈબર પોલીસ સ્ટેશનમાં રવિ શર્મા સહિત IPS જય પ્રભાકર ચુગલે તથા સિનિયર ઓફ્સિર અને ફાઈનાન્સીયલ ડાયરેક્ટર તથા અજાણ્યા ત્રણ બેંક ખાતા ધારકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward