Mahesana: તાપમાન ગગડયું : લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોધાયું
ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રોમાં થઇ રહેલી હિમવર્ષા પગલે રાજસ્થાન અને ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે.તો તેની અસર મહેસાણા જિલ્લામાં પણ જોવા મળી રહી છે.ત્યારે પાછલા 24 કલાક દરમિયાન તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો હતો.જેને લઇ દિવસ વહેલી સવારે અને રાત્રે કાતિલ ઠંડી અનુભવાઈ હતી.જોકે આગામી 48 કલાક સુધી તાપમાન જળવાઈ રહેવાની ધારણા સેવાઈ છે.ત્યારે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન જિલ્લાવાસીઓને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે.ત્યારે મંગળવારે મહેસાણાનુ લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોધાયું હતુ.ઉત્તર ભારત તરફ્ના હિમ પવનો રાજસ્થાન અને ગુજરાત તરફ્ ફુંકાઈ રહ્યા છે.જેને લઇ ગુજરાત રાજ્ય પાછલા એક સપ્તાહથી ઠંડુગાર બન્યું છે.તો ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં પણ તેની અસર અનુભવાઈ રહી છે.મહેસાણા જિલ્લામાં ઠંડા પવન ફુંકાવા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી વહેલી સવારે અને રાત્રે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે.પાછલા 24 કલાકમા સવારે અને રાત્રે ઠંડીનું જોર વધવાથી વહેલી સવારે અને રાત્રીના સમયે માર્ગો સુમસામ ભાસ્યા હતા.ત્યારે લોકો કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણું કરતા પણ નજરે પડી રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તો તે બાદ લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.મંગળવારે મહેસાણાના તાપમાનમા ફેરફાર નોંધાયો હતો.24 કલાક દરમિયાન મહેસાણાનુ લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી પર સ્થિર થયું હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward