Patan: રાધનપુર પોલીસ અને નગરપાલિકાએ નડતરરૂપ દબાણો હટાવ્યા
રાધનપુર મેઇન બજારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફ્કિની સમસ્યા ઉદભવી રહી છે. આમ દુકાન આગળ જ વાહન ચાલકો આડેધડ રીતે પાર્કિંગ કરતા અન્ય રાહદારીઓ તેમજ વાહનચાલકોને બજારમાં જવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડતી હતી. આમ રાધનપુર બજારમાં આડેધડ રીતે ઉભા કરી દીધેલા લારી ગલ્લાઓ ને કારણે ટ્રાફ્કિ સમસ્યા ઉદભવતી હોવાનું રાધનપુર નગરપાલિકા તેમજ રાધનપુર પોલીસને ધ્યાને આવતા છેલ્લા બે દિવસથી પોલીસ અને નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ કર્તાઓ સામે લાલ આંખ કરી છે. અને છેલ્લા બે દિવસથી રાધનપુર ડી વાય.એસ.પી તેમજ રાધનપુર પીઆઇ આર કે પટેલ સહીત રાધનપુર નગરપાલિકાની ટીમ દ્વારા જાહેર માર્ગ પર પાર્કિંગ કરેલા વાહન ચાલકો તેમજ દબાણ કર્તાઓ ને હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે રાધનપુર મેઇન બજારથી ગાયત્રી મંદિર રોડ તેમજ હેપ્પી મોલ રોડ અને હાઇવે ચાર રસ્તા થી બસ સ્ટેન્ડ સુધીના રોડ પર અડચણરૂપ 30 કરતા વધારે લારી અને ગલ્લાઓ હટાવી માર્ગો ખુલ્લા કર્યા હતા. જ્યારે મેઇન બજારમાં આડે ધડ રીતે વાહન પાર્કિંગ કર્તાઓ સામે દંડ ફ્ટકારવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી. જ્યારે રાધનપુરમાં બનાવેલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધા બંધ હોય તેઓને તાત્કાલિક ધોરણે પાર્કિંગની સુવિધા ચાલુ કરવા માટેની પણ કડક સૂચના આપી દેવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward