Patan: શહેરના ચિત્રકારે ચાર કોલથી ભગવાન કલ્કીનું અદ્ભુત ચિત્ર બનાવ્યું
પાટણના કલાકાર યોગેશ યોગીએ ત્રણ મહિનાની મહેનત બાદ ભગવાન કલ્કીનું એક ભવ્ય ચારકોલ ચિત્ર તૈયાર કર્યું છે. આ કલાકૃતિ પાટણની ઐતિહાસિક રાણી કી વાવના સ્થાપત્યથી પ્રેરિત છે અને તેમાં ભારતીય સંસ્કૃતિ તથા આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળે છે. આ અદભુત ચિત્ર બનાવવા માટે ચારકોલ પેન્સિલ જેવા પડકાર જનક માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કલાકારની ત્રણ મહિનાની સાધના અને સમર્પણ વિશાળ તથા વિગતવાર કાર્યમાં સ્પષ્ટપણે દેખાય છે. જ્યાં દરેક રેખા અને છાયાને અત્યંત સાવચેતીપૂર્વક આખરી ઓપ અપાયો છે. વૈષ્ણવ અને હિન્દુ ધર્મશાસ્ત્ર્રો અનુસાર, ભગવાન કલ્કીને ભગવાન વિષ્ણુના દસમા અને અંતિમ અવતાર માનવામાં આવે છે. શાસ્ત્ર્રો મુજબ, કલિયુગના અંતે જ્યારે અધર્મ વધશે ત્યારે સત્યધર્મની પુનઃસ્થાપના માટે આ અવતાર પ્રગટ થશે. કલ્કી અવતાર નવા સત્યયુગની શરૂઆતનું પ્રતીક છે. યોગેશ યોગી પોતાની કલા દ્વારા ભારતીય પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિકતાને રજૂ કરતા પ્રતિભાશાળી કલાકાર છે. તેમણે અગાઉ પણ વિવિધ વિષયો પર કામ કર્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward