android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : ગુજરાતની પ્રાકૃતિક ખેતીની સુવાસ અમરેલીથી ઓડિશા સુધી પહોંચશે
calendar_today January 13, 2026

Agriculture News : ગુજરાતની પ્રાકૃતિક ખેતીની સુવાસ અમરેલીથી ઓડિશા સુધી પહોંચશે

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક્સપોઝર વિઝિટ પ્રોગ્રામ અંતર્ગત આજે ઓડિશા સરકારના ગ્રુપ-એ તથા ગ્રુપ-બીના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના પ્રાયોગિક ફાર્મની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક અમલમાં રહેલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તેને ઓડિશા રાજ્યમાં અમલી બનાવવાનો હતો. પ્રાકૃતિક કૃષિ પંચસ્તરીય બાગાયતી મોડેલ આ દરમિયાન અધિકારીઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા શિયાળુ પાકો તેમજ વિવિધ શાકભાજીના પ્લોટોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના તૈયાર થયેલા પાકોની ગુણવત્તા નિહાળી અધિકારીઓ વિશેષ પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્ય ડો.સ્વપ્નિલ દેશમુખ દ્વારા ‘પ્રાકૃતિક કૃષિ પંચસ્તરીય બાગાયતી મોડેલ’ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ફાર્મ ખાતે વિકસાવવામાં આવેલા લાલ વાલ આ મોડેલ દ્વારા ઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન અને વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે અધિકારીઓને વિગતવાર સમજણ આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો જેમ કે બીજામૃત, જીવામૃત તથા ઘનજીવામૃત, મિશ્રપાક પદ્ધતિ, આચ્છાદન અને વાપ્સા દ્વારા સફળ ખેતી કેવી રીતે શક્ય બને તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાર્મ ખાતે વિકસાવવામાં આવેલા લાલ વાલ, દેશી મકાઇ, જવ અને ઘઉં સાથે ચણાની મિશ્રપાક પદ્ધતિ તેમજ દેશી તુવેર, મરચાં, કોબી ફ્લાવર, બીટ, મૂળા, સૂર્યમુખી અને એરંડાના મિશ્રપાક મોડેલ દ્વારા અધિકારીઓએ પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કર્યો હતો. આ પણ વાંચોઃ Jammu Kashmir : રાજૌરી સેક્ટરમાં ફરી જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન, સેનાએ કર્યું ફાયરિંગ

Read Full Story arrow_forward
Jammu Kashmir : રાજૌરી સેક્ટરમાં ફરી જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન, સેનાએ કર્યું ફાયરિંગ
calendar_today January 13, 2026

Jammu Kashmir : રાજૌરી સેક્ટરમાં ફરી જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન, સેનાએ કર્યું ફાયરિંગ

પાકિસ્તાન પોતાની નાપાક ગતિવિધિઓ બંધ કરવાનું નામ લઈ રહ્યું નથી. 13 જાન્યુઆરીએ રાજૌરી સેક્ટરના કેરી વિસ્તારમાં નિયંત્રણ રેખા પાસે ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. સેનાએ તેને ફાયરિંગ કરીને તોડી પાડ્યું છે. ડ્રોનની હાજરી બાદ વિસ્તારમાં સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સમગ્ર સેક્ટરમાં દેખરેખ વધારી દેવામાં આવી છે.અહેવાલો મુજબ રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરના ડુંગા ગાલા વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોનની ગતિવિધિ જોયા પછી સેનાએ તેના પર ગોળીબાર કર્યો અને તેને તોડી પાડ્યું. છેલ્લા 48 કલાકમાં આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાનના ડ્રોન રાજૌરી સેક્ટર પર ફરતા જોવા મળ્યા છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આપી ચેતવણી પાકિસ્તાન તરફથી આ ડ્રોન પ્રવૃત્તિ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ભારતમાં ડ્રોન ઘૂસણખોરી તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી છે. મંગળવારે, આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાની સેનાના ચીફ ઓફ ઓપરેશન્સને સાપ્તાહિક ડીજીએમઓ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આવા ડ્રોન હુમલા "અસ્વીકાર્ય" છે અને તેમને "નિયંત્રિત" કરવા જોઈએ. જનરલ દ્વિવેદીએ સ્પષ્ટપણે કહ્યું, "તેને બંધ કરો." તેમણે કહ્યું કે મંગળવારે, બંને દેશો વચ્ચે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) સ્તરની વાટાઘાટો થઈ હતી, જેમાં ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળેલી તાજેતરની ડ્રોન પ્રવૃત્તિઓ પર સખત વિરોધ નોંધાવ્યો હતો. સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ફુગ્ગાઓ મળી આવ્યા ગયા સોમવારે, જમ્મુ અને કાશ્મીરમાં સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ફુગ્ગા મળી આવ્યા હતા. આ ફુગ્ગાઓ પર ઉર્દૂમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ' શબ્દો અને પાછળની બાજુએ અર્ધચંદ્રાકાર અને તારાનું પ્રતીક લખેલું હતું. સેનાએ આ ફુગ્ગાઓ જપ્ત કર્યા હતા. સાંબાના નંદપુર વિસ્તારમાં ઉર્દૂ સ્લોગનવાળો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવ્યો હતો. જમ્મુના કઠુઆ જિલ્લાના પહારપુર વિસ્તારમાં એક પાકિસ્તાની ફુગ્ગો મળી આવ્યો હતો, જેના પર સ્લોગન અને અંગ્રેજી શબ્દ 'PIA' લખેલો હતો. સ્થાનિક પોલીસે આ ફુગ્ગાઓ જપ્ત કર્યા હતા.આ પણ વાંચો: Rafale Jet Deal : ફ્રાન્સથી વધુ 114 રાફેલ આવશે ભારત, આ અઠવાડિયે ડીલ પર થશે ચર્ચા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા માટે ટાંકી પર ચડાવવામાં આવ્યું બુલડોઝર
calendar_today January 13, 2026

Gujarat Latest News Live : અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા માટે ટાંકી પર ચડાવવામાં આવ્યું બુલડોઝર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward