android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: બાળકોએ ગાયને ઘાસચારો અને શ્વાનને ખીચડીનું વિતરણ કર્યું
calendar_today January 11, 2026

Palanpur: બાળકોએ ગાયને ઘાસચારો અને શ્વાનને ખીચડીનું વિતરણ કર્યું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિતે સેવાભાવસભર એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત શાળાના બાળકોએ ગાય માટે ઘાસચારો તથા શ્વાન માટે ખીચડીનું વિતરણ કરીને તહેવારને માનવતા અને કરૂણાથી ઉજવ્યો હતો. ઉત્તરાયણનાં પૂર્વ પ્રસંગે આયોજિત આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં દાન-પુણ્યની ભાવના, સંવેદનાશીલતા અને સેવા ભાવનાને વિકાસ કરવાનો હતો. મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાવવાનો તહેવાર નથી પરંતુ જરૂરીયાતમંદ અને નિર્દોષ જીવો પ્રત્યે કરૂણા દર્શાવવાનો અવસર પણ છે. પ્રાણીજીવન પ્રત્યેનો આ સેવાભાવ બાળકો માટે જીવંત શિક્ષણ સમાન બન્યો. બાળકો દ્વારા પોતાના હાથે સ્વખર્ચે લાવેલ ઘાસચારો અને જાતે તૈયાર કરેલ ખીચડી વહેંચતા સમયે દેખાયેલી ખુશી અને ઉત્સાહ તેમની આંતરીક માનવતાનું પ્રતિબિંબ હતો. આવા આયોજનથી બાળકોમાં જવાબદારી, સહાનુભુતિ અને સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા વિકસે છે. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અપનાવાયેલો આ અભિગમ મુલ્ય આધારીત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. શાળા દ્વારા સતત કંઈક નવું કરીને વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર અને દાન-પુણ્યની ભાવના કેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાયણ પર્વને સેવાભાવ સાથે જોડતી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે. આ પ્રેરણા સફર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાળવી પ્રાથમિક શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, મહેશભાઈ પટેલ અને ઉપાચાર્ય રંજનબેન પટેલ તથા તમામ શિક્ષક મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: આઈસીડીએસ પાલનપુર ઘટક-1 દ્વારા કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
calendar_today January 11, 2026

Palanpur: આઈસીડીએસ પાલનપુર ઘટક-1 દ્વારા કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

આઈસીડીએસ કચેરી પાલનપુર ઘટક-1 દ્વારા જામપુરા પ્રાથમિક શાળા પાલનપુર ખાતે કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને પૂર્ણા યોજના વિશે માહિતી અપાઈ હતી. આયર્નની ગોળીનું મહત્વ, પુર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને તેના ફાયદા, તેમજ અંગત સ્વચ્છતા અને મેન્સ્ટુઅલ હાઈજીન વિષયક જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓનું બીએમઆઈ, વજન, ઉંચાઈ તેમજ હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ ઉત્તમ હિમોગ્લોબિન ધરાવતી અને સુંદર પતંગ સુશોભન કરનાર કિશોરીઓને પ્રથમ, દ્ધિતીય અને તૃતીય ઈનામ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સીડીપીઓ ડિમ્પલ પંચાલ, આઈસીડીએસના સુપરવાઈઝરો, પીએસઈ સ્ટાફ, એફએચડબલ્યુ, આરોગ્ય વિભાગના સુપરવાઈઝર, આઈસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: નવા માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને સહાય ચેકોનું વિતરણ
calendar_today January 11, 2026

Palanpur: નવા માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને સહાય ચેકોનું વિતરણ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરના નવા માર્કેટયાર્ડમાં આવેલી બજાર સમિતિ પાલનપુરના સહકાર અંતર્ગત અકસ્માત સહાય યોજના તેમજ નવીન ફુવારા અપનાવેલ ખેડૂત સહાય યોજનાનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બજાર સમિતિના ચેરમેન શામળભાઈ ધરીયા, વા.ચેરમેન યશવંતભાઈ પટેલ, ડિરેક્ટરો ભુગભાઈ પટેલ, ફતાભાઈ ધરીયા, લાલજીભાઈ કરેણ, કાનજીભાઈ પટેલ, ડી.કે.રાણા, દિનેશભાઈ કુણિયા, બાબુભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, મહેશભાઈ લોહ, વિજયભાઈ પટેલ, મિતભાઈ મોદીના હસ્તે ખેડૂત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. બજાર સમિતિના સેક્રેટરી હેમુભાઈ લોહના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી અરવિંદભાઈ ખસોર, આંકડાશાસ્ત્રી ડોહજીભાઈ પટેલે આયોજનનું સફળ સંચાલન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward