android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhandhuka: ફેદરા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો, ટ્રક પાછળ ડમ્પર અથડાયું
calendar_today January 11, 2026

Dhandhuka: ફેદરા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો, ટ્રક પાછળ ડમ્પર અથડાયું

ધંધુકા-ફેદરા રોડ ઉપર નવી રામદેવ હોટલ નજીક ગતરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ એક ડમ્પર ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતની તીવ્રતાના કારણે ડમ્પરનું કેબીન સંપૂર્ણ રીતે નુકસાન પામ્યું હતું અને ડમ્પર ચાલક કેબીનમાં ફ્સાઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તથા 112 ઇમરજન્સી સેવાઓનો સ્ટાફ્ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ડમ્પર ચાલકને સહી સલામત બહાર કાઢવામાં સફ્ળતા મળી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ડમ્પર ચાલક ધવલભાઈ કનૈયાલાલ બારૈયા (ઉંમર 27 વર્ષ)ને તાત્કાલિક સારવાર માટે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ રોડ પર થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિક લોકોમાં ઘટનાને લઈ ચકચાર મચી ગઈ હતી અને માર્ગ સલામતી અંગે ફરીએકવાર પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઝાલાવાડમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફિરકી સાથે 4 ઈસમોને દબોચી લેવાયા
calendar_today January 11, 2026

Surendranagar: ઝાલાવાડમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફિરકી સાથે 4 ઈસમોને દબોચી લેવાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નજીક આવતા પ્રતીબંધીત ચાઈનીઝ દોરી બજારમાં દેખાવા લાગી છે. ત્યારે પોલીસે પણ દસાડાના માનાવાડા, વઢવાણના મુળચંદ, ધ્રાંગધ્રાના મેથાણ અને થાનમાં દરોડા કરીને 4 શખ્સોને 4,71,200ની ચાઈનીઝ દોરી અને કાર સાથે ઝડપી લીધા છે.સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફનાઓ ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને ચાઈનીઝ દોરી પર પ્રતીબંધ અંગેના જાહેરનામા અંગે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં સ્ટાફને દસાડા તાલુકાના માનાવાડા ગામનો સંજય સોનાજી ઠાકોર તેની વાડીએ ચાઈનીઝ દોરી રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડીની ઓરડીમાંથી સંજય ઠાકોર ચાઈનીઝ દોરીના 384 રીલ કિંમત રૂપીયા 1,53,600 સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આ રીલ તે આદરીયાણાના મયુર નાનુભાઈ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે દસાડા પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. આદરીયાણાના મયુરને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે. બીજી તરફ થાન પોલીસે શાળા નં. 5 પાસે રહેતા જયદીપ જાદવભાઈ સલુરાને તેના ઘર પાસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 4 ફીરકી કિંમત રૂપીયા 1200 સાથે ઝડપી લીધો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકની ટીમને વઢવાણ તાલુકાના મુળચંદ ગામ પાસે એક શખ્સ ચાઈનીઝ દોરીની ફીરકીના થેલા સાથે ઉભો હોવાની વિગતો મળતા રેડ કરી હતી. જેમાં રતનપરની શિવદર્શન ટાઉનશીપમાં રહેતો નરેન્દ્રસિંહ દીલીપસિંહ પરમાર ચાઈનીઝ દોરીની 10 ફીરકી કિંમત રૂપીયા 2 હજાર સાથે ઝડપાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ ઘાંઘર, સંજયભાઈ પાઠક સહિતનાઓએ ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામેથી દસાડા તાલુકાના વઘાડાના 23 વર્ષીય અભય ગીરીશભાઈ પંચાલને ચાઈનીઝ દોરીના 48 ફીરકા 14,400 અને રૂપીયા 3 લાખની કાર મળી રૂપીયા 3,14,400ની મત્તા સાથે ઝડપી લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: પ્લોટ વિસ્તારની તલાવડીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા
calendar_today January 11, 2026

Dhandhuka: પ્લોટ વિસ્તારની તલાવડીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા

ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારની વાડીઓ નજીક આવેલી એક તલાવડીમાં પાછલા બે દિવસથી અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવી છે. અચાનક અને રહસ્યમય રીતે મોટી સંખ્યામાં માછલીઓ મરી જતા સમગ્ર વિસ્તારમા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ખેડૂતવર્ગમાં ચિંતા ફેલાઈ છે.તલાવડીમાં માછલીઓના મોત પાછળનું ચૌક્કસ કારણ હજી સુધી અકબંધ છે. પાણીમાં ઝેરી તત્વો, ઓક્સિજનની અછત અથવા અન્ય કોઈ પર્યાવરણીય કારણ જવાબદાર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની અને તલાવડીના પાણીના નમૂનાઓ લઈ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈ તંત્રની કામગીરી પર સૌની નજર મંડાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward