android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ખોરજ સેન્ટોસા ગ્રીન બંગલા ઘૂસી આવેલી શાહુડીનું રેસ્ક્યૂ કરાયું
calendar_today January 12, 2026

Gandhinagar: ખોરજ સેન્ટોસા ગ્રીન બંગલા ઘૂસી આવેલી શાહુડીનું રેસ્ક્યૂ કરાયું

ગાંધીનગર પાસેના ખોરજ ગામે આજરોજ એક બંગલામાં ઘુસી આવેલી શાહુડીનુ સફળતાપુર્વક રેસ્ક્યુ કરાયુ હતું.રેસ્ક્યુ બાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, શાહુડી તેના શરીર પરના કાંટાળા વાળ માટે પ્રખ્યાત છે. ગાંધીનગરના જંગલ વિસ્તારોમાં શાહુડીની સારી એવી વસતી છે. આ પ્રાણીનું સિડયુલ-1માં સમાવેશ થયેલો છે. ઉલ્લેખનીય છેકે, શાહુડીના શિકાર અને તેના વેચાણ પર પ્રતિબંધ છે. અગાઉ આ પ્રાણી સિડયુલ-4 ( ઓછી જોખમી શ્રેણી)માં આવતુ હતું. પરંતુ તેના પ્રાકૃતિક નિવાસ્થાનમાં થયેલો ઘટાડો, માનવ ઘુસપેઠ અને ખેતરોમાં ખેડૂતો સાથે થતા સંઘર્ષો બાદ વર્ષ 2022ની સાલમાં તેનું ફરીથી વર્ગીકરણ કરીને ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ-2022માં તેને સિડયુલ-1ની શ્રેણીમાં મુકવામાં આવ્યુ હતું. ગાંધીનગરના ખોરજ પાસે આજરોજ આ શાહુડી જોવા મળી હતી. અહિ આવેલા સેન્ટોસા ગ્રીનમાં રહેતા બંકિમભાઇ પરિખના બંગલામાં શાહુડી ઘુસી આવી હતી. જે અંગે તેઓએ શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બંગલામાં ઘુસી આવેલી શાહુડીને બહાર કાઢી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવી હતી. બંગલા આસપાસ આવેલા જંગલ વિસ્તારમાંથી આ શાહુડી બંગલામાં ઘુસી આવી હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છેકે, શાહુડી તેના શરીર પરના તીણા કાંટાળા વાળ માટે જાણિતી છે. સામાન્ય રીતે તે આક્રમક હોતી નથી. પરંતુ જ્યારે તેને પોતાના પર જોખમ દેખાય ત્યારે તે પોતાના સ્વબચાવમાં શરીર પરના કાંટાળા વાળ ખંખેરીને સામેની વ્યક્તિ કે પ્રાણીને દુર રાખવા માટે પ્રયાસ કરે છે. શાહુડી ધીમી અને મજબુત પ્રાણી છે. તેને ગંધની ઉત્તમ સમજ હોય છે. ગોળાકાર શરીર, ટુંકા પગ સાથે શાહુડી મોટાભાગે શાકાહારી પ્રાણીઓ તથા પાંદડા, છાલ, ફુલ, ફળ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શાહુડી નિશાચર પ્રાણી છે. તે દિવસે જવલ્લેજ જોવા મળે છે. તેના શરીર પરના કાંટાળા વાળ સરળતાથી અલગ થઇ શકે છે . જે તેની મુખ્ય ખાસિયત છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: જિલ્લામાં શિયાળુ વાવેતરમાં 3400 હેક્ટરનો ઘટાડો
calendar_today January 12, 2026

Gandhinagar: જિલ્લામાં શિયાળુ વાવેતરમાં 3400 હેક્ટરનો ઘટાડો

ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે શિયાળુ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ 90012 હેક્ટરની સરખામણીમાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં 3400 હેક્ટરનો ઘટાડા સાથે 86622 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે.જેમાં મુખ્ય પાક એવા ઘઉનું વાવેતર ઘટયુ છે. જ્યારે રોકડિયા પાક એવા બટાટાના વાવેતરમાં વધારો થયો છે.જિલ્લામાં આ વર્ષે વાતાવરણની અસરના કારણે વાવેતર મોડુ શરૂ થયુ હતું.જેની અસર મુખ્ય પાક એવા ઘઉના વાવેતર પર જોવા મળી હતી. શિયાળુ પાક વાવેતરના અંતિમ આંકડા પ્રમાણે વર્ષે ઘઉનું વાવેતર 800 હેક્ટર જેટલુ ઘટયુ છે. છેલ્લા ત્રણ વર્ષની 30526 હેક્ટરની સરખામણીમાં આ વર્ષે ઘઉનું માત્ર 29766 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ વાવેતર દહેગામમાં 10091 હેક્ટર વિસ્તારમાં થયુ છે. જ્યારે સૌથી ઓછુ માણસામાં 5991 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયુ છે. જ્યારે ચણાનું વાવેતર 1600 હેક્ટર નોંધાયુ છે. જે સરેરાશ કરતા 450 હેક્ટર વધુ છે. જ્યારે રાઇના વાવેતરમાં પણ 240 હેક્ટરનો વધારો થયો છે. જિલ્લામાં આ વર્ષે રાયનું વાવેતર 2165 હેક્ટરમાં નોંધાયુ છે. જ્યારે તમાકુ, વળિયાળીના વાવેતરમાં પણ વધારો થયો છે. આ બંને પાકનું અનુક્રમે 4392 અને 1233 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. શિયાળુ વાવેતરના ઘઉં બાદના મુખ્ય પાક એવા બટાટાના વાવેતરમાં આ વર્ષે વધારો નોંધાયો છે. આ વર્ષે જિલ્લામાં બટાટાનું 18570 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સંખ્યામાં 1700 હેક્ટર વધુ છે. જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર ગાંધીનગર તાલુકામાં 7632 હેક્ટર વિસ્તારમાં થયુ છે. જ્યારે સૌથી ઓછુ કલોલ તાલુકામાં માત્ર 193 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થયુ છે. જ્યારે શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં શાકભાજીનું વાવેતર 9150 તથા ઘાસચારાનું વાવેતર 19715 હેક્ટરમાં નોંધાયુ છે. ઘાસચારાના વાવેતરમાં ત્રણ વર્ષની સરેરાશની સરખામણીમાં છ હજાર હેક્ટર જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: આણંદમાં રાજમાર્ગે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મુકાશે
calendar_today January 12, 2026

Anand: આણંદમાં રાજમાર્ગે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મુકાશે

આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર કલાત્મક સર્કલનું નિર્માણ કરી સ્વામી વિવેકાનંદની પુર્ણ કદની પ્રતિમા મુકવામાં આવશે અને તે સ્થળને વિવેકાનંદ સર્કલ તરીકે વિકસિત કરવામાં આવશે.સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે નિર્ણય લેવાયો છે. આણંદ-વિદ્યાનગર રોડ પર વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે કન્વેન્શન સેન્ટર, શહેરના નાના મોટા તળાવો ભેગા કરીને મીની કાંકરીયા જેવું પ્રવાસન સ્થળ વિકસિત કરવા, ટાઉન હોલનું નવીનીકરણ સહિતના કામોની ચર્ચાઓ હાથ ધરાઇ હતી. ત્યારે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાની કમિશ્નર મિલિંદ બાપનાની અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય મિતેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. મહાનગરપાલિકાને એક વર્ષ પુર્ણ થતા અનેક વિકાસના કામોની કમિશ્નર મિલિંદ બાપનાએ રોડમેપ તૈયાર કર્યો છે. સોમવારે સવારે મહાનગરપાલિકા ખાતે મળેવી સંકલન સમિતિની બેઠકમાં અનેક વિકાસકામોની ચર્ચાઓ હાથ ધરાઇ હતી. જેમાં સંસદસભ્ય મિતેશ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. ટાઉનહોલની આજુ બાજુની ખાલી જગ્યા ઉપર થીમપાર્ક બનાવવા, વિદ્યાનગર ભાઇકાકા સ્ટેચ્યુ પાસે ઓવરબ્રીજનું આયોજન, બાકરોલ ગેટથી જોળ સુધીનો ફોરલેન રોડ બનાવવા, કરમસદ નવા રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ નાખવી, અટલ ચોક ઓવરબ્રીજનું કામ જનતા ચોકડીથી મોગરી ગામ સુધી સ્ટ્રીટ લાઇટ નાખવા, લાંભવેલ - રાવડાપુરા-કરમસદ લીંકરોડનું કામ, આણંદ - સોજીત્રા રોડ ઉપર સર્વિસ રોડ બનાવવા, નડતર ડીપી દુર કરવા, ગામડી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટરલાઇન નાંખવા, મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ગટર લાઇન અને પંપીંગ સ્ટેશનનું કામ, બાકરોલ ખાતે આવેલા તળાવને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવા બોટીંગ સહિતની સુવિદ્યા પુરી પાડવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward