android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal:કંપનીની ઓરડીમાં રહેતાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી
calendar_today January 12, 2026

Panchmahal:કંપનીની ઓરડીમાં રહેતાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી

મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામના અને હાલ ચંદ્રપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકની પત્નીનું અગમ્ય કારણોસર મોત નિપજતા હાલોલ શહેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક પરિણીતાનું હાલોલ રેફરલ હોપિટલ ખાતે પીએમ કરાવતા મોતનું કારણ ગળું દબાવતાં મોત નિપજ્યાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં હત્યારો મૃતકનો પતિ હોવાનું જાણવા મળતાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામના હર્ષદ અજીતભાઈ પરમારે કંજરી ગામમાં જ રહેતી શિલ્પા સાથે વર્ષ 2016માં પ્રેમ લગ્ન કર્યા હતાં. જે બાદ અને ચંદ્રપુરા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપની નોકરી કરવા સાથે કંપનીની રૂમમાં પરીવાર સાથે રહેતો હતો. લગ્ન જીવનમાં તેમને બે સંતાન હતા. દરમ્યાન ગત તા 7મી જાન્યુઆરીના રોજ તેની પત્ની શિલ્પાનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પ્રાથમિક તબક્કે પોલીસે અકસમાત મોતનો ગુનો નોંધી મૃતકનું હાલોલ રેફરલ ખાતે પીએમ કરાવ્યું હતું. જેનો રીપોર્ટ આવતા શિલ્પાનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હોવાનું બહાર આવતા, પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં હર્ષદ અને શિલ્પા વચ્ચે અવાર નવાર કંકાસ થતો હોવાનું જણાતા પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા શિલ્પાની હત્યા હર્ષદે જ કરી હોવાનું બહાર આવતા પોલીસે હર્ષદની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પત્નીની હત્યા સમયે CCTV કેમેરા બંધ કરી દીધા આરોપી પતિ હર્ષદે પત્ની શિલ્પાની હત્યા કરી હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જે તે સમયે કંપનીના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધા હતા. છતાં પણ પોલીસ પૂછપરછમાં હત્યાનો ભેદ ખુલ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:સંજેલી નગરના કુંભાર ફળિયામાં ગટરના અભાવે ગંદકીનું સામ્રાજ્ય
calendar_today January 12, 2026

Dahod:સંજેલી નગરના કુંભાર ફળિયામાં ગટરના અભાવે ગંદકીનું સામ્રાજ્ય

સંજેલીના કુંભાર ફળિયા વિસ્તારમાં ગટર લાઈનના અભાવે સ્થાનિક રહીશો અને માસૂમ બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રહેણાંક વિસ્તાર તેમજ આંગણવાડી કેન્દ્રની આસપાસ ઠેર-ઠેર ગંદા પાણીના ભરાવા અને ગંદકીના ઢગલાને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.ગ્રામ પંચાયત તંત્રની નિષ્કાળજીને કારણે આડેધડ બનાવેલી અધૂરી ગટરો લોકો માટે સુવિધાને બદલે દુવિધા બની ગઈ છે. પંચાયત દ્વારા મનફાવે ત્યાં અડધી-અધૂરી ગટરો બનાવી દેવામાં આવી છે, પરંતુ પાણીના નિકાલની કોઈ ચોક્કસ વ્યવસ્થા કરાઈ નથી. આંગણવાડી કેન્દ્રના બાળકો, રસીકરણ માટે આવતી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. જો વહેલી તકે ગટરના પાણીનો નિકાલ અને રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal:શહેરામાં ડૉર ટૂ ડૉર કચરાની ગાડીઓ બંધ
calendar_today January 12, 2026

Panchmahal:શહેરામાં ડૉર ટૂ ડૉર કચરાની ગાડીઓ બંધ

શહેરા નગરમાં અણીયાદ ચોકડી વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી બંધ થતા નગરજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ ગંભીરતા લેવામાં નહી આવતાં નગરજનોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે.શહેરા નગરને સ્વચ્છ રાખવા પાલિકાને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટ આવતી હોય છે, નગરના અણીયાદ ચોકડી સહિતના અન્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ગાડી અદ્રશ્ય થઈ જતા નગરજનોને કચરો ક્યાં ફેંકવો તે એક પ્રશ્ન સતાવી રહ્યો છે. નગરની શાન્તા કુંજ સોસાયટી સહિત અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસથી કચરો લેવા આવતી ગાડી બંધ હતી. જોકે નગર વિસ્તારમાં દિન પ્રતિદિન અનેક સમસ્યાઓથી નગરજનો હેરાન પરેશાન થતા હોય તેમ છતાં પાલિકાના ચીફ ઓફ્સિર અને સત્તાધીશોના પેટનું પાણી હાલી નથી રહ્યું. જેને લઈને પાલિકા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પાલિકા દ્વારા નગરજનોને વધુ સુવિધા મળે તેવા પ્રયાસો કરવાના બદલે દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે, જેને લઈને નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward