android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudaypur:મા.શાળાના 25 શિક્ષણ સહાયકને ફૂલ પગારના ઑર્ડર અપાયા
calendar_today January 12, 2026

Chhotaudaypur:મા.શાળાના 25 શિક્ષણ સહાયકને ફૂલ પગારના ઑર્ડર અપાયા

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે જિલ્લાની વિવિધ સરકારી માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા 25 શિક્ષણ સહાયકોને ફૂલ પગારના ઓર્ડર એનાયત કરવાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.આ શિક્ષણ સહાયકોએ તેમની પાંચ વર્ષની ફ્ક્સિ પગારની સેવા સફ્ળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરતા સરકારના નિયમાનુસાર તેઓને હવે પૂર્ણ પગારના લાભો મળવાપાત્ર થયા છે. ફૂલ પગારના ઓર્ડર મળતા જ શિક્ષણ સહાયકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. નવયુક્ત પૂર્ણ પગારી શિક્ષકોને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, શિક્ષકોની મહેનત અને સમર્પણને કારણે જ જિલ્લાની શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. આગામી સમયમાં પણ તેઓ આજ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓના ઘડતરમાં પોતાનું યોગદાન આપશેખ્ આ ઓર્ડર એનાયત કાર્યક્રમમાં DEO આનંદકુમાર પરમાર, વિવિધ શાળાના આચાર્ય તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:ઉત્તરાયણ પૂર્વે પતંગ બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી છવાઈ
calendar_today January 12, 2026

Godhra:ઉત્તરાયણ પૂર્વે પતંગ બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી છવાઈ

ગોધરા શહેરમાં આકાશી યુદ્ધના પર્વ તરીકે ઓળખાતું ઉતરાયણ પર્વ નજીક આવતા પતંગ બજારોમાં રોનક જોવા મળી રહી છે. ઉતરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી રહેતા ગોધરા શહેરના વિવિધ પતંગ બજારોમાં અંતિમ તબક્કાની ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.ઉતરાયણ પૂર્વેના શરૂઆતના દિવસોમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. પતંગો અને દોરીની વેચાણમાં અપેક્ષિત ઉછાળો ના આવતાં અનેક વેપારીઓમાં નિરાશા ફેલાઈ હતી. પરંતુ અંતિમ દિવસોમાં ઘરાકી નીકળતા વેપારીઓના ચહેરા પર ફરી સ્મિત જોવા મળ્યું છે. ગોધરા શહેરના રામસાગર તળાવની આસપાસ આવેલ પતંગ અને દોરીની દુકાનો પર મોડીરાત સુધી ખરીદદારોની ભીડ ઉમટી પડી હતી. નાના બાળકો, યુવાનો તેમજ પરિવાર સાથે આવેલા લોકો પતંગ, દોરી અને માંજાની ખરીદીમાં વ્યસ્ત નજરે પડયા હતા. ખાસ કરીને રંગબેરંગી પતંગો અને મજબૂત દોરી માટે ગ્રાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ અને દોરીની સાથે સાથે પીપુડા અને ચશ્માની ખરીદી માટે બજારમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ગોધરા શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પતંગ અને દોરીની ખરીદી માટે ઉમટી પડયા હતા. જેના કારણે ટ્રાફ્કિ જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ટ્રાફ્કિ પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ઓપરેશન સિંદુરની પતંગોની આકર્ષણ આ વર્ષે બજારમાં વિવિધ જાતની પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. દેશભક્તિના ભાવને ઉજાગર કરતી ઓપરેશન સિંદુર અને રાષ્ટ્રભક્તિ સંબંધિત લખાણ વાળી પતંગો લોકોમાં ખાસ લોકપ્રિય બની છે. દેશપ્રેમની લાગણી સાથે ઉતરાયણ ઉજવવા ઇચ્છતા લોકો આવા વિશેષ પતંગોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. ઉતરાયણના માહોલને રંગીન બનાવતા વિવિધ ડિઝાઇનના પીપુડા અને સ્ટાઇલિશ ચશ્મા પણ લોકોની પસંદ બની રહ્યા છે. દાહોદ જિલ્લામાં પતંગ પર્વ ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ દાહોદ : દાહોદ શહેર તથા જીલ્લામાં ઉતરાયણની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે. પતંગ બજારમાં ભીડ જામી રહી છે. જો કે હવે પતંગોત્સવ એક દિવસ પુરતો જ સિમિત થઈ ગયો છે. એક પ્રકારે હવે આ તહેવાર પણ પાર્ટી ટાઈમ જ બની રહ્યો હોય તેમ કહી શકાય છે. દાહોદમાં ઠેર ઠેર પતંગ,દોરી અને માંજાની હાટડીઓ મંડાઇ ગઈ છે. નાના મોટા, રંગબેરંગી પતંગોનું વેચાણ ચાલી રહ્યુ છે. સાથે જ ટોપીઓ,રંગીન ગોગલ્સ અને પીપુડાનું બજાર પણ મંડાઇ ગયુ છે. ઉંધિયુ, જલેબી, લીલવાની કચોરી અને ફાફ્ડાની જયાફ્ત માણવાની પણ પરંપરાને પગલે ફ્રસાણની દુકાનો ઉપરાંત હંગામી દુકાનોના ટેન્ટ પણ ઉભા કરી દેવાયા છે. ઉત્તરાયણમાં દાન ધર્માદાની પરંપરા આજે પણ જળવાયેલી હોવાથી ગૌશાળાઓમાં ગાયોને ઘાસ ખવડાવવા અને ગરીબોને વસ્ત્ર્રો અને અનાજનું દાન કરાશે. આ વખતે પવનની ગતિ સારી હોવાની આગાહી કરાઈ હોવાથી રંગત જામશે તેમ લાગી રહ્યુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:ડાયલ-112 જનરક્ષક સેવા સુરક્ષાનું મજબૂત કવચ બની
calendar_today January 12, 2026

Dahod:ડાયલ-112 જનરક્ષક સેવા સુરક્ષાનું મજબૂત કવચ બની

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી *Dial 112* જનરક્ષક સેવા દાહોદ જિલ્લામાં જનતાની સુરક્ષા માટે વિશ્વસનીય માધ્યમ બનીને ઉભરી છે. આધુનિક ટેક્નોલોજી અને તાલીમબદ્ધ સ્ટાફ સાથે સજ્જ આ સેવાએ લોન્ચિંગથી લઈને ડિસેમ્બર-2025 જનસુરક્ષા ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે.દાહોદ જિલ્લામાં હાલ 24 કલાક કાર્યરત 23 PCR વાહનો કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોની વહારે પહોંચી રહ્યા છે. આંકડાકીય વિગતો મુજબ, છેલ્લા મહિનામાં કુલ 4,568 કેસ હેન્ડલ કરાયા છે, જેમાંથી 4,355 કિસ્સામાં ઘટનાસ્થળે ત્વરિત PCR વાન રવાના કરાઈ હતી. આ સેવાનો સરેરાશ પ્રતિસાદ સમય 21 મિનિટ 45 સેકન્ડ નોંધાયો છે. સૌથી વધુ 1,572 કેસ મારામારીના હતા. ઉપરાંત જાહેર ઉપદ્રવના 1,251, મહિલાઓ વિરુદ્ધની હિંસાના 289, રોડ અકસ્માતના 247 અને ઘરેલુ હિંસાના 74 કેસમાં જનરક્ષક સેવાએ સમયસર પહોંચીને રાહત પૂરી પાડવામાં આવે છે. જનરક્ષક સેવાની કાર્યક્ષમતામાં સતત સુધારો ડિસેમ્બરમાં સૌથી ઝડપી જિલ્લામાં જનરક્ષક સેવાની કાર્યક્ષમતામાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 2025માં 810 કેસ સામે 22.53 મિનિટનો પ્રતિસાદ સમય હતો. જે ઓક્ટોબરમાં 1,470 કેસ છતાં જળવાઈ રહ્યો હતો. નવેમ્બરમાં 1,334 કેસમાં સમય ઘટીને 20.28 મિનિટ થયો હતો જ્યારે ડિસેમ્બર-2025માં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરતા માત્ર 18 મિનિટ 55 સેકન્ડમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મદદ પૂરી પાડી હતી. ઇમર્જન્સીમાં પણ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ જનરક્ષક સેવાએ સમયસર પહોંચીને રાહત પૂરી પાડવામાં આવે છે. આ સેવા માત્ર ગુનાખોરી જ નહીં, પણ અવાજ પ્રદૂષણ, ચોરી અને જીવના જોખમ જેવી ઇમર્જન્સીમાં પણ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મહિલા સુરક્ષાથી લઈને આગ અકસ્માત જેવી ગંભીર ઘટનાઓમાં આ સેવા જિલ્લામાં ‘ર્ફ્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે ઉભરી આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward