android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotauadypur:નસવાડીમાં કન્યા છાત્રાલયમાં ગૃહપતિ ફરજ બજાવતા વિરોધ
calendar_today January 12, 2026

Chhotauadypur:નસવાડીમાં કન્યા છાત્રાલયમાં ગૃહપતિ ફરજ બજાવતા વિરોધ

નસવાડી ખાતે ચાલતી કન્યા છાત્રાલયમાં ગૃહમાતાની જગ્યાએ ગૃહપતિ ફરજ બજાવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કન્યા છાત્રાલયથી રેલી યોજીને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. અને 10 દિવસમાં નિરાકરણ લાવવા રજૂઆત કરાઇ હતી. જો તેમ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.નસવાડીની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા ન હોવાને કારણે કન્યાઓને મુશ્કેલી પડે છે. જ્યારે કન્યા છાત્રાલયનું સંચાલન કુમાર છાત્રાલયના ગૃહપતિ દ્વારા કરાય છે. જેમાં સંચાલનના ઘણા પ્રશ્નો ઉદભવે જે અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.10 દિવસમાં મહિલા વોર્ડન ન મૂકાય તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જ્યારે ગુજરાતમાં મહિલા વિકાસ,મહિલા સશક્તિ કરણ અને મહિલા સુરક્ષાની વાત થતી હોય ત્યારે કન્યા છાત્રાલયમાં 50થી વધુ બહેનો રહે છે. મહિલા વોર્ડનની જગ્યાએ પુરુષ વોર્ડન તરીકે ફરજ બજાવે છે. જ્યારે બહેનોને કોઈ મુશ્કેલી થકે બહેનો સાથે કોઈ ઘટના થશે ત્યારે તેનો જવાબદાર કોણ ? આજે અમે અહીં રજૂઆત કરવા આવ્યા ત્યારે કચેરીએ કોઈ અધિકારી હાજર નથી. અમારા ABVP દ્વારા માંગ છે કે દશ દિવસમાં મહિલા વોર્ડન મૂકવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન થશે. - ધ્રુવ ઠક્કર, સંયોજક, વડોદરા વિભાગ, ABVP ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotauadypur:ભીંડોલ ગામે ખેતરમાંથી 10 અને 6 ફૂટના બે અજગરનું રેસ્ક્યૂ
calendar_today January 12, 2026

Chhotauadypur:ભીંડોલ ગામે ખેતરમાંથી 10 અને 6 ફૂટના બે અજગરનું રેસ્ક્યૂ

પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી વૃક્ષના થડમાં છુપાયેલા બે મહાકાય અજગરો મળી આવતા કુતૂહલ સાથે ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. કરસણ ગામના સર્પ નિષ્ણાતે ભારે જહેમત બાદ બંને અજગરોને પકડી પાડી જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.ભીંડોલ ગામના રહેવાસી કાબલાભાઈ અમરસિંગભાઈ રાઠવાના ખેતરમાં સૂકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે બે અલગ વૃક્ષોના પોલાણવાળા થડમાંથી અચાનક અજગરો દેખાઈ આવતા કામ કરી રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જે પૈકી એક અજગર આશરે 10 ફૂટ લાંબો અને બીજો અજગર 6 ફૂટ લાંબો હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ થતા જ કરસણ ગામના સાપ પકડવાના નિષ્ણાત મિતેશભાઇ દેવેન્દ્રભાઈ રાઠવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. બાદમાં આ બંને અજગરોને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા. મિતેશભાઇ રાઠવા આ ક્ષેત્રમાં લાંબા સમયથી માનદ સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, માનવ અને વન્યજીવ બંનેના જીવ બચાવવા તે તેમનો મુખ્ય હેતુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotauadypur:કદવાલ પાસે વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો
calendar_today January 12, 2026

Chhotauadypur:કદવાલ પાસે વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન એક લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી ગાડીમાંથી ગેરકાયદે હથિયાર મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી એક બારબોરની બંદૂક અને ગાડી મળી કુલ રૂા.1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગત રાત્રે પોલીસની ટીમ કદવાલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી. ત્યારે રાતે 1:30 વાગ્યે કદવાલ કસ્બા ફળિયા તરફ્થી એક લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી-8 આવતા પોલીસે તેને અટકાવી હતી. ગાડીની તપાસ કરતા પાછળની સીટ પરથી એક નાળીવાળી બારબોરની બંદૂક મળી આવી હતી. ગાડી ચલાવી રહેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ સોહીલ ઉર્ફે બારોટ હબીબ શેખ (ઉં. 22, રહે. છોટાઉદેપુર, હાલ રહે. દે.બારીયા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જ્યારે બંદૂકનું લાયસન્સ કે પાસ-પરવાનાની માંગ કરી ત્યારે કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. લાંબી પૂછપરછ બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે, તેની પાસે આ હથિયાર રાખવાનો કોઈ કાયદેસરનો પરવાનો નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward