android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: રામોલ અને હાથીજણમાં ગટરના ગંદા પાણીનું સામ્રાજ્યઃ શાહેઆલમ રેસિડેન્સી ટાપુમાં ફેરવાઈ
calendar_today January 12, 2026

Ahmedabad: રામોલ અને હાથીજણમાં ગટરના ગંદા પાણીનું સામ્રાજ્યઃ શાહેઆલમ રેસિડેન્સી ટાપુમાં ફેરવાઈ

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે.છેલ્લા કેટલાક સમયથી શાહેઆલમ રેસિડેન્સી, રામોલ ગામ, જનતાનગર અને રિંગ રોડ પર ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળતા સ્થાનિકોનું જીવવું દુષ્કર બન્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જાણે ભર ઉનાળે ચોમાસામાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સ્થાનિકોનો આરોપ છે કે, રહેણાંક વિસ્તારોની ગટર સાથે આસપાસના એસ્ટેટના ગેરકાયદેસર ગટર કનેક્શનના કારણે લાઈન વધુ બ્લોક થઈ રહી છે અને પ્રદૂષિત પાણી રસ્તા પર ફરી રહ્યા છે. શાહેઆલમ રેસીડેન્સીની ત્રણેય બાજુના રસ્તાઓ ગટરના કાળા પાણીથી છલકાઈ ગયા છે. દરરોજ વહેલી સવારે જ્યારે ઘરવપરાશના પાણીનો ઉપયોગ વધે છે, ત્યારે આસપાસના 500 મીટર સુધીના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળે છે. આ ગંદું પાણી એટલા વેગથી બહાર આવે છે કે રોડ પરથી પસાર થવું અશક્ય બની ગયું છે. સવારના 10 વાગ્યા પછી પણ પાણીનું વહેણ બંધ થતું નથી, જેને કારણે આખો વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:ડભોઇમાં ખાતર મેળવવા 118 ગામના ખેડૂતોને રઝળપાટ
calendar_today January 12, 2026

Vadodara:ડભોઇમાં ખાતર મેળવવા 118 ગામના ખેડૂતોને રઝળપાટ

ડભોઇ તાલુકામાં ખેતીની સીઝન જામી છે ત્યારે તાલુકાના 118 ગામના ખેડૂતોને પાયાની જરૂરિયાત ગણાતા ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇમાં બે-બે ડેપો હોવા છતાં પણ ખાતરના વિતરણમાં ગેરવહીવટ અને અછતને કારણે ખેડૂતો સવારથી સાંજ સુધી લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. છતાં અનેક ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે.ખાતર મેળવવા ખેડૂતો પાસે આધારકાર્ડ માંગે છે. પરંતુ અંગૂઠાના નિશાન (Biometric) મેચ ન થવાને કારણે વૃદ્ધ ખેડૂતોને ખાતર આપવા નન્નો ભણાય છે. ટેકનિકલ ખામીનો ભોગ ખેડૂતો બને છે. ડેપો પર ખાતર લેવા આવતા ખેડૂતોને ટોકન અપાતા નથી. જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ જ્યારે બારી પર પહોંચે ત્યારે જથ્થો પૂરો થઈ ગયો છે. તેમ કહીને તેમને હાંકી કાઢવામાં આવે છે. જ્યારે ખેડૂતો જવાબ માંગે છે ત્યારે અધિકારીઓ ખાતરનો જથ્થો ઉપરથી જ ઓછો આવ્યો છે તેમ કહી જવાબદારીમાંથી છટકે છે. અગાઉ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવે જે નવો પાક વાવ્યો છે. તેના માટે ખાતર અનિવાર્ય છે. પરંતુ એક-બે થેલી ખાતર માટે ખેડૂતોએ વલખા મારવા પડે છે. ડભોઇ તાલુકાના 118 ગામોમાંથી ખેતીકામ પડતું મૂકીને આવતા ખેડૂતોનો આક્ષેપ છે કે, અમારે રોજ ધર્મધક્કા ખાવા પડે છે. ઘરના કામ અને ખેતી છોડીને અહીં આવીએ છીએ, પણ તંત્રની અણઆવડતને કારણે અમારો સમય અને મજૂરી બંને વેડફાય છે. ખેડૂતોની માંગ છે કે, ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવી ટોકન પ્રથા શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને બિનજરૂરી લાઇનોમાં ઉભા ન રહેવું પડે. આધારકાર્ડ લીંક ન હોય તો ખાતર મળતું નથી ડભોઇમાં ખાતરના બે ડેપો આવેલા છે. એક જગ્યા પર ખાતર છે. અને બીજી જગ્યાએ પર ખાતર લેવા આવ્યા તો આધારકાર્ડ માંગે છે. આધારકાર્ડ લીંક ના હોય તો ખાતર આપતા નથી. અમે ખેડૂત છે કઈ વેપારી થોડા છે. ધંધો કરવા માટે થોડા ખાતર માંગે છે. અમારી પાસે આધારકાર્ડ લીંક અને અંગૂઠો માંગે છે. એક તો કમોસમી વરસાદને કારણે પાક ખલાસ થયો છે. હવે નવા પાક માટે પણ અમે ખાતર માટે વલખા મારી રહ્યા છે. વહેલી તકે ખાતર ખેડૂતોને મળે તો હવે શિયાળો અને ઉનાળું પાક બચી શકે. - ઈશ્વરભાઈ અંબાલાલ બારીયા, પુડાગામ ખેડૂત સવારથી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર મળતું નથી સવારના લાઈનમાં ઊભા છે. 45થી 50 જણા લાઈનમાં છે તો ક્યારે નંબર આવે હાલ ઉતરાયણ છે. લાઈનમાં ઊભા રહ્યાં પછી પણ ખાતર મળતું નથી. એટલે ટોકન નંબર આપો તો ટોકનથી ખાતર મળી રહે. અમે વેપાર કરવા નહીં લઈ જતા ખાતર એ ખેડૂતો છે. બધાને બે ત્રણ થેલી આપે તો બધાનું કામ ચાલે એક તો કમોસમી વરસાદને કારણે ડાંગર કપાસ, દિવેલાનો પાક ખલાસ થયા છે. હવે શિયાળો અને ઉનાળો જે પાક લેવાનો છે. તેના માટે બિયારણ નાખી દીધું છે. ખાતરની જરૂર છે પણ તે માટે ધરમધક્કા ખાવા પડે છે. તો વહેલી તકે ખાતરની વ્યવસ્થા થાય એવી અમારી માંગ છે. - તુલસીદાસ રણછોડભાઈ બારીયા, ગામડી ખેડૂત ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:કરજણના માકણ ગામે મદ્રેસામાં કાર્યરત કરાયેલ ગ્રામ પંચાયત
calendar_today January 12, 2026

Vadodara:કરજણના માકણ ગામે મદ્રેસામાં કાર્યરત કરાયેલ ગ્રામ પંચાયત

કરજણ તાલુકાના માકણ ગામની ગ્રામ પંચાયતનુ મકાન જર્જરિત થતાં છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતની કામગીરી ગામમાં આવેલ મદ્રેસાના રૂમમાં કરવામાં આવેલ છે. જ્યારે મદ્રેસા રૂમમાં પંચાયતનો જરૂરી રેકોર્ડ કબાટ, તિજોરીમાં મુકેલ નથી. પરંતુ પોટલા બાંધીને ખુલ્લામાં મૂકી દેવાયો છે.મદ્રેસામાં બાળકો ધાર્મિક તાલીમ લેવા માટે આવતા જતા હોય છે. ગામના લોકો પણ ત્યાંથી પસાર થતા હોય છે. ખુલ્લામાં મૂકેલ જરૂરી રેકોર્ડ સાથે કોઈ ચેડા થાય અને કોઈ રેકોર્ડ જોવા માટે પ્રયત્ન કરે અથવા જરૂરી રેકોર્ડ ગુમ થાય તેના માટે જવાબદાર કોણ ? એ બાબતે ગામના માજી સરપંચ દેસાઈ શરીફ અહમદે કરજણ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે. અને નિષ્કાળજીથી કામ કરનાર તલાટી સહિત અન્ય જવાબદાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે. ગત તા.3-1-26ના રોજ તલાટી કમ મંત્રી પોતાની કામગીરી બાદ સાંજના 6 કલાકે પંચાયત ઓફ્સિ બંધ કરીને જતા રહ્યાં હતા. ત્યારે રાત્રિના લગભગ 9 કલાકે ખુલ્લામાં મુકેલ પંચાયત રેકોર્ડ પાસે પંચાયતના બે જવાબદાર ઈસમો જોવા મળેલા હતા. અને રેકોર્ડના પોટલા ખોલીને જોતા હશે. જે મદ્રેસાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. પંચાયતના જરૂરી ખાનગી રેકોર્ડ સાથે છેડછાડ થાય અથવા ખોવાઈ જાય તો નવા ડોક્યુમેન્ટ મેળવવા મુશ્કેલ હોય તે માટે ગામના તલાટી કમ મંત્રી અને અન્ય બે પંચાયતના અધિકારીઓની મીલીભગત હશે કે શું તેવી લોકચર્ચા ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward