android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં ઠંડી સાથે હવા વધુ પ્રદૂષિત, AQI ચિંતાજનક સ્તરે
calendar_today January 13, 2026

Ahmedabad માં ઠંડી સાથે હવા વધુ પ્રદૂષિત, AQI ચિંતાજનક સ્તરે

અમદાવાદ શહેરમાં ઠંડીની તીવ્રતાથી હવાના પ્રદૂષણમાં ઘટાડો ન થતાં આરોગ્ય માટે જોખમ વધ્યું છે. વહેલી સવારે શહેરભરના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ચિંતાજનક સ્તરે પહોંચી ગયો, જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.વિવિધ વિસ્તારોમાં માપેલા AQI આંકડા * શાંતિગ્રામ: 257 * ગોદરેજ ગાર્ડન સિટી: 203 * બોડકદેવ: 198 * થલતેજ: 194 * બોપલ: 190 * શાહીબાગ: 190 * નવરંગપુરા: 187 * સોનીની ચાલી : 183 * સેટેલાઇટ: 182 * ઉસ્માનપુરા: 180 * ચાંદખેડા: 179 * સરખેજ: 177 સવારે અને સાંજે ધુમ્મસ જેવી સ્થિતિ જોવા મળી રહી છે વાહનોમાંથી નીકળતો ધુમાડો, બાંધકામની ઉડતી ધૂળ અને ઔદ્યોગિક એકમોના પ્રદૂષણથી એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે.સવારે અને સાંજે ધુમ્મસ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ખાંસી જેવી ફરિયાદો વધી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શ્વાસ સંબંધિત દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે.. શ્વાસ સંબંધિત દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શ્વાસ સંબંધિત દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. નિષ્ણાતો માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. આ પણ વાંચો----   Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

Read Full Story arrow_forward
Amreli : ખાંભાના હનુમાનપુર ગામે 2 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, વન વિભાગે દીપડાને પકડવા 2 પાંજરા મુક્યા
calendar_today January 13, 2026

Amreli : ખાંભાના હનુમાનપુર ગામે 2 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, વન વિભાગે દીપડાને પકડવા 2 પાંજરા મુક્યા

અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે આજુબાજુના વન વિસ્તારમાં દીપડાના હુમલામાં એક 2 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ડોક્ટરો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર અપાઇ આ ઘટના બાદ પરિવારના સભ્યો અને ગ્રામજનો તરત બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા ડોક્ટરો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. દીપડાને પકડવા માટે બે પાંજરા મુક્યા વન વિભાગને ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દીપડાને પકડવા માટે બે પાંજરા મુક્યા છે. વનવિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ગામમાં લોકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું ગામમાં લોકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે, જ્યારે વનવિભાગ દ્વારા તપાસ અને દીપડાને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આ પણ વાંચો----   Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

Read Full Story arrow_forward
Ahmedabad માં ગાઢ ધુમ્મસથી હવાઈ સેવા ખોરવાઈ, 30 ફ્લાઇટ પર અસર, મુસાફરોને હાલાકી
calendar_today January 13, 2026

Ahmedabad માં ગાઢ ધુમ્મસથી હવાઈ સેવા ખોરવાઈ, 30 ફ્લાઇટ પર અસર, મુસાફરોને હાલાકી

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવાઓ પર વ્યાપક અસર જોવા મળી છે. ધુમ્મસને કારણે અમદાવાદ આવતી-જતી અંદાજે 30 જેટલી ફ્લાઇટ પર અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.હિમવર્ષાના કારણે બહારથી આવતી કેટલીક ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ પડી ઉત્તર ભારતના વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે બહારથી આવતી કેટલીક ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને દિલ્હી, શિમલા અને શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હોવાનું એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું છે. અનેક ફ્લાઇટ્સે 2થી 5 કલાક સુધી મોડેથી ઉડાન ભરી આ ઉપરાંત પટના, જયપુર સહિતના શહેરોથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સે 2થી 5 કલાક સુધી મોડેથી ઉડાન ભરી હતી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ફ્લાઇટ રદ્દ થવાથી તેમજ લાંબા વિલંબના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઇટસ રદ અને વિલંબ થતાં એરપોર્ટ પર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે  હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે છે, જેના કારણે હવાઈ સેવા પર અસર ચાલુ રહેવાની શક્યતા છે. આ પણ વાંચો-----    Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

Read Full Story arrow_forward