android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar News : કાલાવડમાં પેરાગ્લાઈડિંગ બન્યું જીવલેણ, આકાશમાંથી સીધો હાઈટેન્શન વીજ વાયર પર પટકાયો યુવક
calendar_today January 13, 2026

Jamnagar News : કાલાવડમાં પેરાગ્લાઈડિંગ બન્યું જીવલેણ, આકાશમાંથી સીધો હાઈટેન્શન વીજ વાયર પર પટકાયો યુવક

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાલાવડની મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટીમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાં 100 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યો હતો, ત્યારે અચાનક સંતુલન બગડતા તે સીધો નીચે પસાર થતા હાઈટેન્શન વીજ વાયર પર જઈ પડ્યો હતો. પેરાશૂટ વીજ વાયરના સંપર્કમાં આવતા જ જોરદાર ધડાકો થયો હતો અને યુવક હવામાં લટકી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડધામ શરૂ થઈ હતી.કોણ હતો આ પેરાગ્લાઈડર? આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વ્યક્તિ કોણ છે અને તેણે ક્યાંથી ઉડાન ભરી હતી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ પેરાગ્લાઈડિંગ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, અને તે વ્યક્તિ કયા ચોક્કસ સ્થળે જવાનો હતો. વીજ વાયર પર પટકાયેલા યુવકની સ્થિતિ અને તેની ઓળખ અંગે વધુ વિગતો મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : પક્ષીઓના રક્ષણ માટે સરકાર સજ્જ, થલતેજ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરથી કરુણા અભિયાનનો પ્રારંભ

Read Full Story arrow_forward
Rajkot : તહેવાર ટાણે જ સિંગતેલના ભાવમાં તેજી, સિંગતેલ 15 કિલોના ડબ્બાનો ભાવ 2725 થયો
calendar_today January 13, 2026

Rajkot : તહેવાર ટાણે જ સિંગતેલના ભાવમાં તેજી, સિંગતેલ 15 કિલોના ડબ્બાનો ભાવ 2725 થયો

તહેવાર ટાણે જ સિંગતેલના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો છે. છેલ્લા ચાર દિવસમાં 15 કિલોના સિંગતેલના ડબ્બામાં રૂ. 120 નો વધારો થયો છે, અને હાલમાં આ ડબ્બો રૂ. 2725 ના ભાવે વેચાઈ રહ્યો છે.યાર્ડમાં મગફળીની મબલખ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો મગફળીની વિક્રમી ઉપજ અને યાર્ડમાં મગફળીની મબલખ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો યો છે જેના માટે સટોડિયાઓને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સટોડિયાઓએ સિંગતેલને મોંઘુ  બનાવ્યું છે કોઈ ખાસ નીતિ કે આયોજન ન હોવાને કારણે હાલની સ્થિતિ અનિયંત્રિત ખાદ્યતેલના ભાવને નિયંત્રિત કરવા માટે કોઈ ખાસ નીતિ કે આયોજન ન હોવાને કારણે હાલની સ્થિતિ અનિયંત્રિત બની છે. આ પણ વાંચો----  Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

Read Full Story arrow_forward
Vadodara News : કરજણમાં નસેડીનો આતંક, 108 એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી હોસ્પિટલને બાનમાં લીધી
calendar_today January 13, 2026

Vadodara News : કરજણમાં નસેડીનો આતંક, 108 એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી હોસ્પિટલને બાનમાં લીધી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં એક નશાખોર શખ્સે ભારે હોબાળો મચાવતા સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 108 એમ્બ્યુલન્સને એક ઈમરજન્સી કોલ મળતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં આ નસેડીએ અચાનક ઉશ્કેરાઈ જઈ એમ્બ્યુલન્સમાં તોડફોડ શરૂ કરી હતી. તેણે એમ્બ્યુલન્સની અંદર રહેલા કિંમતી મેડિકલ મોનિટરને તોડી નાખ્યું હતું અને સારવાર કરી રહેલા સ્ટાફ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આટલેથી ન અટકતા, આ શખ્સે હોસ્પિટલના પરિસરમાં પણ ધાકધમકી આપી ભયનો માહોલ પેદા કર્યો હતો.ખાખીનો ખૌફ ન રહ્યો ત્યારબાદ જ્યારે આ શખ્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે ત્યાં પણ તેણે પોતાની હિંસક પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં ઘૂસીને તેણે સાધન-સામગ્રી વેરવિખેર કરી નાખી હતી અને હોસ્પિટલના સ્ટાફને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમયસર પહોંચીને આ નસેડી શખ્સની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મેડિકલ સ્ટાફમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : Jamnagar News : કાલાવડમાં પેરાગ્લાઈડિંગ બન્યું જીવલેણ, આકાશમાંથી સીધો હાઈટેન્શન વીજ વાયર પર પટકાયો યુવક

Read Full Story arrow_forward