android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttarayanમાં 7થી 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, દિવસભર વાતાવરણ ખુલ્લું રહેશે, પરેશ ગોસ્વામીની આગાહી
calendar_today January 13, 2026

Uttarayanમાં 7થી 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, દિવસભર વાતાવરણ ખુલ્લું રહેશે, પરેશ ગોસ્વામીની આગાહી

ઉત્તરાયણના તહેવારમાં પવન કેવો રહેશે તે વિશે પતંગ રસિકોને ભારે ઉત્સુક્તા જોવા મળતી હોય છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ઉતરાયણમા પવન કેવો રહેશે તેની સંભાવના વ્યક્ત કરી છે.દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે પરેશ ગોસ્વામીના અનુસાર, વહેલી સવારે શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને સવારે થોડી ઝાકળ પણ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે. પવનની ઝડપ કેટલી હશે પવનની ઝડપ અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિમી પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 12 થી 14 કિમી પ્રતિ કલાક તથા દક્ષિણ ગુજરાતમાં 13 થી 14 કિમી પ્રતિ કલાક અને મધ્ય ગુજરાતમાં 10 થી 11 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે પવનની ગતિ ગત વર્ષની તુલનામાં થોડી ઓછી રહી શકે ગોસ્વામીનું અનુમાન છે કે આ વર્ષે પવનની ગતિ ગત વર્ષની તુલનામાં થોડી ઓછી રહી શકે છે.આ પણ વાંચો----   Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

Read Full Story arrow_forward
Ahmedabad News : પક્ષીઓના રક્ષણ માટે સરકાર સજ્જ, થલતેજ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરથી કરુણા અભિયાનનો પ્રારંભ
calendar_today January 13, 2026

Ahmedabad News : પક્ષીઓના રક્ષણ માટે સરકાર સજ્જ, થલતેજ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરથી કરુણા અભિયાનનો પ્રારંભ

ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઘાયલ ન થાય અને જો ઈજા પહોંચે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ સ્થિત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતેથી 'કરુણા અભિયાન'નો પ્રારંભ કરાવ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ અભિયાન આગામી 20 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. CMએ કેર સેન્ટરની મુલાકાત લઈને પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વયંસેવકો તેમજ તબીબોની કામગીરીને બિરદાવી હતી.કરુણા અભિયાનનું સેવા યજ્ઞ આ અભિયાનની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા ૫ વર્ષમાં આશરે 22,163 જેટલા અબોલ પક્ષીઓને સમયસર સારવાર આપીને તેમનું જીવન બચાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ સમયગાળા દરમિયાન ખાસ હેલ્પલાઇન નંબરો અને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સવાર અને સાંજ પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ચગાવવાનું ટાળે, જેથી પક્ષીઓને ઇજા થવાનું જોખમ ઘટાડી શકાય. આ પણ વાંચો : Mehsana માં પંચાલ સમાજનું શક્તિ પ્રદર્શન, વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા યોજાયું ભવ્ય મહાસંમેલન

Read Full Story arrow_forward
Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત
calendar_today January 13, 2026

Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી જોવા મળતા ચકચાર મચી ગઇ છે. ચાકલીયા પોલીસે પોતાના જ ત્રણ પોલીસ કર્મીઓ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.3 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડ, હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા સામે ખુદ ચાકલીયા પોલીસે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. દારુ ભરેલી ગાડીનું પાયલોટીંગ કરતા હતા  તપાસમાં સામે આવ્યું છે કે હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં દારૂ ભરેલો હતો જ્યારે કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અને અર્જુન ભુરિયા અલ્ટો કરામાં પાયલોટીંગ કરતા હતા દારૂ ભરેલી ગાડીને છોડીને ત્રણેય પોલીસ કર્મી ફરાર જો કે તેઓ દારુ લઇને આવી રહ્યા હતા ત્યારે ચાકલીયા પોલીસ તથા ઝાલોદ પોલીસ અને એલસીબી પોલીસે નાકાબંધી કરી હતી જેથી પોલીસને જોઇને દારૂ ભરેલી ગાડીને છોડીને ત્રણેય પોલીસ કર્મી ફરાર થઇ ગયા.  66 હજાર કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો પોલીસ દ્વારા ગાડીમાંથી રૂ. 66 હજાર કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સમગ્ર ઘટનાના પગલે ચાકલીયા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપી પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ પણ વાંચો-----    Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

Read Full Story arrow_forward