android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભાવનગર યાર્ડમાં હરાજીનું કામકાજ રહેશે બંધ
calendar_today January 13, 2026

Bhavnagar News : મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભાવનગર યાર્ડમાં હરાજીનું કામકાજ રહેશે બંધ

આગામી મકરસંક્રાંતિના પવિત્ર પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપાર અને હરાજીના કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરીને તમામ ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટોને જાણ કરવામાં આવી છે કે આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાં તેમજ ડુંગળીની જાહેર હરાજી પ્રક્રિયા બંધ રહેશે. તહેવારના દિવસે મજૂરો અને કર્મચારીઓની રજા હોવાને કારણે દર વર્ષની જેમ આ વખતે પણ કામકાજ સ્થગિત રાખવામાં આવ્યું છે.સેક્રેટરીની ખેડૂતોને અપીલ યાર્ડ પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મકરસંક્રાંતિના વિરામ બાદ આગામી ગુરુવારથી યાર્ડમાં તમામ જણસીઓની હરાજી પુનઃ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ખેડૂતોને હાલાકી ન પડે તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે કે તેઓ રજાના દિવસે પોતાનો માલ લઈને યાર્ડમાં ન આવે. ગુરુવાર સવારથી ફરીથી મોટા પાયે હરાજી શરૂ થશે, જેમાં ડુંગળી અને અન્ય તેલીબિયાંની આવક વધવાની શક્યતા જોતા યાર્ડ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પણ વાંચો : Ambaji માં ભક્તિનો મહાસંગમ, મકરસંક્રાંતિના પર્વે સાધુ સંતોના જમાવડાથી માઈધામ ગુંજી ઉઠ્યું

Read Full Story arrow_forward
Kutch : ગાંધીધામ મહાનગરપાલિકાએ દબાણ હટાવો ઝુંબેશમાં 4 કરોડની જમીન ખુલ્લી કરી, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું
calendar_today January 13, 2026

Kutch : ગાંધીધામ મહાનગરપાલિકાએ દબાણ હટાવો ઝુંબેશમાં 4 કરોડની જમીન ખુલ્લી કરી, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું

કચ્છના ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આદિપુરમાં ધાર્મીક દબાણ અને 20 જેટલા વિવિધ દબાણો હટાવાયા આ પ્રક્રિયામાં ખાસ કરીને આદિપુરમાં ધાર્મીક દબાણ અને 20 જેટલા વિવિધ કોમર્શિયલ તથા રહેણાક વિસ્તારોના દબાણ હટાવવામાં આવ્યા. મશીનોનો ઉપયોગ કરી દબાણ તોડાયા મહાનગરપાલિકા, પોલીસ અને પીજીવીસીએલની ટીમની હાજરીમાં થયેલી આ કામગીરી માટે 3 હિટાચી, 4 JCB, 2 બ્રેકર, 2 ડમ્પર અને 6 ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર દબાણો પર પાલિકાના બુલડોઝરની કામગીરી સાથે કડક કાર્યવાહી કરવામાં આવી.2000 ચોરસ મીટર જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા પાલિકાના અહેવાલ મુજબ, 2000 ચોરસ મીટર જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા છે, જેની અંદાજીત કિંમત 4 કરોડ રૂપિયાની હોવાનું જણાવાયું છે. આ કામગીરીથી શહેરના વિકાસ માટે મોટી જમીન ખુલ્લી થઈ છે.આ પણ વાંચો----   Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

Read Full Story arrow_forward
Porbanadar માં 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવાઈ ધ્રુજારી
calendar_today January 13, 2026

Porbanadar માં 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવાઈ ધ્રુજારી

ગુજરાતમાં ભૂસ્તરીય હલચલ સતત વધી રહી હોય તેમ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌરાષ્ટ્રના પોરબંદર પાસે આજે સવારે 9:58 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પોરબંદરથી આશરે 46 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ સવારના સમયે અનુભવાયેલી ધ્રુજારીને કારણે સ્થાનિકોમાં થોડો સમય ડરનો માહોલ જોવા મળ્યો હતો.ધરતીકંપના હળવા આંચકા આ પહેલાં કચ્છના ધોળાવીરામાં પણ વહેલી સવારે ધરતી ધ્રૂજી હતી. કચ્છના ધોળાવીરા નજીક વહેલી સવારે 3:05 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું એપિસેન્ટર ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં હતું. એક જ દિવસમાં રાજ્યના બે અલગ-અલગ છેડે નોંધાયેલા આ હળવા આંચકાઓને પગલે ભૂસ્તરશાસ્ત્રીઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. ખાસ કરીને કચ્છમાં અવારનવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં સતત ભય રહેતો હોય છે, ત્યારે પોરબંદર પંથકમાં પણ ભૂકંપની હાજરી નોંધાતા તંત્ર સજાગ બન્યું છે. આ પણ વાંચો : Bhavnagar News : મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભાવનગર યાર્ડમાં હરાજીનું કામકાજ રહેશે બંધ

Read Full Story arrow_forward