android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: સોમનાથ માત્ર મંદિર નહીં, ભારતની આત્માનું પ્રતિક : CM
calendar_today January 11, 2026

Gir Somnath: સોમનાથ માત્ર મંદિર નહીં, ભારતની આત્માનું પ્રતિક : CM

ગીર સોમનાથ ખાતે આયોજિત ભવ્ય શૌર્ય સભામાં ઉપસ્થિત રહીને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક ધાર્મિક સ્થળ કે મંદિર નથી, પરંતુ તે ભારતની આત્મા અને અસ્મિતાનું જીવંત પ્રતિક છે. ઇતિહાસમાં આ મંદિરને તોડવા માટે અનેક આક્રમણો થયા અને અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ભારતની અતૂટ આસ્થાને કોઈ પણ વિદેશી આક્રમણખોર ક્યારેય મિટાવી શક્યો નથી. CM એ ઉમેર્યું કે સોમનાથની કથા એ વીરોના ત્યાગ, શૌર્ય અને બલિદાનથી લખાયેલી છે. મંદિરનું પુનઃ નિર્માણ સરદાર પટેલનો સંકલ્પ મુખ્યમંત્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા કહ્યું કે, આઝાદી બાદ તેમણે જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો, જેને કારણે આજે આપણે આ ભવ્ય સ્વરૂપ નિહાળી રહ્યા છીએ. સોમનાથના રક્ષણ માટે અનેક શૂરવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, જે આપણને દેશભક્તિ અને ધર્મ રક્ષાની પ્રેરણા આપે છે. આ શૌર્ય સભા દ્વારા નવી પેઢીને ભારતના ભવ્ય વારસા અને પૂર્વજોના સંઘર્ષથી માહિતગાર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward
Surendranagar News: ઢોર ચરાવવા બાબતે ખેડૂત પર હુમલો
calendar_today January 11, 2026

Surendranagar News: ઢોર ચરાવવા બાબતે ખેડૂત પર હુમલો

લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામે ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે સશસ્ત્ર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક ઢોર ચરાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ ૧૦ જેટલા શખ્સોના ટોળાએ ખેડૂતો પર હુમલો કરી દીધો હતો, જેમાં ૫ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.બે દિવસમાં બીજી ઘટનાથી ચકચાર બળોલ ગામે બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ લાકડી અને અન્ય હથિયારો વડે ખેડૂતોને માર માર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પાંચેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લીંબડી તાલુકામાં છેલ્લા બે દિવસમાં અલગ-અલગ ગામોમાં ઢોર ચરાવવા બાબતે મારામારીની આ બીજી ઘટના છે, જેને પગલે પંથકમાં તંગદિલી ફેલાઈ છે. પોલીસ તપાસ તેજ ઘટનાની જાણ થતા જ લીંબડી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસે ૧૦ જેટલા શખ્સો સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને રોકવા માટે સ્થાનિક ખેડૂતો પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Surendranagar News : પાટડીના તળાવને અમદાવાદના કાંકરિયા જેવું આધુનિક બનાવાશે અને શક્તિપીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા સરકારમાં રજૂઆત કરાશે

Read Full Story arrow_forward
PM Kisan 22મો હપ્તો ક્યારે મળશે? ખેડૂતો માટે ડબલ ખુશખબર
calendar_today January 11, 2026

PM Kisan 22મો હપ્તો ક્યારે મળશે? ખેડૂતો માટે ડબલ ખુશખબર

PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં, દરેક વખત ₹2,000 તરીકે સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી સરકાર 21 હપ્તા સફળતાપૂર્વક જારી કરી ચૂકી છે અને હવે ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  PM કિસાનના હપ્તા વર્ષમાં ત્રણ વખત સરકારી નિયમો મુજબ, PM કિસાનના હપ્તા વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે. પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ, બીજો ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવે છે. છેલ્લો હપ્તો નવેમ્બર 2025માં જારી થયો હતો, તેથી 22મો હપ્તો ડિસેમ્બર 2025થી માર્ચ 2026 વચ્ચે આવવાનો છે. અગાઉના અનુભવ અને વહીવટી તૈયારીઓને જોતા, એવી શક્યતા છે કે આ હપ્તો માર્ચ 2026માં અથવા એપ્રિલ 2026ની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. બજેટ 2026માં મળી શકે છે ડબલ ખુશખબર 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર દેશભરના ખેડૂતોની નજર છે. હાલ PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6,000 મળે છે. પરંતુ મોંઘવારી, ખાતર, બીજ અને ખેતીના વધતા ખર્ચને કારણે લાંબા સમયથી આ રકમ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. એવી અટકળો છે કે બજેટમાં સરકાર PM કિસાનની વાર્ષિક સહાય વધારવાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય, તો તે ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે. આ કામ ન કરશો તો હપ્તો અટકી શકે છે ઘણા ખેડૂતોને હપ્તો ન મળવાનું મુખ્ય કારણ e-KYC પૂર્ણ ન હોવું છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે e-KYC પૂર્ણ કરનાર ખેડૂતોને જ આગળનો હપ્તો મળશે. જો તમે હજી સુધી e-KYC નથી કરાવી, તો તરત જ પૂર્ણ કરો. e-KYC પ્રક્રિયા e-KYC પ્રક્રિયા ખૂબ સરળ છે. pmkisan.gov.in પર જઈને ‘e-KYC’ વિકલ્પ પસંદ કરો, આધાર નંબર દાખલ કરો અને OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો. જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક છે, તો તમે ઘરે બેઠા આ પ્રક્રિયા કરી શકો છો.આ પણ વાંચો : BMC Election: મહાયુતિનું મેનિફેસ્ટો જાહેર, 24x7 પાણી અને સુધારેલા રસ્તાઓનો વચન

Read Full Story arrow_forward