android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: 1252 ગ્રામ ચાંદી સાથે 3 તસ્કરો ઝડપાયા
calendar_today January 11, 2026

Banaskantha News: 1252 ગ્રામ ચાંદી સાથે 3 તસ્કરો ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ અને મંદિર ચોરીના ગુનાઓને ઉકેલવામાં LCB પાલનપુરને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા 1252 ગ્રામ ચાંદીના દાગીના, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,86,631 છે, તે મુદ્દામાલ સાથે ત્રણ રીઢા તસ્કરોની ધરપકડ કરી લેવામાં આવી છે.ચોરીની મોડસ ઓપરેન્ડી અને ધરપકડ સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અનુસાર, LCB ઇન્સ્પેક્ટર એ. વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે સરદારભાઈ ભારમાભાઈ ડુંગાચીયાને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં અન્ય સાથીદારો બાબુભાઈ કાલાભાઈ અંગારી અને ભીમાભાઈ માનાભાઈ ડુંગાચીયાના નામ ખુલ્યા હતા. કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો આ ટોળકીની પૂછપરછમાં અંબાજી ઉપરાંત ઈડર (સાબરકાંઠા) અને રાજસ્થાનના દાનબોરા ગામે થયેલી ચોરીના ગુનાઓની પણ કબૂલાત કરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરીના 15 જેટલા અલગ-અલગ પ્રકારના ચાંદીના દાગીના કબ્જે કર્યા છે, જેમાં ચાંદીના કડા, ઝાંઝરી, પાયલ અને સિક્કાઓનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Ambaji: અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ત્રિદિવસીય મહોત્સવ માટે બેઠક મળી

Read Full Story arrow_forward
Surat News : ઉમરગામ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ટ્યુશનથી જતી સગીરાનું ગળું કાપનાર પંકજ પાસવાન જેલહવાલે
calendar_today January 11, 2026

Surat News : ઉમરગામ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ટ્યુશનથી જતી સગીરાનું ગળું કાપનાર પંકજ પાસવાન જેલહવાલે

વલસાડ જિલ્લાના ઉમરગામમાં વર્ષ 2022 માં બનેલી ચકચારી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને આખરે સફળતા મળી છે. 25 ઓગસ્ટ 2022ના રોજ નાની દહાડ રોડ પર ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી 17 વર્ષીય સગીરાની પંકજ પાસવાન નામના શખ્સે ચપ્પુના ઘા મારી અને ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી. આ લોહિયાળ ખેલ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તે સમયે બે સગીર આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી પંકજ પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે વલસાડ પોલીસે પંજાબમાં દરોડો પાડી આરોપી પંકજ પાસવાનને ઝડપી લીધો છે.ક્રૂરતાની પરાકાષ્ઠા ધરપકડ બાદ આરોપીને વલસાડ લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે. તપાસના ભાગરૂપે પોલીસે આરોપી પંકજને ઉમરગામના નાની દહાડ રોડ પર જે સ્થળે હત્યા કરી હતી ત્યાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આરોપી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. 2 વર્ષ બાદ મુખ્ય આરોપી ઝડપાતા સગીરાના પરિવારમાં ન્યાયની આશા જન્મી છે. પોલીસે અત્યારે આરોપી વિરુદ્ધ કડક પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો : Surat News : મેટ્રો પ્રોજેક્ટના સમાનની ચોરીનો પર્દાફાશ, અડાજણ પોલીસે ત્રણ શખ્સોને દબોચ્યા

Read Full Story arrow_forward
Ahmedabad News: સોનાની વીંટી ચોરી નકલી વીંટી મુકી દેતી એક મહિલા ચોર ઝડપાઈ, પોલીસે ચાર ગુના ઉકેલ્યા
calendar_today January 11, 2026

Ahmedabad News: સોનાની વીંટી ચોરી નકલી વીંટી મુકી દેતી એક મહિલા ચોર ઝડપાઈ, પોલીસે ચાર ગુના ઉકેલ્યા

સોનાની વીંટી ચોરી બગસરાની વીંટી મૂકી દેતી એક મહિલા ચોરની પોલીસે ધરપકડ કરી છે. જ્વેલર્સને ચુનો ચોપડનાર મહિલા પાસેથી પોલીસે 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહિલાએ 12 જેટલા જવેલર્સને ચૂનો ચોપડ્યો છે સાથે વધુ એક ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મહિલા વડોદરાથી અમદાવાદ પહોંચી મહિલા આરોપી પ્રવિણાબેન ઉર્ફે ટીની સેનવાએ 12 જ્વેલર્સને ચુનો લગાવ્યો છે.જેનાથી 4 ગુનામાં તે ફરાર હતી. નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલી આ મહિલા આરોપી પાસેથી 3 લાખના કિમતના દાગીના પણ કબ્જે કરવામા આવ્યા છે. નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચાલાકી પૂર્વક સોનાની વીંટીઓની ચોરી કરી હતી.ઝડપાયેલ આરોપી પ્રવિણાબેન સેનવાની પોલીસ શોધખોળ કરતી હતી. તેવામાં આરોપી વડોદરાથી અમદાવાદ ચોરીને અંજામ આપવા માટે આવી પહોચી હતી. દુકાનદારની નજર ચૂકવી વીંટી ચોરી લેતી નરોડા પોલીસને બાતમી મળી હતી કે જુદી જુદી જગ્યાએ નજર ચૂકવી દાગીના ઉઠાવનાર મહિલા નરોડા સ્મશાન ચાર રસ્તા પાસે ઉભી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને પ્રવિણાબેન ઉર્ફે ટીની ને ઝડપી લીધી હતી.પકડાયેલ મહિલાની પૂછપરછમાં જણાવ્યું હતું કે, આરોપી મહિલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને જતી અને જેન્ટ્સ વીંટીઓ જોતી હતી.જ્યારે સોની અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હોય ત્યારે તે નજર ચૂકવી પોતાની પાસે રહેલી નકલી વીંટી ત્યાં મૂકી દઈ અસલી સોનાની વીંટીની ચોરી કરી લેતી હતી.આરોપીની તપાસમા નરોડા પોલીસ સ્ટેશનના બે, ઓઢવનો એક અને સાબરમતી પોલીસ સ્ટેશનનો એક એમ કુલ 4 ગુનાઓ ઉકેલાયા છે. નરોડા પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચોઃ Gujarat News: PM મોદીએ રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો

Read Full Story arrow_forward