android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India : કડકડતી ઠંડીનો પ્રભાવ, નોઈડામાં ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ
calendar_today January 11, 2026

India : કડકડતી ઠંડીનો પ્રભાવ, નોઈડામાં ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ

ઉત્તર પ્રદેશમાં હાલ કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને સવારના સમયે દૃશ્યતા ખૂબ ઓછી રહેતી હોવાથી સામાન્ય જનજીવન સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગર જિલ્લા વહીવટીતંત્રે એક મહત્વપૂર્ણ અને જરૂરી નિર્ણય લીધો છે. નર્સરીથી લઇને ધોરણ 8 સુધી નોઈડામાં નર્સરીથી લઈને ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 15 જાન્યુઆરી, 2026 સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારી (BSA) રાહુલ યાદવ દ્વારા જારી કરાયેલા પત્ર મારફતે જાહેર કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિર્ણય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ઠંડી અને ધુમ્મસની ચેતવણી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચનાઓના આધારે લેવામાં આવ્યો છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ અસ્થાયી રીતે સ્થગિત આ આદેશ અનુસાર નર્સરી, એલકેજી, યુકેજી તેમજ ધોરણ 1 થી 8 સુધીના તમામ વર્ગોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અસ્થાયી રીતે સ્થગિત રહેશે. આ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ આવવાની ફરજ રહેશે નહીં. આ નિર્ણય તમામ સરકારી, સહાયિત અને ખાનગી શાળાઓ પર સમાન રીતે લાગુ પડશે, ભલે તે કોઈપણ બોર્ડ સાથે સંકળાયેલી હોય. ઠંડીના કારણે આ નિર્ણય વહીવટીતંત્રે જણાવ્યું છે કે ઠંડીના કારણે બાળકોમાં સર્દી, ખાંસી, તાવ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને નાના બાળકો માટે આ પ્રકારની હવામાન પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે. તેથી વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્યને સર્વોપરી માનતા આ પગલું લેવામાં આવ્યું છે. શાળા સંચાલકોને આદેશનું કડક પાલન જિલ્લા પ્રશાસને શાળા સંચાલકોને આદેશનું કડક પાલન કરવાની સૂચના આપી છે. સાથે સાથે માતા-પિતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ બાળકોને ઠંડીથી બચાવવા જરૂરી તકેદારી રાખે અને બહાર જવાની જરૂર ન હોય ત્યાં સુધી ઘરમાં જ રાખે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ શાળાઓ ફરીથી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ માટે, આ પગલું બાળકોના હિત અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો : India : સ્ટેશન પર ન રોકાતી ટ્રેનો માટે ફરજિયાત જાહેરાત, અકસ્માત અટકાવવાનો પ્રયાસ

Read Full Story arrow_forward
Delhiમાં તાપમાન 2.9 ડિગ્રી, શિયાળાએ તોડ્યા રેકોર્ડ
calendar_today January 11, 2026

Delhiમાં તાપમાન 2.9 ડિગ્રી, શિયાળાએ તોડ્યા રેકોર્ડ

ઉત્તર ભારત હાલમાં ભયંકર ઠંડીની ચપેટમાં છે. શિયાળાની આ લહેરે સામાન્ય જનજીવનને અસર પહોંચાડી છે. ખાસ કરીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી આ વખતે સૌથી વધુ ઠંડી અનુભવી રહી છે. રવિવાર, 11 જાન્યુઆરીએ દિલ્હીના આયાનગર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન માત્ર 2.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ ગણાયો છે. દિલ્હીના અન્ય વિસ્તારોમાં દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ તાપમાન ખૂબ જ નીચા સ્તરે રહ્યું. પાલમમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી, લોધી રોડ પર 4.6 ડિગ્રી અને સફદરજંગમાં 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વહેલી સવાર અને મોડા સાંજના સમયે ઠંડી એટલી વધી જાય છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ઠંડીથી બચવા માટે લોકો રસ્તા કિનારે અને ખુલ્લા વિસ્તારોમાં આગ તાપતા જોવા મળે છે. લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તરાખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ તાપમાન સતત ઘટી રહ્યું છે. રવિવારે રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સીકર 1.7 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું.  પંતનગરમાં તાપમાન 1.8 ડિગ્રી ઉત્તરાખંડના પંતનગરમાં તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું, જે તેને દેશનું ત્રીજું સૌથી ઠંડુ શહેર બનાવે છે. આ સિવાય રાજસ્થાનના ચુરુમાં 2.0 ડિગ્રી અને હરિયાણાના હિસારમાં 2.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં હજી થોડા દિવસો સુધી કડકડતી ઠંડી યથાવત રહી શકે છે. ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને વધારે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકો ગરમ કપડાં પહેરે, અનાવશ્યક મુસાફરી ટાળે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખે તેવી અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો : India : કડકડતી ઠંડીનો પ્રભાવ, નોઈડામાં ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ

Read Full Story arrow_forward
BMC Election: મહાયુતિનું મેનિફેસ્ટો જાહેર, 24x7 પાણી અને સુધારેલા રસ્તાઓનો વચન
calendar_today January 11, 2026

BMC Election: મહાયુતિનું મેનિફેસ્ટો જાહેર, 24x7 પાણી અને સુધારેલા રસ્તાઓનો વચન

મહાયુતિએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવનારી ચૂંટણી માટે પોતાનું મેનિફેસ્ટો બહાર પાડીને વિકાસકાર્યરત એજન્ડા રજૂ કર્યો છે. મતદાનના 4 દિવસ પહેલા જાહેર થયેલા આ ઢંઢેરાને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (અઠાવલે)ના વડા રામદાસ અઠાવલેની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. 24x7 સ્વચ્છ પાણી પુરવઠા પર ખાસ ભાર મેનિફેસ્ટોમાં રસ્તા સુધારણા, ભૂગર્ભ વિકાસ, ટ્રાફિક મેનેજમેન્ટ અને 24x7 સ્વચ્છ પાણી પુરવઠા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મહાયુતિનું કહેવું છે કે ઓછા ટ્રાફિકવાળા રસ્તાઓ પર ડામરના રસ્તા અને વધુ ટ્રાફિકવાળા માર્ગો પર સિમેન્ટ કોંક્રિટ (CC) રસ્તાઓ બનાવવામાં આવશે. સાથે સાથે રસ્તાઓની નીચે યુટિલિટી ડક્ટ બનાવવાની યોજના છે, જેથી ભવિષ્યમાં વારંવાર ખોદકામ કરવાની જરૂર ન પડે. નિયમિત જાળવણી કરાશે ખાનગી લેઆઉટમાં આવેલા રસ્તાઓને પણ ડામરથી ઢાંકીને તેમની નિયમિત જાળવણી કરાશે. શહેરમાં વારંવાર થતા ખોદકામથી નાગરિકોને થતી અસુવિધા ઘટાડવા માટે 15 સેવા વિસ્તારોમાં ખોદકામનું સંકલન અને યુટિલિટી ટનલના વિકાસની યોજના છે. પાર્કિગની સમસ્યા પાર્કિંગ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ઓન-સ્ટ્રીટ પાર્કિંગને બદલે કોમ્યુનિટી પાર્કિંગ બનાવાશે. સ્માર્ટ અને મલ્ટિ-લેવલ પાર્કિંગ સિસ્ટમ દ્વારા શહેરની પાર્કિંગ ક્ષમતા વધારવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ટ્રાફિકની માહિતી માટે રસ્તાઓ પર ડિજિટલ માહિતી બોર્ડ લગાવવામાં આવશે, જેનાથી ડ્રાઇવરોને વાસ્તવિક સમયની માહિતી મળશે. અપંગ નાગરકો માટે સુવિધા રાહદારીઓ અને અપંગ નાગરિકો માટે તમામ ફૂટપાથને પ્રમાણભૂત કોંક્રિટથી વિકસાવવામાં આવશે. ખુલ્લી જગ્યાઓનું સંચાલન મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે અને સ્થાનિક નાગરિક સંગઠનોને સંભાળની જવાબદારી સોંપવામાં આવશે. પાણીની સમસ્યાના ઉકેલ માટે મહાયુતિએ ગરગાઈ, પિંજલ અને દમણગંગા જેવા પ્રોજેક્ટ્સ આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાનો વચન આપ્યો છે. હાલની 3,800 MLD પાણી પુરવઠા ક્ષમતાને વધારીને 4,900 MLD સુધી પહોંચાડવાની યોજના છે. મેનિફેસ્ટોમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહીનું પણ વચન આપવામાં આવ્યું છે. સાથે જ મરાઠી ભાષા અને સંસ્કૃતિને મજબૂત કરવા માટે ખાસ વિભાગ અને કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પણ વાંચો : Delhiમાં તાપમાન 2.9 ડિગ્રી, શિયાળાએ તોડ્યા રેકોર્ડ

Read Full Story arrow_forward