android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot VGRC 2026: રિલાયન્સ પાંચ વર્ષમાં સાત લાખ કરોડનું રોકાણ કરશે, અદાણી કચ્છમાં 1.5 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે
calendar_today January 11, 2026

Rajkot VGRC 2026: રિલાયન્સ પાંચ વર્ષમાં સાત લાખ કરોડનું રોકાણ કરશે, અદાણી કચ્છમાં 1.5 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે

રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ સમિટમાં અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં છે. આ સમિટમાં રાજ્યના મોટા ઉદ્યોગગૃહો તરફથી મહત્વના કરાર કરવામાં આવ્યા છે. જેમાં રિલાયન્સના મુકેશ અંબાણી અને જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા સહિતના ઉદ્યોગપતિઓએ મહત્વના કરાર કર્યા હતાં.રિલાયન્સ ગ્રુપ આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે રાજકોટ વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેલા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જામનગર ઉર્જાનું કેન્દ્ર છે અને વધુ વિકસિત બનશે. ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એનર્જી પર ખાસ ફોકસ કરાશે. વિશ્વના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટને આગળ વધારીશું. જામનગરમાં AIનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર થવા જઈ રહ્યું છે. જીઓ AIના ક્ષેત્રમાં વધુ સક્રિય છે. ઓલિમ્પિકને લઈને ઓન રિલાયન્સ ફાઉન્ડેશન સક્રિય છે.ઓલિમ્પિક માટે અમે ખૂબ આશાવાદી અને તૈયાર છીએ. રિલાયંસ ગુજરાતી કંપની છે અને મારા પિતા સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતાં. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પછી ઐતિહાસિક શહેર એવા રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ ગર્વની વાત છે.ગુજરાતમાં કચ્છ સૌથી મોટું એનર્જી હબ છે અને મુંદ્રા અમારી કર્મભૂમિ છે અદાણી પોર્ટના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ કહ્યું હતુ કે, વડાપ્રધાન મોદીની લીડરશીપમાં ભારત દેશ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં કચ્છ સૌથી મોટું એનર્જી હબ છે અને મુંદ્રા અમારી કર્મભૂમિ છે. મુંદ્રામાં સોલાર મેન્યુફેક્ચર હબ છે. મુંદ્રામાં અદાણી દ્વારા વર્લ્ડ લાર્જેસ્ટ એનર્જી પાર્ક બનાવવામાં આવશે. 37 ગીગા બાઈટનો એનર્જી પાર્ક તૈયાર કરાશે. અદાણી કચ્છમાં આગામી પાંચ વર્ષમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. વિકસિત ભારત 2047માં અદાણી ગ્રુપ સરકારની સાથે છે. કચ્છના વિકાસનો શ્રેય હું વડાપ્રધાન મોદીને આપવા માંગું છું જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં અમે 10 હજાર કરોડનું રોકાણ કરીશું. અમારુ મિશન બિલકુલ ક્લિયર છે અને મેન્યુફેક્ચર એ માત્ર બિઝનેસ નથી અમારી જવાબદારીઓ પણ છે. બી. કે. ગોએન્કાએ કહ્યું હતું કે, કચ્છના વિકાસનો શ્રેય હું વડાપ્રધાન મોદીને આપવા માંગું છું. પ્રથમ વાઈબ્રન્ટમાં આવ્યો ત્યારે વાપીમાં પ્લાન્ટ નાંખવાનો હતો. પરંતુ તેમણે કચ્છમા નાંખવાનું કહ્યું હતું. આજે વેલસ્પન ગ્રુપ એક લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. આ પણ વાંચોઃ Ahmedabad News: સોનાની વીંટી ચોરી નકલી વીંટી મુકી દેતી એક મહિલા ચોર ઝડપાઈ, પોલીસે ચાર ગુના ઉકેલ્યા

Read Full Story arrow_forward
Bhavnagar: ભાવનગર-અમદાવાદ હાઈવે રકતરંજીત, માલેશ્રી નદીના પુલ પાસે ટ્રકની ટક્કરે બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત
calendar_today January 11, 2026

Bhavnagar: ભાવનગર-અમદાવાદ હાઈવે રકતરંજીત, માલેશ્રી નદીના પુલ પાસે ટ્રકની ટક્કરે બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાઈવે પર ભારે વાહનોની બેદરકારીને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે. આવી જ એક કરુણ ઘટના ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર માલેશ્રી નદીના પુલ પાસે બની છે, જેમાં એક આશાસ્પદ યુવાનનું અકાળે અવસાન થયું છે.માલેશ્રી નદીના પુલ પર અકસ્માત ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક બાઈકચાલકને પૂરઝડપે આવતા ટ્રકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક વનરાજ મેણીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ટ્રકની ટક્કર વાગતા જ વનરાજભાઈ ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમને સારવાર મળે તે પહેલા જ તેમનો શ્વાસ છૂટી ગયો હતો.બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોતઅકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરીબનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ, મૃતક વનરાજ મેણીયાના મૃતદેહનો કબજો મેળવી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો:  Surat News : ઉમરગામ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ટ્યુશનથી જતી સગીરાનું ગળું કાપનાર પંકજ પાસવાન જેલહવાલે

Read Full Story arrow_forward
Arvalli News: ભિલોડા એસટી ડેપો મેનેજર પીધેલી હાલતમાં પકડાયો
calendar_today January 11, 2026

Arvalli News: ભિલોડા એસટી ડેપો મેનેજર પીધેલી હાલતમાં પકડાયો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અરવલ્લી જિલ્લામાં એક જવાબદાર સરકારી અધિકારી દારૂ પીતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ભિલોડા એસટી ડેપોના મેનેજર જે. આર. બુજને પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં તેમના જ સરકારી ક્વાર્ટર્સમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.ક્વાર્ટર્સમાં ચાલતી હતી દારૂની મહેફિલ ઘટનાની મળતી વિગતો અનુસાર, ભિલોડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ભિલોડા એસટી ડેપો મેનેજર પોતાના ક્વાર્ટર્સમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ડેપો મેનેજર જે. આર. બુજ નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી ડેપો મેનેજરની અટકાયત કરી હતી. પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ એક તરફ એસટી વિભાગ મુસાફરોની સુરક્ષાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ડેપોના સર્વોચ્ચ અધિકારી જ નશામાં ધૂત ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. ભિલોડા પોલીસે ડેપો મેનેજર જે. આર. બુજ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે એસટી વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં તેમના પર ખાતાકીય તપાસના મંડાણ પણ થઈ શકે છે. આ પણ વાંચો - Arvalli News : અરવલ્લીના ભિલોડાના ધોલવાણી ગામે કાર ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા 2ના મોત

Read Full Story arrow_forward