android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: સામખિયાળીમાં દારૂડિયાઓનો આતંક, સર્જ્યો અકસ્માત
calendar_today January 11, 2026

Kutch News: સામખિયાળીમાં દારૂડિયાઓનો આતંક, સર્જ્યો અકસ્માત

ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે કચ્છના સામખિયાળીમાં દારૂડિયાઓ બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામખિયાળીના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આજે એક નશામાં ધૂત બાઈકચાલકે ભારે હોબાળો મચાવ્યો હતો અને જીવલેણ અકસ્માત સર્જ્યો હતો.નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, સામખિયાળીના વ્યસ્ત એવા જૂના બસ સ્ટેશન પાસે એક બાઈકચાલક દારૂના નશામાં એટલો ચૂર હતો કે તેણે રસ્તા પરથી પસાર થતા અનેક લોકોને હડફેટે લીધા હતા. આટલેથી ન અટકતા, આ બેફામ બનેલો ચાલક પોતાની બાઈક લઈને સીધો જ એક ચાલતા ટ્રેક્ટરમાં ઘૂસી ગયો હતો. સદનસીબે ટ્રેક્ટરની ગતિ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું બાઈક ટ્રેક્ટર નીચે ફસાઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ નશાખોર બાઈકચાલકને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢ્યો હતો. આ ઘટના દરમિયાન લોકોએ દારૂડિયાની કરતૂતોનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા પર સવાલ જાહેરમાં આ રીતે નશો કરીને વાહન ચલાવતા તત્વોને કારણે નિર્દોષ રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગ ઉઠી છે. વાયરલ વીડિયોના આધારે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. આ પણ વાંચો - Kutch News: કંડલા હાઈવે પર ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

Read Full Story arrow_forward
Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ કહ્યું, સોમનાથ મંદિર એકવાર નહીં વારંવાર તોડવામાં આવ્યું, નફરત અને આતંકનો ઈતિહાસ છૂપાવવામાં આવ્યો
calendar_today January 11, 2026

Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ કહ્યું, સોમનાથ મંદિર એકવાર નહીં વારંવાર તોડવામાં આવ્યું, નફરત અને આતંકનો ઈતિહાસ છૂપાવવામાં આવ્યો

વડાપ્રધાન મોદીએ આજે સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ખુલ્લી જીપમાં બેસીને હાથમાં ડમરૂ લઈ તેઓ શૌર્ય યાત્રામાં જોડાયા હતાં. આ યાત્રા બાદ તેમણે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. મહાદેવનો જળાભિષેક કર્યો હતો.સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. તેમણે સોમનાથ મંદિર માટે બલિદાન આપનાર વીરો અને વીર હમીરજીની પ્રતિમા પાસે પુષ્પાંજલી અર્પણ કરી હતી. સરદાર પટેલની પ્રતિમાને પણ વડાપ્રધાન મોદીએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. દેવાધિદેવના આશિર્વાદ લઈ તેઓ સભા સ્થળ પહોંચ્યા હતાં. સદભાવના મેદાનમાં જંગી જનમેદનીને સંબોધનસોમનાથમાં સદભાવના મેદાનમાં મુખ્યમંત્રીએ સાફો પહેરાવીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનને સાંભળવા માટે હજારોની જનમેદની ઉમટી પડી છે. જય સોમનાથના નારા સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,  આજે દેશના લોકો જોડાયા છે તેમને જય. સોમનાથ. આ વાતાવરણ અદભૂત છે.  આ દિવ્ય વાતાવરણમાં ભગવાન સોમનાથના ભક્તોની ઉપસ્થિતિ આ અવસરને દિવ્ય બનાવે છે અને ભવ્ય બનાવે છે.  હું તેને મારુ મોટું સૌભગ્ય માનું છું. 72 કલાક સુધી ઓમકારનો નાદ અને મંત્રોચ્ચાર વચ્ચે કાલે સાંજે એક હજાર ડ્રોન દ્વારા સોમનાથના એક હજાર વર્ષોની ગાથાનું પ્રદર્શન કરાયું હતું. આ આયોજનમાં ગર્વ છે ગરીમા છે અને ગૌરવ છે. તેમાં ગરીમાનું જ્ઞાન પણ છે. તેમાં વૈભવની વિરાસત પણ છે. તેમાં આદ્યાત્મની અનૂભૂતિ છે. સૌથી વધુ તેમાં દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ છે.શિવભક્તો અને ઉપાસકોએ, ધ્વજ ધારકોએ પોતાના પ્રાણોની આહૂતિ આપી એક હજાર વર્ષ પહેલા આ  જગ્યાએ જ્યાં તમે બેઠા છો ત્યાં શું માહોલ રહ્યો હશે. તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં તમારા અને અમારા પૂર્વજોએ જાનની બાજી લગાવી દીધી હતી. પોતાની આસ્થા માટે પોતાના વિશ્વાસ માટે મહાદેવ માટે તેમણે પોતાનું બધું જ ન્યોચ્છાવર કરી દીધું. હજાર વર્ષ પહેલા તેમણે વિચાર્યું હતું કે, તેમણે જીત મેળવી લીધી. પણ આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પર લહેરાઈ રહેલી ધજા ભારતના સામર્થ્ય અને શક્તિનું ઉદાહરણ પુરૂ પાડે છે.  તે શૌર્ય અને વિરતાનું શાક્ષી છે. સોમનાથ માટે શિવભક્તો અને ઉપાસકોએ, ધ્વજ ધારકોએ પોતાના પ્રાણોની આહૂતિ આપી છે.મહાભારત કાળમાં પાંડવો એ પણ આ તિર્થમા તપસ્યા કરી હું એ દરેક વિરાંગનાને નમન કરુ છું. જેણે સોમનાથ માટે પોતાનું બધું જ દેવાધિદેવ મહાદેવને અર્પણ કરી દીધું. પ્રભાસ પાટણનું આ ક્ષેત્ર ભગવાન શિવનું ક્ષેત્ર તો છે. તેની પવિત્રતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. મહાભારત કાળમાં પાંડવો એ પણ આ તિર્થમા તપસ્યા કરી હતી. આ પણ એક સુખદ સંયોગ છે. આ જે આ સ્વાભિમાન યાત્રાના એક હજાર વર્ષ પૂરાં થયાં છે. તેની સાથે 1951માં થયેલા મંદિરના પુનછ નિર્માણના 75 વર્ષ પૂરા થયા છે. હું દરેકને સોમનાથ સ્વાભિમાન પર્વની શુભકામનાઓ આપું છું.આ પર્વ હજાર વર્ષની યાત્રાનું પર્વ છે, ભારતના અસ્તિત્વ અને અભિમાનનું પર્વ છેઆસ્થાના કેન્દ્ર એકબીજામાં સમાયેલા છે સોમનાથને નષ્ટ કરવાના અનેક પ્રયાસ થયા તેવી રીતે વિદેશી આંક્રાંતાઓ દ્વારા સદીઓ સુધી ભારતને ખતમ કરવાની સતત કોશિશો થઈ, પરંતુ ના સોમનાથ નયું ના ભારત નષ્ટ થયું. ભારત અને તેની આસ્થાના કેન્દ્ર એકબીજામાં સમાયેલા છે. તમે તે ઈતિહાસ વિષે કલ્પના કરો આજથી હજાર વર્ષ પહેલા 1026માં સૌથી પહેલા ગજનીએ સોમનાથ મંદિરને તોડ્યું. તેને લાગ્યું તેણે સોમનાથનું વજૂદ મીટાવી દીધું. પણ સોમનાથનું નિર્માણ થયું હતુંઆપણા પૂર્વજોના ત્યાગ અને બલિદાનનો છે 14મી શતાબ્દિના અંતમાં ફરી સોમનાથમાં હુમલો કર્યો અને તે પણ નાકામ રહ્યો. 15મી શતાબ્દિમાં મંદિરને દૂષિત કરવાની કોશિશ કરી. મહેમુદ બેગડાએ મંદિરને મશ્જિદ બનાવવાની કોશિશ કરી. ત્યાર બાદ અહ્લયાબાઈ હોલકરે નવા મંદિરની સ્થાપના કરી સોમનાથને ફરી સાકાર કરી દીધું. સોમનાથનો ઈતિહાસ વિનાશ અને પરાજયનો ઈતિહાસ નથી. આ ઈતિહાસ વિજય અને પુનઋ નિર્માણ છે. આપણા પૂર્વજોના ત્યાગ અને બલિદાનનો છે. આ મહાન ધૈર્ય પુનઃ નિર્માણનું આ સામર્થય છે. વિશ્વાસના ઈતિહાસમાં આવું ઉદાહરણ મળવુ મુશ્કેલ છેમહાદેવનું એક નામ મૃત્યુંજય પણ છે. તેમણે લોકોને સવાલ કર્યો હતો કે, આપણા પૂર્વજોએ કરેલા પરાક્રમમાંથી પ્રેરણા લેવી જોઈએ કે નહીં, એવા કોઈ સંતાનો હોય કે તે પોતાના પૂર્વજોને ભૂલવા માટેના પ્રયાસો કરે. જ્યારે ગજનીથી લઈને ઓરંગઝેબ સુધીના આક્રાંતાઓ હુમલો કરી રહ્યા હતાં. ત્યારે તેમને લાગ્યું હતું કે તેમની તલવાર સોમનાથને જીતી રહી છે. તેઓ એ ના સમજી શક્યા કે જે સોમનાથને નષ્ઠ કરવા માગે છે તેના નામમાંજ અમૃત જોડાયેલું છે. તેની અંદર મહાદેવના રૂપમમાં એક શક્તિ છે. જે કલ્યાણકારી અને પ્રચંડ શક્તિનો સ્ત્રોત છે. મહાદેવનું એક નામ મૃત્યુંજય પણ છે. જેણે મૃત્યુને જીતી લીધું છે. જે સ્વયં કાળ સ્વરૂપ છે.સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના પુનઃનિર્માણની શપથ લીધી તો તેમને પણ રોકવામાં આવ્યા હતાં.કણ કણમાં પણ લોકો એ શંકરને જુએ છે શિવ પૂરા વિશ્વમાં વ્યાપ છે. કણ કણમાં પણ લોકો એ શંકરને જુએ છે. પછી કોઈ કેવી રીતે આ શંકરના સ્વરૂપે નષ્ટ કરી શકે છે. આપણે એ લોકો છીએ જે જીવમાં પણ શીવને જોઈએ છીએ. આપણી આસ્થાને કોઈ કેવી રીતે ડગાવી શકે. આ સમયચક્ર છે કે સોમનાથને ધ્વસ્ત કરવાની મનશા લઈને આવેલા લોકો આજે ઈતિહાસના કેટલાક પાનાઓમાં ખોવાઈ ગયા છે. આજે સોમનાથ મંદિર તે જ વિશાળ દરિયા કિનારે ધર્મ ધજા લઈને ઉભું છે.  જો કોઈ દેશ પાસે સો વર્ષની વિરાસત હોય તો તે દેશ તેને પોતાની ઓળખ બનાવી રજૂ કરે છે. આઝાદી બાદ ગુલામીની માનસિકતા વાળા લોકોએ ઈતિહાસને ભૂલાવી દેવાનો પ્રયાસ કર્યો. સોમનાથની રક્ષા માટે દેશે કેવા બલિદાન આપ્યા હતાં. વીર હમીરજી ગોહિલનું પરાક્રમ અને વેગડા ભીલનું શૌર્ય આવા અનેક નાયકોનો ઈતિહાસ સોમનાથ મંદિર સાથે જોડાયેલો છે. આ વીરોને મહત્વ આપવામાં નથી આપ્યું. આ પણ વાંચો: Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું

Read Full Story arrow_forward
Somnath Swabhiman Parv: PM મોદીની સભામાં ઉમટ્યો જનમેદનીનો મહાસાગર, સોમનાથની દીકરીએ પેન્સિલ સ્કેચ તૈયાર કર્યું
calendar_today January 11, 2026

Somnath Swabhiman Parv: PM મોદીની સભામાં ઉમટ્યો જનમેદનીનો મહાસાગર, સોમનાથની દીકરીએ પેન્સિલ સ્કેચ તૈયાર કર્યું

ગીર સોમનાથની પવિત્ર ધરતી પર આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ભગવાન સોમનાથના દર્શન અને પૂજા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કરી રહ્યા છે. આ સભામાં ઉમટી પડેલા વિશાળ જનસાગરમાં રાષ્ટ્રભક્તિ અને ગૌરવનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.દીકરીની કલા અને વડાપ્રધાન પ્રત્યેની લાગણી આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર સોમનાથની એક દીકરી બની છે, જેણે પોતાની કલા દ્વારા વડાપ્રધાન પ્રત્યે અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુંદર પેન્સિલ સ્કેચ તૈયાર કર્યા છે. તેણે ગર્વ સાથે જણાવ્યું કે, મારો જન્મ સોમનાથની પવિત્ર ભૂમિ પર થયો છે તેનું મને અભિમાન છે, પરંતુ આજે વડાપ્રધાનની હાજરીથી આ ગૌરવ બમણું થઈ ગયું છે. વૈશ્વિક ફલક પર સોમનાથનું ગૌરવ સ્થાનિકોમાં એવી લાગણી પ્રબળ જોવા મળી રહી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રભાસની આ ધરતી અને સોમનાથ મંદિરને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે. સભામાં હાજર રહેલા લોકોમાં 'અડગ સ્વાભિમાન' અને 'રાષ્ટ્ર ચેતના'નો સંગમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. જનમેદનીમાં રાષ્ટ્ર ભાવનાનો જુવાળ વડાપ્રધાનને સાંભળવા માટે દૂર-દૂરથી લોકો ઉમટી પડ્યા છે. સભાસ્થળ 'ભારત માતા કી જય' અને 'સોમનાથ મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. વડાપ્રધાને પણ જનતાના આ ઉમળકાને વધાવ્યો હતો અને સોમનાથના સાંસ્કૃતિક વારસાને વધુ સુદ્રઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પણ વાંચો - Gir Somnath SwabhimanParv: PM મોદીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના

Read Full Story arrow_forward