android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra News: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પ્રોફેસરોએ 11,000 ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલી દીધી
calendar_today January 9, 2026

Godhra News: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પ્રોફેસરોએ 11,000 ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલી દીધી

મધ્ય ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી સેમિસ્ટર-૫ ની પરીક્ષાની અંદાજે 11,000 જેટલી ઉત્તરવહીઓ પ્રોફેસરોએ તપાસ્યા વગર જ પરત મોકલી દેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે આ યુનિવર્સિટીમાં BA, B.Com, B.Sc, BBA અને LLB જેવી પરીક્ષાઓના પરિણામ 15થી 20 દિવસમાં જાહેર કરી દેવામાં આવતા હતા.સેમિસ્ટર-5ની પરીક્ષાની ઉત્તરવહીઓ ન તપાસીજોકે, આ વર્ષે પરીક્ષા પૂર્ણ થયે 45 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરિણામનો કોઈ પત્તો નથી. આ વિલંબ પાછળ પ્રોફેસરોનું નકારાત્મક વલણ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) હરિભાઈ કાતરીયાએ સ્વીકાર્યું છે કે મોટી સંખ્યામાં ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પ્રોફેસરો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ઉત્તરવહીઓ તપાસવા તૈયાર નથી. આ વર્ષે 45 દિવસ થવા છતા પરિણામ ન આવ્યુંપ્રોફેસરોની આ આંતરિક લડાઈમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે. આ ગંભીર બેદરકારીને પગલે યુનિવર્સિટી વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ઉત્તરવહીઓ પરત કરનાર તમામ પ્રોફેસરો પાસે સત્તાવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. જો પ્રોફેસરો વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં કરે, તો વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી આ મડાગાંઠ ક્યારે ઉકેલે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: બંગાળી કારીગર માત્ર ચાર મિનિટમાં 36 લાખનું સોનું લઈ ફરાર, સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ થઈ
calendar_today January 9, 2026

Rajkot News: બંગાળી કારીગર માત્ર ચાર મિનિટમાં 36 લાખનું સોનું લઈ ફરાર, સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ થઈ

રાજકોટમાં એક બંગાળી કારીગર 36 લાખથી વધુની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. ગત ઓક્ટોબર મહિનામાં આ બનાવ સામે આવ્યો હતો. તેના સીસીટીવ પણ સામે આવ્યા છે. અક્ષય બાઉળી નામના કારીગર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અક્ષય બાઉળી નામના કારીગર વિરુદ્ધ ફરિયાદ રાજકોટમાં ગત ઓક્ટોબર મહિનામાં એક બંગાળી કારીગર 36 લાખ રૂપિયાની કિંમતનું સોનું લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. માત્ર ચાર જ મિનિટમાં સોનું લઈને ફરાર થયેલા કારીગરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે કારીગરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટના બની તેના ત્રણ દિવસ પહેલા જ તેને નોકરી પર રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ અંગેના 409 ગુના નોંધાયા, 477 આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward
Ahmedabad: બલોચ સમુદાયની અરજી પર સુનાવણી, હાઈકોર્ટે ધૂરંધર ફિલ્મમાંથી વિવાદાસ્પદ ડાયલોગ દૂર કરવા આદેશ કર્યો
calendar_today January 9, 2026

Ahmedabad: બલોચ સમુદાયની અરજી પર સુનાવણી, હાઈકોર્ટે ધૂરંધર ફિલ્મમાંથી વિવાદાસ્પદ ડાયલોગ દૂર કરવા આદેશ કર્યો

ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને સમુદાયને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.આ અરજીમાં ફિલ્મમેકર આદિત્ય ધાર, પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો,સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તેમજ બોલિવૂડ અભિનેતા સંજય દત્ત સહિતને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.અરજદાર પૈકી એક ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે.અરજદારોએ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવવામાં આવેલ પાત્ર SP ચૌધરી અસલમ દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે.જેમાં કહેવામાં આવે છે કે,તમે મગર પર ભરોસો રાખી શકો પરંતુ બલોચ પર નહીં. વાણી સ્વતંત્રતાનો આડેધડ દુરુપયોગ અરજદારો દ્વારા માગ કરવામાં આવી હતી કે ફિલ્મ ધુરંધરમાંથી તેમજ તેના પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટ સહિત બલોચ સમુદાય વિરુદ્ધના તમામ અપમાનજનક સંદર્ભો દૂર કરવામાં આવે. ડિલીટ કરવામાં આવે અથવા સેન્સર કરવામાં આવે.અરજદારોનું કહેવું છે કે વાણી સ્વતંત્રતાનો આડેધડ દુરુપયોગ કરી કોઈપણ સમુદાયની લાગણીઓ આઘાત પામે તે સ્વીકાર્ય નથી. આ અરજી અંગે 9 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજી કોર્ટ સમક્ષ પેન્ડિંગ હતી તે દરમિયાન મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર આદિત્ય ધાર તથા પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો ને અપમાનજનક સંવાદો દૂર કરવા અંગે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. કોર્ટને વિવાદાસ્પદ સંવાદો દૂર કરવાની ખાતરી આપી ગુજરાત હાઇકોર્ટમાં ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધાર તથા પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો તરફથી હાજર રહેલા વકીલે વિવાદાસ્પદ અને અપમાનજનક સંવાદો સંપૂર્ણપણે દૂર કરવાની ખાતરી કોર્ટને આપી હતી.બલોચ સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને માંગને ગુજરાત હાઇકોર્ટ તથા CBFC દ્વારા ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે અરજદાર તરફેથી એડવોકેટ હિતેન્દ્ર રાજપૂત તથા એડવોકેટ ભાર્ગવ ડાંગરએ વિગતવાર દલીલો કરી હતી જે ગુજરાત હાઇ કોર્ટ તથા સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા માન્ય રાખવામાં આવી હતી. આ પણ વાંચોઃ Ahmedabad News: ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ અંગેના 409 ગુના નોંધાયા, 477 આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward