Mehsana: સ્કૂલ પાસે જુગારનો અડ્ડો ચલાવતી મહિલા સાથે 6 શખ્સો ઝડપાઈ ગયા
મહેસાણા બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારના અડ્ડા ચાલતા હોવા અંગેની મહેસાણા LCBની ટીમે રેડ પાડી હતી. પોલીસની રેડમાં જુગારનો અડ્ડો ચલાવતી મહિલા સહિત 6 શખ્સો 23,500 રોકડ સાથે ઝડપાઇ આવ્યા હતા. તમામ 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેસાણા LCBની ટીમે જુગારના અડ્ડા અંગે બાતમી મળતા શબરી સ્કૂલ જવાના રસ્તે તોએ આદરી હતી. તપાસ દરમિયાન જાહેરમાં જુગારનો અડ્ડો ચાલતો હોઈ પોલીસે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નિતા ગોપાળજી ઠાકોર રહે. લાખોડી ભાગોળ, મહેસાણા વાળી રૂ.12,000 રોકડ સાથે તેમજ શબરી સ્કૂલ પાસે રહેતા સંજય ડાહ્યાભાઈ વાલ્મિકી, વિષ્ણુ સોમાભાઈ વલ્મિકી, પ્રકાશ ગોપાળજી ઠાકોર, બળદેવ અમરતભાઈ વાલ્મિકી અને ચમન સોમાભાઈ વાલ્મિકી સહિત 6 શખ્સો જુગાર રમતા ઝડપાઇ આવ્યા હતા. તમામ પાસે થી કુલ 23,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જુગાર મામલે મહિલા સહિત તમામ 6 શખ્સો વિરુદ્ધ બી. ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward