Patan: સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં 9 કરોડના વિકાસ કાર્યોને મંજૂરીની મહોર
સિદ્ધપુર નગર પાલિકા ખાતે બુધવારે સાંજે સામાન્ય સભા યોજાઈ હતી જેમા શહેરના વિવિધ વોર્ડના વિસ્તારો માટે રૂ.9 કરોડ ના વિકાસ અર્થે સર્વાનુમતે મંજુરી મળી હતી.સિદ્ધપુર નગર પાલિકા ખાતે પ્રમુખ અનિતાબેન પટેલ અને ચીફ્ ઓફ્સિર કૃપેશ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી જેમા શહેરના વિવિધ વોર્ડના વિસ્તારો માટે રૂ.9 કરોડના વિકાસના કાર્યો ને સર્વાનુમતે મંજુરી મળી હતી. જે વિકાસના કામોમા રૂપિયા 37.59 લાખના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નુ કામ, રૂપિયા 1.59 કરોડના ખર્ચે ફુલપુરા, પેપલ્લા , રાજપુર સહિતના વિવિધ વિસ્તારોમાં સી. સી રોડ અને પેવર બ્લોક નુ કામ, રૂ.1.59 કરોડના ખર્ચે વેદવાડા, સિઁદ્ધેશ્વરી સોસાયટી, રાનેરવાસ, ગુરૂનાનક, ગોગાપૂરા, તરવાડી, પગીવાસ, બરફ્ની ફેક્ટરી સહિતના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ અને પેવર બ્લોક, રૂપિયા 1.15 કરોડના ખર્ચે રૂષિ તળાવ, બદરીપુરા, અમરનાથ મહાદેવ, સરસ્વતી સોસાયટી, જુના પાવર હાઉસ સહીતના વિસ્તારોમાં સીસી રોડ અને પેવર બ્લોક, રૂ.1.71 કરોડના ખર્ચે કૃષ્ણનગર, માયાનગર, બિંદુ સરોવર, આચાર્ય નગર સહિતના વિવિધ વિસ્તારોમાં સી સી રોડ અને બ્લોકનું કામ, રૂપિયા 1.58 કરોડના ખર્ચે ગુરુકૃપા, બિંદુ સરોવર, નવાવાસ સહિતના વિવિધ વિસ્તારોમાં સી.સી રોડ અને પેવર બ્લોકના કામ આ સાથે સાથે ઘણા વિસ્તારોમાં ગટર લાઇનના વિકાસના કાર્યો માટે મંજુરી મળી હતી. સાથે સાથે રૂપિયા 34.61 લાખના ખર્ચે કાકોશી ઓવર બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટ નાખવાના કામને પણ સામાન્ય સભામાં મંજૂરી મળી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward