android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: પોલીસે આરોપીઓની શાન ઠેકાણી લાવી, જે સ્થળે આતંક મચાવ્યો ત્યાં જ સરઘસ કાઢ્યું
calendar_today January 7, 2026

Rajkot: પોલીસે આરોપીઓની શાન ઠેકાણી લાવી, જે સ્થળે આતંક મચાવ્યો ત્યાં જ સરઘસ કાઢ્યું

રાજકોટ શહેરના છેવાડે આવેલા બેડી ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે આજે એક કડક દાખલો બેસાડ્યો છે. ખાણીપીણીના નિર્દોષ ધંધાર્થીઓ પર હુમલો કરી આતંક ફેલાવનારા કુખ્યાત શખ્સોની ધરપકડ કરી પોલીસે આજે ઘટનાસ્થળે તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. નાના વેપારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા રાજકોટના બેડી ગામે ખાણીપીણીની લારી અને દુકાન ધરાવતા નાના વેપારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. કુખ્યાત શખ્સ ભુપત ભરવાડના ભત્રીજા અને તેના સાથીઓએ આ વિસ્તારમાં દાદાગીરી કરી વેપારીઓને બેફામ માર માર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકો અને નાના ધંધાર્થીઓમાં ભારે આવા ગુંડાઓને લઇને ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટના અંગે પોલીસને રજૂઆત કરાઇ આ ઘટના બાદ કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા. પીડિત વેપારીઓને સાથે રાખીને આગેવાનોએ પોલીસ તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે માગ કરી હતી કે ગરીબ ધંધાર્થીઓને માર મારનારા આ શખ્સોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.જે સ્થળ પર તેઓએ આતંક મચાવ્યો હતો તે સ્થળ પર જઇને જ પોલીસે તેમનું સરઘસ કાઢ્યુ હતુ. આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યુંપોલીસે આ મામલામાં તરત જ એક્શન લઇને ભુપત ભરવાડના ભત્રીજા સહિતની ટોળકીની ધરપકડ કરી હતી. આજે પોલીસ કાફલા સાથે આ આરોપીઓને બેડી ગામે લઇ જવામાં આવ્યા હતા. જે ખાણીપીણીના સ્ટોલ પર હંગામો કર્યો હતો. ત્યાં જ તેમને ફેરવીને કાયદાનું ભાન કરાવ્યુ હતું. આ પણ વાંચોઃ Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઈ તૈયારી પૂરજોશમાં, IOAની મેગા બેઠકનું કરાયું આયોજન

Read Full Story arrow_forward
Gandhinagar News : મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ
calendar_today January 7, 2026

Gandhinagar News : મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ શ્રી રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ મયાત્રા દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી વિભાગો સાથેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશનમાં વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના, વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા તથા હાથ ધરવામાં આવેલા પ્રી-ટેસ્ટના તારણો અને ગણતરીદારો માટેની તાલીમની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં વસ્તી ગણતરી-૨૦૨૭ માટેના અધિકારીઓ અને જરૂરી માનવબળની નિમણૂક પ્રક્રિયા, હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સના સમયગાળા અને વિવિધ સરકારી વિભાગો સાથેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વસ્તી ગણતરી પારદર્શી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ બાદ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ગુજરાતમાં થયેલી વસ્તી ગણતરી-૨૦૨૭ની પૂર્વતૈયારીઓની સરાહના કરી હતી અને વસ્તી ગણતરીની કામગીરી સચોટ અને પારદર્શી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ પણ વાંચો : Dahod News : દાહોદમાં પીકઅપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, 2ના ઘટના સ્થળે મોત

Read Full Story arrow_forward
Ambaji માં ભક્તિનો મહાકુંભ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'
calendar_today January 7, 2026

Ambaji માં ભક્તિનો મહાકુંભ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'

યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરના ડુંગર પર નિર્મિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30 જાન્યુઆરીથી આ બે દિવસીય મહોત્સવની ધામધૂમથી શરૂઆત થશે, જેમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન કરાવવાનો અને આધ્યાત્મિક ભાવ જગાડવાનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમા પથ પર વિશેષ સુવિધાઓ અને ભક્તિમય વાતાવરણ ઉભું કરવામાં આવશે.શાળાઓ માટે ખાસ આમંત્રણ પરિક્રમા મહોત્સવને વધુ વ્યાપક બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા રાજ્યની શાળાઓને પણ એક દિવસના શૈક્ષણિક અને ધાર્મિક પ્રવાસ માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને શક્તિપીઠોના ઇતિહાસથી માહિતગાર થઈ શકશે. મહોત્સવ દરમિયાન ગબ્બર વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો : Morbi News : હળવદમાં હિટ એન્ડ રન, દેવાળિયા નજીક રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને અજાણ્યા વાહને કચડ્યા

Read Full Story arrow_forward