Board Exams માટે રાજ્ય સરકારની કવાયત, અમદાવાદ DEO દ્વારા ધો.10-12 વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ
રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને સહાય આપવા માટે સક્રિય થઈ રહ્યા છે. અમદાવાદ DEO દ્વારા ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર 9978272526 જાહેર કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ આ નંબર પર વોટ્સએપ મેસેજ મોકલી શકશે વિદ્યાર્થીઓ આ નંબર પર વોટ્સએપ મેસેજ મોકલી શકશે અને તે માટે તેમાં નિષ્ણાત ટીમ કાર્યરત રહેશે. મેસેજ મોકલ્યા બાદ નિષ્ણાત ટીમ સીધા વિદ્યાર્થીઓને સંપર્ક કરીને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવશે. સારથી APPમાં નિષ્ણાત ટીમ કાર્યરત રહેશે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અભ્યાસને લગતી સમજણ અને બોર્ડ પરીક્ષાની તૈયારી અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. સારથી APPમાં નિષ્ણાત ટીમ કાર્યરત રહેશે 60 મનોચિકિત્સક ડોક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ ઉપરાંત 60 મનોચિકિત્સક ડોક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહેશે, જે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તણાવને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શન આપશે. પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા પ્રયાસ થશે શિક્ષણ વિભાગે જણાવ્યુ છે કે, આ હેલ્પલાઇન સેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી સરળ બનાવવા અને પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે રચાયેલી છે. આ પણ વાંચો----- Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું
Read Full Story arrow_forward