android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : હવામાન વિભાગની મોટી આગાહી, 7 થી 9 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો કાતિલ ચમકારો રહેશે
calendar_today January 7, 2026

Weather News : હવામાન વિભાગની મોટી આગાહી, 7 થી 9 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો કાતિલ ચમકારો રહેશે

ગુજરાતમાં શિયાળાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે, જેના કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂંકાવાને કારણે લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે, જે ઠંડીના ચમકારામાં વધારો કરશે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનોના કારણે લઘુતમ પારો નીચે જશે, જેથી નાગરિકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરજ પડશે.ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાશે જોકે, આ કડકડતી ઠંડી વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીથી પવનની દિશામાં પલટો આવશે, જેના કારણે ઠંડીના જોરમાં આંશિક ઘટાડો જોવા મળશે. પવનની ગતિ અને દિશા બદલાતા તાપમાનમાં ધીમે-ધીમે વધારો થશે અને લોકોને હાડ થીજવતી ઠંડીમાંથી થોડા અંશે મુક્તિ મળશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં આગામી ત્રણ દિવસ સાવચેતી રાખવા અને ઠંડીથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો : Vadodara News : શિકારની શોધમાં વીજ ડીપી પર ચડેલી દીપડીનું કરંટ લાગતા મોત, વન વિભાગ દોડતું થયું

Read Full Story arrow_forward
Ahmedabad News : ગણેશ જાડેજાને મોટી રાહત, રાજકુમાર જાટ હત્યા કેસમાં નાર્કો ટેસ્ટમાં મળી ‘ક્લીનચીટ’
calendar_today January 7, 2026

Ahmedabad News : ગણેશ જાડેજાને મોટી રાહત, રાજકુમાર જાટ હત્યા કેસમાં નાર્કો ટેસ્ટમાં મળી ‘ક્લીનચીટ’

રાજકુમાર જાટ હત્યા કેસમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં ગણેશ જાડેજાને ક્લીનચીટ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલથી અંદાજે 55 કિલોમીટર દૂર રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો સત્તાવાર રિપોર્ટ હવે ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.ગોંડલ હત્યા કેસમાં વળાંક આ નાર્કો ટેસ્ટ દરમિયાન નિષ્ણાતો દ્વારા ગણેશ જાડેજાને કુલ 31 જેટલા અલગ-અલગ અને જટિલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં મારામારી પાછળનું મુખ્ય કારણ શું હતું, બદલો લેવા માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને હત્યાના કાવતરામાં અન્ય કોની સંડોવણી છે તેવા પાયાના સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટેસ્ટના તારણો મુજબ ગણેશની સંડોવણી સાબિત ન થતા તેને મોટી રાહત મળી છે. જોકે, કાયદાકીય પ્રક્રિયા હજુ ચાલુ છે અને આગામી 11 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટમાં આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પણ વાંચો : Weather News : હવામાન વિભાગની મોટી આગાહી, 7 થી 9 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો કાતિલ ચમકારો રહેશે

Read Full Story arrow_forward
Dahod News : દાહોદમાં પીકઅપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, 2ના ઘટના સ્થળે મોત
calendar_today January 7, 2026

Dahod News : દાહોદમાં પીકઅપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, 2ના ઘટના સ્થળે મોત

દાહોદમાં ટાયર ફાટતા પીકઅપ ડાલે પલટી મારી હતી અને મહારાષ્ટ્રથી હિંમતનગર જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા છે, કોની બેદરકારીના કારણે આ અકસ્માત થયો તેનું કારણ અકબંધ છે. ગાડીનું ટાયર ફાટતા 2 લોકોના મોત દાહોદમાં અકસ્માતની ઘટના બની છે અને અકસ્માતની ઘટનામાં 2ના મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, દાહોદના વલુંડી નજીક આ અકસ્માતની ઘટના બની છે, ટાયર ફાટતા બોલેરો પિકઅપે પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, મજૂરો હતા ડાલામાં જે મજૂરી અર્થે હિંમતનગર જઈ રહ્યાં હતા તે દરમિયાન આ ઘટના બની છે, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં મહારાષ્ટ્રથી હિંમતનગર કપાસ મજૂરીએ જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે અને પરિજનોને પણ જાણ કરવામાં આવી છે, મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, કયારેક એવું થાય છે કે, ટાયરમાં વધારે હવા ભરેલી હોય છે અને તે જમીન સાથે ઘર્ષણ કરે છે અને ટાયર ફાટવાની ઘટના બનતી હોય છે. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 અને 2નું કામ પૂર્ણ, PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર રૂટની શરૂઆત કરાવશે

Read Full Story arrow_forward