android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઈ તૈયારી પૂરજોશમાં, IOAની મેગા બેઠકનું કરાયું આયોજન
calendar_today January 7, 2026

Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઈ તૈયારી પૂરજોશમાં, IOAની મેગા બેઠકનું કરાયું આયોજન

કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઇને અમદાવાદ જોરોશોરોથી તૈયારીમાં જોડાઇ ગયુ છે. જેને લઇને આવતીકાલે એટલે કે 7 જાન્યુઆરીએ IOAની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહેશે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે મક્કમ રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરવા માટે હવે ગુજરાતનું અમદાવાદ શહેર તૈયાર છે. ભારત આગામી વર્ષોમાં મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે મક્કમ છે. આ દિશામાં એક મહત્વ પૂર્ણ પગલું ઉઠાવતા 7 જાન્યુઆરીએ અમદાવાદમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળવા જઇ રહી છે. આવતીકાલે IOAની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળશે મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલા રાજપથ ક્લબ ખાતે આવતીકાલે IOAની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળશે.આ બેઠકમાં દેશના ટોચના રમતગમત વહીવટકર્તાઓ ભેગા મળીને ભવિષ્યના રોડમેપને લઇને ચર્ચા કરશે. આ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ મહત્વની ગણાતી AGM એટલે કે એન્યુઅલ જનર મીટિંગ યોજાશે. ભારતની દાવેદારી મજબૂત કરવા ચર્ચા કરાશે આગામી 9મી જાન્યુઆરીએ IOAની AGM બેઠક યોજાવાની છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા માટેની તૈયારીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની દાવેદારી મજબૂત કરવા માટે ગહન ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ હાજર રહેશે.આ બેઠક માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ભારતના 'સ્પોર્ટ્સ હબ' બનવાના સપના તરફનું એક મજબૂત ડગલું છે. રમતગમત પ્રેમીઓની નજર હવે રાજપથ ક્લબમાં લેવાનારા નિર્ણયો પર ટકેલી છે. આ પણ વાંચોઃ  ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 અને 2નું કામ પૂર્ણ, PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર રૂટની શરૂઆત કરાવશે

Read Full Story arrow_forward
Ahmedabad News : સેવેન્થ ડે સ્કૂલમાં પ્રથમ સરકારી કાર્યક્રમ, સરકાર હસ્તક સંચાલન આવ્યા બાદ શૈક્ષણિક સેમિનાર યોજાયો
calendar_today January 7, 2026

Ahmedabad News : સેવેન્થ ડે સ્કૂલમાં પ્રથમ સરકારી કાર્યક્રમ, સરકાર હસ્તક સંચાલન આવ્યા બાદ શૈક્ષણિક સેમિનાર યોજાયો

અમદાવાદની મણિનગર વિસ્તારની સેવેન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાયા બાદ ત્યાં પ્રથમ વખત ભવ્ય સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ખાસ 'કેરિયર કાઉન્સિલિંગ' સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. શાળાના સંચાલનમાં આવેલા પરિવર્તન બાદ આ પ્રકારના શૈક્ષણિક આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.શિક્ષણ વિભાગનો મોટો કાર્યક્રમ આ સેમિનારનો મુખ્ય હેતુ પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કરવાનો અને તેમને ભવિષ્યના ક્ષેત્રો વિશે સચોટ માહિતી આપવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના 60 જેટલા કેરિયર એક્સપર્ટ્સ હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને તેમની રુચિ મુજબના અભ્યાસક્રમો અને રોજગારીની તકો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળી રહે તે માટે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય રહ્યો હતો. આ પણ વાંચો : Ahmedabad ના 5 લાખ વિદ્યાર્થીઓના સામૂહિક શપથ, મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ

Read Full Story arrow_forward
Surat માં આરોગ્ય વિભાગનો સપાટો, પાંડેસરામાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરીના જથ્થાનો નાશ કરાયો
calendar_today January 7, 2026

Surat માં આરોગ્ય વિભાગનો સપાટો, પાંડેસરામાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરીના જથ્થાનો નાશ કરાયો

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના વેચાણ કરતા એકમો પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને પાંડેસરાના ગુલશન નગર વિસ્તારમાં પાણીપુરી બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. અત્યંત ગંદકીવાળી જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી અને તપાસ દરમિયાન ત્યાંથી મોટી માત્રામાં સડેલા બટાકા તેમજ આરોગ્ય માટે હાનિકારક એવું અખાદ્ય તેલ મળી આવ્યું હતું. તંત્ર દ્વારા આ તમામ બિનઆરોગ્યપ્રદ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.સુરત હેલ્થ વિભાગની લાલ આંખ આરોગ્ય વિભાગની ટીમે માત્ર પાંડેસરા જ નહીં, પરંતુ શહેરના અલગ-અલગ 10 જેટલા સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગંદકીમાં બનતી વાનગીઓ અને હલકી ગુણવત્તાના મસાલા-તેલના ઉપયોગને કારણે બીમારી ફેલાવવાની દહેશતને પગલે પાલિકાએ દંડનીય કાર્યવાહી સાથે નોટિસ ફટકારવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવાની તંત્રએ જાહેરાત કરી છે. આ પણ વાંચો : Rajkot HCG હોસ્પિટલ વિવાદમાં, તબીબી બેદરકારીથી યુવકના મોતનો પિતાએ લગાવ્યો ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward