android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha મધ્યસ્થ સહકારી બેંકના કેલેન્ડરથી વિવાદ, વાઇસ ચેરમેન ભીખાજી ઠાકોર કે ડામોરનો સવાલ, નવુ કેલેન્ડર ચર્ચામાં
calendar_today January 7, 2026

Sabarkantha મધ્યસ્થ સહકારી બેંકના કેલેન્ડરથી વિવાદ, વાઇસ ચેરમેન ભીખાજી ઠાકોર કે ડામોરનો સવાલ, નવુ કેલેન્ડર ચર્ચામાં

સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના નવા કેલેન્ડરને લઇને એકવાર ફરી વિવાદ ઊભો થયો છે. નવા કેલેન્ડરમાં વાઇસ ચેરમેન તરીકે ભીખાજી ઠાકોર કે ડામોર તે વિશેની ઓળખ દર્શાવવાને લઈને ચર્ચા જાગી છે.ચૂંટણી દરમિયાન ભીખાજી એ ઠાકોર અટક દર્શાવી હતીસૂત્રો જણાવે છે કે, વર્ષ 2024માં બેંકની ચૂંટણી દરમિયાન ભીખાજી એ ઠાકોર અટક દર્શાવી હતી. એ પહેલા તેઓ ભીખાજી ડામોર તરીકે ઓળખાતા હતા, ડામોર અટક સાથેની ઓળખ દર્શાવવામાં આવી પરંતુ નવું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યા બાદ ફરી તેમની ડામોર અટક સાથેની ઓળખ દર્શાવવામાં આવી છે. ડામોર અટક સાથેના કેલેન્ડરે ચર્ચા જગાવી ફરીથી ડામોર અટક સાથેના કેલેન્ડરે ચર્ચા જગાવી છે. કેલેન્ડરમાં દર્શાવેલી અટક સાચી કે પછી ચૂંટણી લડતી વખતે જે અટક દર્શાવી હતી તે અટક સાચી તે વિશે ચર્ચા થઇ રહી છે. આ પણ વાંચો----   Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું

Read Full Story arrow_forward
Kutch News: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ
calendar_today January 7, 2026

Kutch News: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ

ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યો છે. આજે કચ્છના ભચાઉ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે. વારંવાર આવતા આ આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.ભચાઉથી 9 કિમી દૂર કેન્દ્રબિંદુ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 9 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, શાંત વાતાવરણમાં લોકોએ સ્પષ્ટ ધ્રૂજારી અનુભવી હતી. આંચકો આવતાની સાથે જ કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર નીકળી આવ્યા હતા. જાન-માલનું નુકસાન નહીં રાહતની વાત એ છે કે, આ ભૂકંપની તીવ્રતા 2.8 જેટલી મધ્યમ હોવાથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકસાનના સમાચાર મળ્યા નથી. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કચ્છમાં કેમ આવે છે વારંવાર ભૂકંપ? કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5 માં આવે છે, જે ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય અને સંવેદનશીલ ગણાય છે. ભચાઉ, રાપર અને અંજાર જેવા વિસ્તારો ફોલ્ટ લાઈન પર આવેલા હોવાથી અહીં સમયાંતરે નાના-મોટા આંચકાઓ નોંધાતા રહે છે. નિષ્ણાતોના મતે, જમીનની અંદર પ્લેટોની હલચલને કારણે આ પ્રકારે એનર્જી રીલીઝ થતી હોય છે, જેના પરિણામે આંચકા અનુભવાય છે. ભચાઉમાં અગાઉ પણ અનેકવાર આ પ્રકારના આંચકા નોંધાઈ ચૂક્યા છે, પરંતુ સતત આવતા કંપનને લીધે સ્થાનિક રહેવાસીઓમાં 2001ના વિનાશક ભૂકંપની યાદો તાજી થઈ જાય છે અને ભયનું લખલખું પસાર થઈ જાય છે. આ પણ વાંચો - Opinion:કચ્છમાં 1819નો વિનાશક ભૂકંપ અને સુનામી

Read Full Story arrow_forward
Rajkot News : દેશનાં સીમાડા કૂદી આફ્રિકા સુધી પહોંચતો થ્રેશર ઉદ્યોગ, કોઠાસૂઝથી આધુનિક થ્રેશર મશીન બનાવતા જસદણનાં કારીગરોની કરામત
calendar_today January 7, 2026

Rajkot News : દેશનાં સીમાડા કૂદી આફ્રિકા સુધી પહોંચતો થ્રેશર ઉદ્યોગ, કોઠાસૂઝથી આધુનિક થ્રેશર મશીન બનાવતા જસદણનાં કારીગરોની કરામત

આગામી તા.૧૧ અને ૧૨ જાન્યુઆરીનાં રોજ રાજકોટ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વી.જી.આર.સી.) યોજાશે. વડાપ્રધાનશ્રી દ્વારા ખુલ્લી મૂકાનાર અને રાજકોટને આંગણે પ્રથમવાર યોજાનાર આ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસને નવી દિશા મળશે. આપણાં દેશમાં આજે પણ ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે ખેતી અને ખેડૂતને સમૃદ્ધ કરવા રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ ઉપયોગી બની રહી છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનાં સહયોગથી ઓછાં સમય, શ્રમથી કૃષિ કાર્ય સરળ બન્યું અને ખેત મશીનરી ઉદ્યોગ વિકસ્યો છે. ત્યારે જસદણનો થ્રેશર ઉદ્યોગ દેશનાં સીમાડા વટીને આફ્રિકા સુધી પહોંચ્યો છે. આજે થ્રેશર ઉદ્યોગ જસદણની આગવી ઓળખ બની ગયો છે. 80થી વધુ થ્રેશરનાં કારખાનામાં અંદાજે પાંચથી સાત હજાર કારીગરોને રોજગારી મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે સ્થાનિક ઓળખને વિસ્તૃત અને વૈશ્વિક લેવલે લઈ જવા વી.જી.આર.સી. જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જસદણમાં ખેતીવાડીનાં ઓજાર બનાવવાની કંપની ધરાવતા જયંતીભાઈ રાઠોડે સરકારનાં “વોકલ ફોર લોકલ” અભિયાનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, આજે અહીનાં થ્રેશર ઉદ્યોગને કારણે જસદણ પંથકે દેશ વિદેશમાં અનોખી ઓળખ મેળવી છે. જસદણમાં ૮૦થી વધુ થ્રેશરનાં કારખાનામાં અંદાજે પાંચથી સાત હજાર કારીગરોને રોજગારી મળી રહી છે. વિવિધ ટેક્નોલોજી આવતા અત્યારે ખેતીકાર્ય સરળ બની રહ્યું છે તેમણે કહ્યું કે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં વિવિધ ટેક્નોલોજી આવતા અત્યારે ખેતીકાર્ય સરળ બની રહ્યું છે. અત્યારનાં મલ્ટીપર્પસ થ્રેશર જે ખેડૂતોમાં 'ડબા' તરીકે ઓળખાય છે. આ થ્રેશર દાણાને અલગ કરી નકામા કચરાને (નિરણ )ડબામાં ભરી આપે છે. આ ઉપરાંત ખેડૂતની ઈચ્છા મુજબ ગમે તે સ્થળે અનાજનો ઢગલો કરી આપે છે. આ ટેક્નોલોજીથી કુદરતી આફતનાં સમયે ઝડપથી તથા સુરક્ષિત જગ્યાએ અનાજનો સંગ્રહ કરી શકાય છે. જયંતીભાઈએ વિશેષમાં કહ્યું કે, ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ આફ્રિકા સુધી જસદણ પંથકનાં થ્રેશરની નિકાસ કરવામાં આવે છે. 35 વર્ષથી જસદણમાં થ્રેશર બનાવતા કારીગર જગદીશભાઈ પાસે આગવી સૂઝ જુદાં-જુદાં ૧૫૦થી ૨૦૦ જેટલા પાર્ટનો ઉપયોગ કરી આ મશીન બને છે, ૪૦ થી ૫૦ જેટલા કામદારો રો-મટીરીયલમાંથી પ્રોસેસ કરી થ્રેશર બનાવે છે. જેમાં ઉપયોગમાં લેવામાં આવતું એમ.એસ. લોખંડ અને જી.પી. પતરું અમદાવાદ, આણંદ, ભાવનગર અને મુંબઈ સહિતનાં શહેરોમાંથી મંગાવવામાં આવે છે. જસદણની મુખ્ય ઓળખ તેનું જડતર કામ છે. થ્રેશરમાં વેલ્ડિંગ ઉપરાંત જડતર કામ કરવામાં આવે, જેનાથી થ્રેશર મજબૂત રહે છે. ફક્ત ત્રણ ધોરણ સુધી ભણેલા અને ૩૫ વર્ષથી જસદણમાં થ્રેશર બનાવતા કારીગર જગદીશભાઈ પાસે આગવી સૂઝ છે. ખેતીનાં વિકાસ સાથે રાજ્યનાં ખેડૂતો પણ વિકસિત ભારતનાં નિર્માણમાં સહયોગી બની રહ્યાં છે ફક્ત ફોટો જોઈને કોઈપણ પ્રકારનું થ્રેશર બનાવી આપતા જગદીશભાઈએ કોઈ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગની ડીગ્રી લીધી નથી. પરંતુ, હાથની કારીગરી અને પોતાનાં કૌશલ્યથી અવનવા થ્રેશર બનાવતા જગદીશભાઈ ખેતી અને ખેડૂતોનાં સાથી બન્યા છે. તેમણે કહ્યું કે, આજે દેશ-વિદેશની ખેતીમાં જસદણના થ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે, જે અમારા માટે ગૌરવની વાત છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં પુષ્કળ તકો રહેલી છે. આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર વી.જી.આર.સી.માં આ ઉદ્યોગને નવી દિશા મળે અને વધુ સંશોધન થાય તે આવકાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેત ઓજાર ખરીદીમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ૪૦ થી ૫૦ ટકા જેટલી સબસીડી પણ આપવામાં આવે છે. જેથી આજે ખેતીનાં વિકાસ સાથે રાજ્યનાં ખેડૂતો પણ વિકસિત ભારતનાં નિર્માણમાં સહયોગી બની રહ્યાં છે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલનો વીજચોરો પર સપાટો, એક જ સપ્તાહમાં રૂ.2.51 કરોડનો દંડ ફટકારાયો

Read Full Story arrow_forward