android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : બજેટ 2026-27 ની તૈયારીઓ શરૂ, CM ભૂપેન્દ્ર પટેલનો વિભાગવાર બેઠકોનો ધમધમાટ
calendar_today January 7, 2026

Gandhinagar News : બજેટ 2026-27 ની તૈયારીઓ શરૂ, CM ભૂપેન્દ્ર પટેલનો વિભાગવાર બેઠકોનો ધમધમાટ

વર્ષ 2026-27ના આગામી બજેટને આખરી ઓપ આપવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આ બેઠકોમાં મુખ્યમંત્રી દ્વારા અલગ-અલગ વિભાગોની કામગીરી અને આગામી વર્ષ માટેના નાણાકીય આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી રહી છે. નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાઈ રહેલી આ બેઠકોમાં માર્ગ-મકાન વિભાગ અને પાણી પુરવઠા જેવા પાયાના માળખાગત વિભાગો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે બજેટમાં કયા ક્ષેત્રોને અગ્રતા આપવી તે અંગે આ બેઠકોમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.ગાંધીનગર બેઠકનો દોર આ બજેટલક્ષી સમીક્ષામાં નર્મદા, આદિજાતિ વિકાસ, કૃષિ અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગના પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વિભાગીય સચિવો પાસેથી અત્યાર સુધીના ખર્ચ અને નવી સૂચિત યોજનાઓનો અહેવાલ મેળવ્યો છે. ખાસ કરીને ખેડૂતોના કલ્યાણ અને મહિલા સશક્તિકરણ માટેની નવી જોગવાઈઓ બજેટમાં ઉમેરાય તેવી શક્યતા છે. સરકારનું લક્ષ્ય આગામી બજેટને પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બનાવવાનું છે, જેથી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી શકાય. આ પણ વાંચો : Surendranagar News : માલવણ-અમદાવાદ હાઈવે પરથી દેશી બંદૂક સાથે વિજાપુરનો યુવાન ઝડપાયો

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ચરસના કેસમાં ધરપકડ, SOG પોલીસે શૈલેષસિંહ ચૌહાણને ઝડપી પાડયો
calendar_today January 7, 2026

Ahmedabad News : અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ચરસના કેસમાં ધરપકડ, SOG પોલીસે શૈલેષસિંહ ચૌહાણને ઝડપી પાડયો

કોન્સ્ટેબલ શૈલેષસિંહે પેડલર અજયને ચરસ આપ્યું હતું અને પેડલર અજય પાસેથી 4.68 લાખનો ચરસનો જથ્થો મળ્યો છે, મુઠીયા ગામે પાસેથી 1.8 કિલો ચરસ સાથે ઝડપી પાડ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નરોડા મુઠીયા ગામ પાસેથી SOG ટીમે રેડ કરી ચરસનો જથ્થો પકડ્યો હતો. 26 વર્ષના યુવકની 4.68 લાખ રૂપિયાના ચરસના જથ્થા સાથે ધરપકડ કરી હતી અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે થોડા સમય પહેલા 1 કિલો 872 ગ્રામ ચરસ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો જેમાં ચરસનો જથ્થા અંગે પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી ખુલી કે અમદાવાદ શહેરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે 1.872 કિલો ચરસનો જથ્થો વેચવા માટે આપ્યો હતો. જેથી એસઓજી દ્વારા પોલીસકર્મીની પણ આ કેસમાં ધરપકડ કરાઈ છે. સોમવારે એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નરોડાના મૂઠિયા ગામ પાસેથી અજય બઘેલ નામના 26 વર્ષના યુવકની 4.68 લાખ રૂપિયાના ચરસના જથ્થા સાથે ધરપકડ કરી હતી. ટ્રાફિક પોલીસ સ્ટેશનનના ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શૈલેષ ચૌહાણની પણ ધરપકડ આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા પોલીસની સંડોવણી ખુલી હતી, આરોપીએ તપાસ દરમિયાન જણાવ્યું હતું કે તેને આ ચરસનો જથ્થો પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણને આપ્યો હતો. આ કેસમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનનના ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શૈલેષ ચૌહાણની પણ ધરપકડ કરી છે. હાલ તો શૈલેષ ચૌહાણે આ ચરસનો જથ્થો બિનવારસી મળી આવ્યો હોવાનું જણાવ્યું છે. ઝડપાયેલો દિવ્યાંગ આરોપી અજય પહેલેથી શૈલેષ ચૌહાણના સંપર્કમાં હતો. શૈલેષ ચૌહાણ પહેલા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારથી એકબીજાના સંપર્કમાં હતા.આ પણ વાંચો : Rajkot News : દેશનાં સીમાડા કૂદી આફ્રિકા સુધી પહોંચતો થ્રેશર ઉદ્યોગ, કોઠાસૂઝથી આધુનિક થ્રેશર મશીન બનાવતા જસદણનાં કારીગરોની કરામત

Read Full Story arrow_forward
Bhavnagar News: તખ્તેશ્વરમાં મકાનમાં લાગી ભીષણ આગ
calendar_today January 7, 2026

Bhavnagar News: તખ્તેશ્વરમાં મકાનમાં લાગી ભીષણ આગ

ગોહિલવાડની ધરતી ગણાતા ભાવનગર શહેરમાં આગ લાગવાની એક ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના પોશ ગણાતા તખ્તેશ્વર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી છે.શોર્ટસર્કિટ બન્યું આગનું કારણ ઘટનાની મળતી માહિતી અનુસાર, તખ્તેશ્વર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આગ મકાનમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ઘરના વાયરિંગમાં સ્પાર્ક થયા બાદ આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી ઘટનાની જાણ થતા જ ભાવનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ વધુ ફેલાય તે પહેલા જ તેને કાબૂમાં કરી લેવાતા આસપાસના મકાનો સુરક્ષિત રહ્યા હતા. કોઈ જાનહાનિ નહીં સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગી ત્યારે પરિવારના સભ્યો સતર્ક થઈ બહાર નીકળી ગયા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, મકાનમાં રહેલા ઘરવખરીના સામાનને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ભાગનગર શહેરમાં વધી રહેલી ગરમી અથવા જૂના વાયરિંગના કારણે શોર્ટ સર્કિટની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ફાયર વિભાગે લોકોને ઈલેક્ટ્રિકલ ફિટિંગની સમયાંતરે તપાસ કરાવવા અપીલ કરી છે. આ પણ વાંચો - Bhavnagar : શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો, પાલીતાણા મામલતદારની કાર્યવાહી, 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રક જપ્ત

Read Full Story arrow_forward