Porbandar: ઓડદર પાસે દીપડો પથ્થરની ખાણમાં ફસાયો, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી
પોરબંદરના ઓડદર ગામની સીમમાં આવેલી પથ્થરની એક ઊંડી ખાણમાં દીપડો ફસાઈ જવાની ઘટના બની છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. દીપડો ખાણમાં ફસાયેલો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.પથ્થરની ખાણમાં દીપડો ફસાયોઓડદર ગામ નજીક આવેલી પથ્થરની ખાણના શ્રમિકો અને સ્થાનિકોએ જ્યારે ખાણમાં દીપડાને જોયો ત્યારે ભારે ફફડાટ ફેલાયો હતો. દીપડો અચાનક ખાણમાં ખાબક્યો હોવાનું અનુમાન છે. ખાણ ઊંડી હોવાને કારણે દીપડો બહાર નીકળી શક્યો ન હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ સતર્કતા દાખવી તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી.વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલખાણમાં ફસાયેલા દીપડાનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો બહાર નીકળવા માટે મથામણ કરી રહ્યો છે, પરંતુ પથ્થરની ઊભી દીવાલોને કારણે તે સફળ થઈ રહ્યો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન્યજીવ પ્રેમીઓમાં પણ ચિંતા જોવા મળી છે.આ પણ વાંચો:DYCM હર્ષ સંઘવીની આણંદ બસ સ્ટેશન પર સરપ્રાઈઝ મુલાકાત, વિદ્યાર્થીઓની રજૂઆત બાદ તાત્કાલિક નવી બસો ફાળવી
Read Full Story arrow_forward