android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News : કચ્છમાં ફકીર બાપુની ઓળખાણ આપી તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા
calendar_today January 4, 2026

Kutch News : કચ્છમાં ફકીર બાપુની ઓળખાણ આપી તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા

આ મામલે ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા સાત વર્ષથી પોતાના સાથે બે ઇસમોએ ફકીર બાપુની ઓળખ આપી નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ તેમજ તેમની પાસે રહેલા રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 7.50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી છે. ત્યારબાદ હજુ પણ તાંત્રિક વિધિ કરવાનું કહીને વધારે રૂપિયાની માંગણી કરી ફરિયાદીને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા.કોઈના ઘરે દુખ હોય તેવા લોકોને આરોપીઓ વધારે ટાર્ગેટ કરતા નખત્રાણા પોલીસે આરોપી પીરમામદ ફકીર ઉર્ફે ફિરોઝ ફકીર તેમજ લતીફ ફકીર મામદ ફકીરને 7.20 લાખની રોકડ રકમના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી વાત કરવામાં આવે તો આરોપીઓ એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા જેના ઘરમાં નાના-મોટા દુઃખના પ્રસંગો બનેલા હોય જેનું દુઃખ દૂર કરવા માટે તાંત્રિક વિધિના નામે વિશ્વાસમાં લઈને અલગ અલગ જગ્યાએ બોલાવીને તેની પાસેથી રૂપિયા પડાવતા હતા. વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રૂપિયા મળશે તેમ કહી છેતરપિંડી કરતા સાથે જ તમારી વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રૂપિયા ભરેલા કોથળા નીકળશે તેવી લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરતા હતા, હાલ પોલીસે બંને આરોપીને ઝડપી પાડી આરોપીએ અન્ય કેટલા લોકો સાથે તાંત્રિક વિધિના નામે ઠગાઈ આચરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : પોલીસ પંચાત : K કંપનીમાં સજા ભોગવનારા રાહ જોઈ રહ્યા છે બદલીની.. પોલીસના મકાનો કોણે ભાડે ચઢાવી દીધા ?

Read Full Story arrow_forward
Weather Update : હાડ થીજાવતી ઠંડી, બરફવર્ષા અને ગાઢ ધુમ્મસ, રાજધાનીથી યુપી-બિહાર સુધી હાલ બેહાલ
calendar_today January 4, 2026

Weather Update : હાડ થીજાવતી ઠંડી, બરફવર્ષા અને ગાઢ ધુમ્મસ, રાજધાનીથી યુપી-બિહાર સુધી હાલ બેહાલ

દિલ્હી-NCRમાં સતત ઘટતા તાપમાન અને બરફ જેવા ઠંડા પવનોથી ઠંડી વધુ તીવ્ર બની ગઈ છે. સવારે ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝીબીલીટ થઇ જતા દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જેના કારણે માર્ગ, રેલ અને હવાઈ પરિવહન પર અસર પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાયું છે, જ્યારે ઠંડા પવનના કારણે તાપમાન સતત ગગડી રહ્યુ છેપહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાની અસર હવે મેદાની વિસ્તારો સુધી પહોંચી  ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાની અસર હવે મેદાની વિસ્તારો સુધી પહોંચી ગયો છે. પહાડોમાંથી આવતી ઠંડી હવાઓએ મેદાની વિસ્તારોમાં શીતલહેરને વધુ પ્રબળ બનાવી છે. ઘણા પહાડી માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનું એલર્ટ ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યુ છે. ખાસ કરીને સવારના સમયે અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સામાન્ય લોકોને અનાવશ્યક મુસાફરીથી બચવાની સલાહ આપવામાં આવી છે.શાળાઓના સમયપત્રકમાં ફેરફાર ઠંડીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને શાળાઓના સમયપત્રકમાં ફેરફાર, જરૂરી વ્યવસ્થા અને રેનબસેરાઓમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોએ વડીલો, બાળકો અને બીમાર લોકોને ખાસ સાવચેતી રાખવા, ગરમ કપડાં પહેરવા અને ઠંડા પવનથી બચવાની સલાહ આપી છે. આવનારા દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે. આવા સમયમાં સાવચેતતા અને સતર્કતા જ આ કડક ઠંડીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.આ પણ વાંચો : Weather Update: ગાઢ ધુમ્મસે રેલવેની ગતિ થંભાવી, રાજધાની, અમૃત ભારત, હમસફર સહિત 83 ટ્રેન કલાકો મોડી

Read Full Story arrow_forward
Banaskantha News : બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું યોજાશે મહાસંમેલન, સામાજિક બંધારણની થશે રચના
calendar_today January 4, 2026

Banaskantha News : બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું યોજાશે મહાસંમેલન, સામાજિક બંધારણની થશે રચના

બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં વાવ, થરાદ, પાટણ જિલ્લાના ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં જોડાશે અને દિયોદર તાલુકાના ઓગડધામ ખાતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, આ સંમેલન એટલા માટે યોજાઈ રહ્યું છે કે, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સામાજિક બંધારણની રચના કરી તેનું અમલીકરણ કરવામાં આવશે. સમાજ માટે બંધારણનો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે આ મહાસંમેલનમાં ઠાકોર સમાજના રાજકીય નેતાઓ પણ આવવાના છે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અગાઉ પણ ઘણી વખત ઠાકોર સમાજના રાજકીય નેતાઓએ સ્ટેજ પરથી સમાજના અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરી છે, પરંતુ આ વખતે બધા એક સાથે મળવાના છે અને સંમેલન યોજાવા જઈ રહ્યું છે, ધાર્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરોએ ભેગા મળીને નવા બંધારણનો સમાજન માટે મુદ્દો તૈયાર કર્યો છે, ઓગડજી મહારાજની સાક્ષીમાં રજૂ થનારું આ નવું માળખું સમાજ માટે માર્ગદર્શક બનશે. રાજકીય નેતાઓ હાજર રહેશે આ સંમેલનમાં આ સંમેલનમાં રાજકીય નેતાઓ પણ હાજર રહેશે અને સવારે 10 વાગે આ સંમેલનની શરૂઆત થશે અને બપોર સુધીમાં આ સંમેલન પૂર્ણ થશે, સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ સંમેલન ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાય માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી ક્ષણ સાબિત થશે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો 7 ડિગ્રીએ પહોંચ્યો, કચ્છ અને રાજકોટમાં લોકો ઠુઠવાયા

Read Full Story arrow_forward