android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં થયો વધારો, આ શહેરમાં આટલું નોંધાયું તાપમાન
calendar_today January 2, 2026

Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં થયો વધારો, આ શહેરમાં આટલું નોંધાયું તાપમાન

સૌથી ઓછું તાપમાન નલીયામાં 12.2 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 16.1, ડીસામાં 13.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1, વડોદરામાં 16.4 ડિગ્રી, સુરતમાં 18.6, દમણમાં 17.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 14.8, કંડલા એરપોર્ટમાં 14.3 ડિગ્રી, અમરેલીમાં 17.6, ભાવનગરમાં 19.6 ડિગ્રી, દ્વારકામાં 19.7, ઓખામાં 20.4 ડિગ્રી, પોરબંદરમાં 16, રાજકોટમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ વખતે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજી પડી નથી 24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સિવાય આજ રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમા દ્વારકા, જામનગર અને મોરબી તેમજ કચ્છ પંથકમા હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી હજુ સુધી શરૂ થઈ જ નથી. ડિસેમ્બર મહિનાના અંતમા ગાત્રો થિજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હતો. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીના ઈતેજાર વચ્ચે બે દિવસ કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેત આપવામાં આવ્યાં છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. રાજયના વિવિધ વિસ્તારોમા વાદળો ઘેરાવાની સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે, કોલકાતા અને ગુવાહાટી વચ્ચે શરૂ થશે ટ્રેન સેવા 

Read Full Story arrow_forward
Ahmedabad: ડિજિટલ ઈન્ડિયાના યુગમાં પતરાંના છાપરે શ્વાસ લેતી પોસ્ટ ઓફિસઃ તંત્રની ઘોર ઉદાસીનતા
calendar_today January 1, 2026

Ahmedabad: ડિજિટલ ઈન્ડિયાના યુગમાં પતરાંના છાપરે શ્વાસ લેતી પોસ્ટ ઓફિસઃ તંત્રની ઘોર ઉદાસીનતા

આ તસવીર કોઈ અંતરિયાળ ગામડાની નહીં, પરંતુ એક ધમધમતા વિસ્તારની સરકારી મિલકતની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. ઈમેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક તરફ્ દેશ 'ડિજિટલ ઈન્ડિયા' અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરી રહ્યો છે.ત્યારે બીજી તરફ્ સામાન્ય જનતાની સેવાનું કેન્દ્ર ગણાતી આ પોસ્ટ ઓફ્સિ પતરાના શેડ નીચે અને જર્જરિત હાલતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહી છે. વરસાદમાં ટપકતા પતરા અને ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે અહીં કર્મચારીઓ જીવના જોખમે ફ્રજ બજાવે છે. કિંમતી દસ્તાવેજો, ટપાલ અને લોકોની બચત થાપણોની સુરક્ષા સામે અહીં મોટા સવાલો ઊભા થાય છે. ઓફ્સિની બહાર અસ્તવ્યસ્ત પડેલા વાહનો અને ગંદકીના ગંજ તંત્રની નિષ્ક્રિયતાની સાક્ષી પૂરે છે. શું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? પોસ્ટ ઓફ્સિ એ માત્ર એક ઈમારત નથી, પણ લોકોના ભરોસાનું પ્રતીક છે. તંત્રને નમ્ર અપીલ છે કે આ 'પતરાવાળી' ઓફ્સિના સ્થાને સુવિધાયુક્ત પાકું મકાન બનાવવામાં આવે, જેથી નાગરિકો અને કર્મચારીઓ માનભેર પોતાની સેવાઓ મેળવી અને આપી શકે. આ દ્રશ્ય સત્તાધીશો માટે લાલબત્તી સમાન છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:કરાર આધારિત કૉમ્પ્યૂટર ઓપરેટર રૂા.2 હજારની લાંચ લેતાં ઝડપાયો
calendar_today January 1, 2026

Godhra:કરાર આધારિત કૉમ્પ્યૂટર ઓપરેટર રૂા.2 હજારની લાંચ લેતાં ઝડપાયો

ઘોઘંબા તાલુકા પંચાયતમાં આવાસ યોજનાનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર લાભાર્થી પાસેથી આવાસના બીજા હપ્તાની કામગીરી માટે વ્યવહારના રૂા. બે હજારની લાંચ લેતાં તાલુકા પંચાયત કચેરીની અગાશીમાં જ પંચમહાલ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ઘોઘંબા તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક લાભાર્થીનું આવાસ યોજના હેઠળ વર્ષ 2024-25 દરમિયાન આવાસ મંજુર થયું હતું. આ આવાસનું લિન્ટલ લેવલ સુધીનુ કામ થયું હતું.જેનો પ્રથમ હપ્તો રૂા.30 હજાર તેમને ચૂકવાયો હતો. ત્યારબાદ બીજો હપ્તો મંજુર થવાનો બાકી હતો. જેથી લાભાર્થીએ ડેટાબુક મુજબનું ફોટા સાથેનુ જરૂરી ફૉર્મ ભરી તલાટી અને ગ્રામ સેવકના સહી સિક્કા કરાવી ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં કર્મચારી સોબાન સિરાજ મજીદ બાગવાલાને આપ્યું હતું. જેણે લાભાર્થીને ડેટાબુક જોઇ ઓફ્સિના કોમ્પ્યુટરમાં ચકાસણી કરી સાહેબને વ્યવહાર પેટે રૂા.બે હજાર આપવા પડશે, તેમ કહી લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમણે એસીબી ટોલ ફ્રી નંબર પર ફરિયાદ આપી હતી. જેના આધારે ગોધરા એસીબી ટીમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન આરોપી સોબાને કચેરીની અગાશી પર ફરીયાદીને બોલાવી ત્યાં તેમની સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.બે હજાર સ્વીકારતાં એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લેતાં કચેરીમાં સોંપો પડી ગયો હતો. એસીબીએ સોબાન સિરાજ મજીદ બાગવાલાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward