Godhra:રેડીમિક્સ સિમેન્ટ ટેન્કર રોડ સાઈડે મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયું
ગોધરા શહેરના પરવડી વિસ્તારની દાહોદ બાયપાસ ચોકડી પર આજે સવારના સમયે અકસ્માતના બે બનાવોએ ભારે ઉત્તેજના ફેલાવી હતી. જેમાં એક બનાવમાં એક સિમેન્ટનું રેડી મિક્સ ટેન્કર રોડની સાઈડમાં ઉતરી જઈ નજીકના મકાનની કમ્પાઉન્ડ વોલ તોડી અંદર ઘૂસી ગયું હતું, જ્યારે બીજા બનાવમાં એક શાકભાજી ભરેલો ટેમ્પો રોડ પર પલટી ખાઈ જતાં રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.ગોધરા શહેરના પરવડી વિસ્તારના દાહોદ બાયપાસ જલારામ ચોકડી પાસે આજે પૂરઝડપે આવી રહેલા સિમેન્ટ ભરેલા એક ટેન્કરના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટેન્કર રોડ પરથી નીચે ઉતરી રોડ સાઈડના રહેણાંક મકાનની કમ્પાઉન્ડ વોલને તોડી અંદર ઘૂસી જતાં મકાનમાં રહેતાં લોકોના જીવ તાળવે ચોંટ ગયા હતાં. જ્યારે આ બનાવ સ્થળ પાસેથી અન્ય એક શાકભાજી ભરેલો ટેમ્પો પણ પસાર થતો હતો, જેના ચાલકે પણ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટેમ્પો માર્ગ ઉપર જ પલટી ખાઈ ગયો હતો. જેને પગલે દોડધામ મચી ગઇ હતી. સદ્દનસીબે આ બંને અકસ્માતમાં કોઈ જાનહાનિ નહિં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બાયપાસ ચાર રસ્તા આંધળી ચોકડી તરીકે પ્રચલિત આંધળી ચોકડી તરીકે પ્રચલિત આ બાયપાસ ચાર રસ્તા પાસે વાહન ચાલકોને નજીક આવી ગયા બાદ જ માર્ગની સ્થિતિનો ખ્યાલ આવતો હોય છે. દરમિયાન પૂરઝડપે આવતાં વાહનોની ગતિ કાબુમાં લેતાં પૂર્વે જ વાહનો પલટી ખાઈ જવા ઉપરાંત અન્ય વાહનો સાથે અથડાતા હોવાના બનાવો સામાન્ય થઈ ગયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward