android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:ભાદરવા ચોકડી વિસ્તારમાંથી રૂા. 1.95 લાખનો દારૂ ઝડપાયો
calendar_today January 1, 2026

Vadodara:ભાદરવા ચોકડી વિસ્તારમાંથી રૂા. 1.95 લાખનો દારૂ ઝડપાયો

સાવલી નગરમાં ભાદરવા ચોકડી વિસ્તારમાં જિલ્લા એલસીબીની ટીમે બાતમીને આધારે દરોડો પાડીને 909 નંગ વિદેશી દારૂની બોટલો રૂા.1,95,393નો જથ્થો ઝડપીને ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છેસાવલી પોલીસ મથકની હદમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દડો પાડીને ઘરના વાડામાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ભાદરવા ચોકડી નજીક આવેલા યોગેશ અર્જુનભાઈ માળી (રહે સાવલી ભાદરવા ચોકડી)ના ઘરના વાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ઝડપી પાડી છે. ખાડો ખોદી જમીનમાં છુપાવેલો વિદેશી દારૂની 909 બોટલો રૂા.1,95,393નો મુદ્દામાલ ઝડપીને સાવલી પોલીસ મથકને હવાલે કર્યો છે. જ્યારે જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી ઘરે હાજર ન હતો. જેના પગલે આરોપી યોગેશ માળીને ફરાર જાહેર કરી ને શોધખોળ શરૂ કરી છે. જિલ્લા એલસીબીના દરોડાથી સાવલી વિસ્તારમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ બુટલેગરોમાં ફ્ફ્ડાટ વ્યાપ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: એક સમાજ એક રિવાજનું સૂત્ર, ભાગીને લગ્ન કરનારાનો સ્વીકાર હવે નહી થાય
calendar_today January 1, 2026

Patan: એક સમાજ એક રિવાજનું સૂત્ર, ભાગીને લગ્ન કરનારાનો સ્વીકાર હવે નહી થાય

આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓગાડ ખાતે મળશે.તે અગાઉ પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યા હતા. ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સમાજ બહાર ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્નપ્રસંગમાં ડ્ઢત્ન-સનરૂફ્ ગાડી પર પ્રતિબંધ સહિતના 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા છે. સામાજિક એકતા માટે 'એક સમાજ એક રિવાજ'નું સૂત્ર અપનાવાયું હતું. આ સંમેલનમાં લગ્ન, સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ ગેની બેન ઠાકોરે વાંચન કર્યું હતું તેમજ ઉપસ્થિત આગેવાનોએ એના અમલીકરણ માટે શપથ લીધા હતા. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ આ બંધારણનું ઉલ્લંઘન કરશે તો એના પ્રસંગમાં તેનાં કુટુંબીજનોએ કોઈએ હાજર રહેવું નહીં. જો કોઈ વ્યક્તિ એકલી એવું કરવા માગતી હોય તો ભલે કરે, પણ બાકીનાં પરિવારજનો કે સગાં-વહાલાંએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં.  સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિ જ જઈ શકશે. ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપી શકાશે  લગ્નપ્રસંગો માટે વર્ષમાં માત્ર મહા અને વૈશાખ સુદ 1 થી 15 નક્કી  જાનમાં 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રાખવી પડશે.  જમણવારમાં મેનુ મર્યાદિત કરી માત્ર એક જ મીઠાઈ પીરસાશે  મામેરામાં 11,000 થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું  મરણપ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢીનો ઉપયોગ  જન્મદિવસની ઉજવણી રકમે શૈક્ષણિક સંસ્થા કે લાયબ્રેરીમાં દાન મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ દ્વારા માન્યતા નહીં. સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ ઉલ્લેખનીય છે કે આ બંધારણના અમલીકરણ માટે તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સંકલન સમિતિઓ કાર્યરત થશે. આગામી 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગાડ ખાતે યોજાનારા મહાસંમેલનમાં આ બંધારણનો વિધિવત અમલ શરૂ કરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: આખરે છ મહિના બાદ પ્રથમ કાયમી RTO અધિકારી મળ્યા
calendar_today January 1, 2026

Gandhinagar: આખરે છ મહિના બાદ પ્રથમ કાયમી RTO અધિકારી મળ્યા

રાજ્યમાં RTO-ARTO વર્ગ-2માં ફરજ બજાવતા 17 અધિકારીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી/નાયબ વાહન વ્યવહાર નિયામક વર્ગ-1માં બઢતી અપાઈ છે.બઢતી સાથે બદલીના ઓર્ડરમાં અમદાવાદ પૂર્વમાં રહેલાં કનકસિંહ દેવસિંહ પરમારને ગાંધીનગર આરટીઓ તરીકેની જવાબદારી સોંપાઈ છે. આરટીઓમાં અપગ્રેડ થયેલી કચેરીને આખરે છ મહિના બાદ પહેલા કાયમી RTO અધિકારી મળવા પામ્યા છે. આજે નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ આરટીઓ અધિકારીની નિમણૂંક થવા પામી છે. લાંબા સમયથી પ્રમોશન પેન્ડિંગ હોવાને પગલે જગ્યા ચાર્જ ઉપર ચાલતી હતી. બીજી તરફ વાહન વ્યવહાર વિભાગમાં વાહન નિરીક્ષક વર્ગ-2 તરીકે ફરજ બજાવતા 41 અધિકારીઓને RTO-ARTO તરીકે પ્રમોશન મળ્યું છે. જેમાં અમદાવાદ આરટીઓમાં રહેલાં મેઘલ પંચાલને ગાંધીનગરના મુકાયા છે. જ્યારે ગાંધીનગરમાંથી ડી. બી. વણકરની બઢતી સાથે પાલનપુર જ્યારે એ. એ. પઠાણને બઢતી સાથે અમદાવાદ બદલી થઈ છે. ગાંધીનગર ARTO કચેરીને જૂન મહિનામાં RTOનો દરજ્જો મળ્યો છે. જેને પગલે ગાંધીનગરમાં વર્ગ-1 કક્ષાના અધિકારીની નિમણુંક કરાઈ છે. જોકે આ નિમણૂંક આપવામાં સરકારને છ મહિના જેટલો સમય લાગી ગયો. છ મહિના સુધી આ જગ્યા ચાર્જમાં ચાલી રહી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward