Ahmedabad: સિવિલમાં આંખના ટેસ્ટનું મશીન, એમ્બ્યુલન્સ જ નથી
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સરકારી હોસ્પિટલમાં આવશ્યક દવા, ટેસ્ટ સહિતની સારવાર લાંબા સમયથી બંધ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે એટલુ જ નહીં એમ્બ્યુલન્સ સેવાનો લાભ પણ મળતો ન હોવાથી ફરિયાદ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો વડાપ્રધાનની મુલાકાત પૂર્વે યોગ્ય કરવામાં નહી આવે તો આ મામલે પી.એમ.ને રજુઆત કરવાની ચીમકી આપવામાં આવી છે.થેલેસેમિયા મેજર રોગથી પીડિત દર્દીઓને દર 10-15 દિવસે બ્લડ ચડાવવું ફ્રજિયાત હોય છે, જેના કારણે તેમના શરીરમાં આયર્નનું પ્રમાણ અત્યંત વધી જાય છે. વધેલા આયર્નના કારણે દર્દીઓને હૃદય, લીવર, સ્વાદુપિંડ, ડાયાબિટીસ જેવી ગંભીર તથા જીવલેણ તકલીફે સર્જાય છે, ખાસ કરીને 18 વર્ષથી ઉપરના દર્દીઓમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે.આયર્ન લેવલને નિયંત્રણમાં રાખવા માટે દર્દીઓને દરરોજ 4 થી 6 ઈન્જેકશન લેવું અનિવાર્ય છે. આરોગ્ય વિભાગના આદેશ મુજબ આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી નિઃશુલ્ક આપવાનું હોવા છતાં, હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ દર્દીને ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ તથા એમ્સમાં આંખના ગંભીર રોગો, ખાસ કરીને ગ્લોકોમાના નિદાન માટે ફ્રજિયાત પેરીમીટ્રી ટેસ્ટ કરવાની ડોક્ટરો દ્વારા સૂચના આપવામાં આવે છે.પેરીમીટ્રી એ આંખના વિઝયુઅલ ફીલ્ડ (દ્રષ્ટિક્ષેત્ર) ચકાસવાનો ટેસ્ટ છે.મહત્વપૂર્ણ ટેસ્ટ માટેની મશીનરી રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા એમ્સમાં લાંબા સમયથી બંધ હાલતમાં છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 5 એમ્બ્યુલન્સ, 1 શબવાહિની અને 1 છોટા હાથી સહિત કુલ 7 વાહનો ઉપલબ્ધ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાહનો કોઈના કોઈ કારણોસર રીપેરીંગ અથવા તો બંધ હાલતમા જ હોવાથી અછત સર્જાઈ છે.એમ્બ્યુલન્સ ન મળતાં દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સ માટે પ્રતિ કિલોમીટર રૂ. 8 જેટલો ખર્ચ કરવો પડે છે.સરકાર સમક્ષ 5 નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક માંગણી કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ રોહિતસિંહ રાજપૂતે કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward