android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ધ્રાંગધ્રા ગ્રામ્યમાં ખેડૂતોનો રણટંકાર : યોગ્ય વળતર નહીં તો, ખેતરમાં વીજ પોલ નહીં
calendar_today January 1, 2026

Surendranagar: ધ્રાંગધ્રા ગ્રામ્યમાં ખેડૂતોનો રણટંકાર : યોગ્ય વળતર નહીં તો, ખેતરમાં વીજ પોલ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વીજ કંપનીની લાઈન પસાર થવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. જેમાં ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ખેડુત આગેવાન ભરતસિંહ ઝાલાની આગેવાનીમાં કોંઢ ઉપરાંત, રાવળીયાવદર, નારીચાણા, જસાપર, રામપરા સહિતના ગામોની બેઠક યોજાઈ હતી. જેમાં યોગ્ય વળતર નહી તો ખેતરમાં વીજ પોલ નહીનો એક સુર ઉઠયો હતો. ખેડુતોએ જણાવ્યુ કે, સરકાર જયારે દસ્તાવેજનો સમય હોય ત્યારે જંત્રી મુજબ નાણા વસુલ કરે છે. અને જયારે વીજ કંપનીઓને વળતર ચૂકવવાનો સમય હોઈ ત્યારે જંત્રી કરતા નીચા દરે ખેડૂતોને વળતર મળે છે. આથી જયાં સુધી જંત્રી મુજબ પુરતુ વળતર ન મળે ત્યાં સુધી ખેતરોમાં વીજ પોલ ઉભા નહી કરવા દેવાનું ખેડૂતોએ આહવાન કર્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મનપા કાચી વસાહત વિસ્તારમાં ખાનગી ભાગીદારીથી જરૂરિયાતમંદો માટે આવાસ બનાવશે
calendar_today January 1, 2026

Surendranagar: મનપા કાચી વસાહત વિસ્તારમાં ખાનગી ભાગીદારીથી જરૂરિયાતમંદો માટે આવાસ બનાવશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળે તે માટે એફોર્ડેબલ હાઉસીંગ મિશન અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં મનપાના કમીશ્નરે શહેરના બિલ્ડર્સ અને વિવિધ બેંકના મેનેજર્સ સાથે બેઠક કરી હતી.નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ PM આવાસ યોજના-શહેરી અમલમાં આવી છે. જેમાં એફોર્ડેબલ હાઉસીંગ મિશનમાં ઈન-સીટુ રીડવેલપમેન્ટ એટલ કે, ઝુંપડપટ્ટીમાં રહેતા શહેરી ગરીબોને પાકા આવાસ પુરા પાડવામાં આવે છે. આ જમીનનો ઉપયોગ સંશાધન તરીકે થાય છે. જેમાં ખાનગી ભાગીદારી અને બેંક દ્વારા સબસીડી વાળી લોન અપાય છે. ત્યારે સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસીંગ મીશન અંતર્ગત ગરીબોને ઘરનું ઘર મળે અને સામાન્ય પરિવારો પણ તેમાં પોતાનું મકાન બનાવી શકે તે માટે બેઠક યોજાઈ હતી. મનપાના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણે, બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ કે.સી.શાહ, દોલુભા ડોડીયા, ગોપાલભાઈ પટેલ, જયરાજસિંહ જાડેજા સહિત વીવીધ બેંકના મેનેજર્સ ઉપસ્થીત રહ્યા હતા. કમીશ્નરે મનપા વિસ્તારમાં ઝુંપડપટ્ટી હોય અને સરકારી જગ્યા હોય તેવા સ્થળની પસંદગી કરવા બીલ્ડરોને જણાવ્યુ છે. આ જમીન પર બીલ્ડર્સ આવાસ બનાવશે અને તેમાં ઘરનું ઘર બનાવવા માટે બેંકો ગરીબોને સબસીડીવાળી લોન આપશે. ઝુંપડપટ્ટી સીવાયના ગરીબ અને સામાન્ય વર્ગના લોકો પણ તેમાં મકાન લઈ શકશે. આ માટે જમીનનો કોઈ ખર્ચ વસુલાશે નહી. જયારે પ્રોજેકટને નાણાકીય સક્ષમ બનાવવા માટે વધારાની FSI પ્રદાન કરાશે. સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસો.એ આ યોજના અંતર્ગત હકારાત્મકતા દર્શાવી હતી. સાથે સાથે મનપા દ્વારા પ્લાન પાસ કરવાની પ્રક્રીયા વધુ સરળ અને ઝડપી બનાવાય તેવી પણ માંગ વધુમાં બેઠક દરમિયાન કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: 108ના કર્મચારીની સૂઝબૂજથી માતા અને શિશુને નવજીવન મળ્યું
calendar_today January 1, 2026

Dhandhuka: 108ના કર્મચારીની સૂઝબૂજથી માતા અને શિશુને નવજીવન મળ્યું

સાંપ્રત સમયમાં 108 એમ્બ્યુલન્સ સેવા અનેક જીવ બચાવતી જીવનરક્ષક સેવા સાબિત થઈ રહી છે. તેવી જ એક અનોખી અને માનવતાને ઉજાગર કરતી ઘટના ધંધૂકા નજીક બની હતી. જેમાં એમ્બ્યુલન્સ વાનમાં જ એક પ્રસૂતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ શીતલબેન વિહાભાઈ(ઉં.વ. 20) ગર્ભાવસ્થાનાટ્વ અંતિમ તબક્કામાં હતા. મોડી રાત્રે તેમને અચાનક તીવ્ર દુખાવાની શરૂઆત થતા SDH હોસ્પિટલ, ધંધુકામાં ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળક ઊંધું હોવાનું જાણવા મળતાં વધુ સારવાર માટે માતાને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડતા ડોક્ટરે તરત જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. 108 કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી EMT સચિન માળી તથા પાઇલટ શક્તિસિંહ ઝાલા સમયસર સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે એમ્બ્યુલન્સ દર્દીને હોસ્પિટલ તરફ્ લઈ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં જ પ્રસૂતાનો દુખાવો અત્યંત વધી જતા તાત્કાલિક ડિલિવરી કરવાની ફરજ પડી હતી. EMT સચિન માળીએ પોતાની કુશળતા અને ERCP ડો. દેવ સરની ટેલિફેનિક સલાહ અનુસાર અત્યંત ગંભીર સ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી સફ્ળતાપૂર્વક કરાવી હતી. ત્યારબાદ ERCPની સૂચના મુજબ જરૂરી દવાઓ આપી માતા અને નવજાત બાળકી ને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળકી બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. દર્દીના સગા-સંબંધીઓએ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ્ની સમયસૂચકતા, નિષ્ઠા અને માનવતા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward