Panchmahal:બોડેલીની ઢોકલિયા પબ્લિક હૉસ્પિટલ બંધ થતાં પંથકના દર્દીઓને હાલાકી
સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત નજીકના પંચમહાલ, નર્મદા તેમજ પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી છોટાઉદેપુર જિલ્લાની 100 ઉપરાંત બેડ તથા 100 ઉપરાંતનો સ્ટાફ ધરાવતી નામાંકિત ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ આજે ગંભીર સંકટનો સામનો કરી રહી છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે થયેલી ફરિયાદને લઈ વિવાદમાં ચાલી રહેલી હોસ્પિટલમાં દવાઓની ખરીદી પ્રક્રિયા થોડા સમયથી બંધ રહેતા અહીં સારવાર અર્થે આવતા સેકડો દર્દીઓમાંથી દાખલ કરવા યોગ્ય દર્દીઓને પણ દાખલ કરવાનું બંધ કરાયું છે.ગરીબો માટે આશીર્વાદરૂપ આ હોસ્પિટલની જવાબદારી હાલ જિલ્લા વહીવટી તંત્રના હસ્તક લઈ દવાની ખરીદી કરાય તો આ હોસ્પિટલ ફરીથી દર્દીઓથી ભરચક થશે. 25મી ડિસેમ્બરથી દવાઓની ખરીદી બંધ થઈ છે. મુખ્ય ટ્રસ્ટીઓ સામે વિવાદિત ફરિયાદ થતા પીટીઆરના ટ્રસ્ટી પણ દવાની ખરીદીમાં જવાબદારી લેવા તૈયાર નથી. 200 ઉપરાંતની ઓપીડી ધરાવતા આ હોસ્પિટલમાં ટ્રસ્ટીઓ સામે થયેલી ફરિયાદના વિવાદને લઈ દવાની ખરીદી બંધ થતાં દર્દીઓને દાખલ કરવાના બંધ કર્યા છે. ડોક્ટરોનો પગાર હોલ્ડ થયો છે, દર્દીઓને દાખલ કરવાનું પણ બંધ થતા ચાર જેટલા ડોક્ટરોએ રાજીનામાં આપ્યા છે. અને હૉસ્પિટલમાં પુનઃ ફરજ બજાવશે તેમ જણાવ્યું હતું. આ પરિસ્થિતિથી કંટાળીને હોસ્પિટલના ચાર જેટલા મહત્વના ડોક્ટરોએ એકસાથે રાજીનામાં આપી દેતા બોડેલી નગર સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સારવાર વિના પરત ફરવા મજબૂર બન્યા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભું થયું છે. આ હોસ્પિટલમાં દાખલ દર્દીએ જણાવ્યું હતું કે, મારી બહેનને ઓક્સિજન લેવલ ડાઉન થઈ જવાથી વેન્ટિલેટર પર મૂકાઇ હતી. પરંતુ અહીંના ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપી તેને નવું જીવન આપ્યું છે. આવા અનેક દર્દીઓ સાજા થઈ રહ્યા છે. તેવામાં આં હોસ્પિટલની સ્થિતિ બંધ થવાની આરે આવતા અહીં સારવાર અર્થે આવતા દર્દીઓને ખાનગી મોંઘી હોસ્પિટલે જવું પડે છે. જેથી અમારી માંગ છે કે, તંત્ર દ્વારા હોસ્પિટલને પોતાના હસ્તક લઇ ફરી ધમધમથી કરવામાં આવે તેમ દર્દીના ભાઇ બોડેલીના જય તિવારીએ જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward